અમદાવાદ : ધન્વન્તરી હોસ્પિટલની બહાર સવારે 5.30 વાગ્યાથી ટોકન લેવા ઉભા રહ્યા લોકો 

ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ ગઈકાલે એએમસીને પોતાનો નિર્ણય બદલવાની ફરજ પડી હતી. હવે હોસ્પિટલોમાં 108 એમ્બ્યુલન્સ વગર પણ દર્દીને એડમિટ કરવામાં આવી રહ્યાં છે. આજથી દર્દીઓ માટે 900 બેડની ધન્વન્તરી હોસ્પિટલના દરવાજા ખોલી દેવાયા છે. આજે સવારથી ટોકન લઈને 108 એમ્બ્યુલન્સ સિવાય પણ આવતા દર્દીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ માટે સવારે 5.30 કલાકથી દર્દીઓના સ્વજનોએ ટોકન માટે લાઈન લગાવી હતી. 
અમદાવાદ : ધન્વન્તરી હોસ્પિટલની બહાર સવારે 5.30 વાગ્યાથી ટોકન લેવા ઉભા રહ્યા લોકો 

અતુલ તિવારી/અમદાવાદ :ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ ગઈકાલે એએમસીને પોતાનો નિર્ણય બદલવાની ફરજ પડી હતી. હવે હોસ્પિટલોમાં 108 એમ્બ્યુલન્સ વગર પણ દર્દીને એડમિટ કરવામાં આવી રહ્યાં છે. આજથી દર્દીઓ માટે 900 બેડની ધન્વન્તરી હોસ્પિટલના દરવાજા ખોલી દેવાયા છે. આજે સવારથી ટોકન લઈને 108 એમ્બ્યુલન્સ સિવાય પણ આવતા દર્દીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ માટે સવારે 5.30 કલાકથી દર્દીઓના સ્વજનોએ ટોકન માટે લાઈન લગાવી હતી. 

આજે સવારે 5.30 કલાકથી દર્દીઓના સ્વજનોએ ટોકન માટે લાઈન લગાવી હતી. ઈલાજ મળે એ માટે ટોકન લેવા માટે દર્દીઓના સગા લાઈનમાં ઉભા રહ્યા છે. જોકે,
બાદમાં ટોકન આપવાની શરૂઆત થઈ હતી. 

ટોકન લેવા લાઈનમાં ઉભા રહ્યા લોકો 
હાલ હોસ્પિટલની બહાર બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે. આ લાઈન સતત વધી રહી છે. હાલ સ્થિતિ એવી છે કે, હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં લોકો સવારથી ઉભા રહી ગયા છે. પોલીસનો કાફલો ગોઠવાઈ ગયો છે. છતાં ટોકન આપવાની કામગીરી બહુ જ ધીમી ગતિએ ચાલી રહી છે. અત્યાર સુધી આ હોસ્પિટલની બહાર 108 એમ્બ્યુલન્સની લાઈન જોવા મળતી હતી, પરંતુ હવે અહી દર્દીના સ્વજનોની લાંબી લાઈન જોવા મળી રહી છે. છતા હોસ્પિટલમાં સ્ટાફના અભાવે લોકોની ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ લાઈનમાં કેટલાક કોરોના દર્દીઓ પણ ઉભા રહેશે. 

ટોકનની સિસ્ટમ પર લોકોનો રોષ
લાઈનમાં ઉભા રહેલા લોકોએ તંત્ર પર ટોકન સિસ્ટમ મામલે રોષ ઠાલવ્યો હતો. ટોકન સિસ્ટમ હોવાથી અહી સ્વજનોની લાંબી લાઈન લાગી છે, લાઈન વધતી જઈ રહી છે, પરંતુ લોકોનો નંબર આવતો નથી. કોરોના કાળમાં આવી ભીડ એકઠી કરવી તંત્ર માટે કેટલુ યોગ્ય તેવો રોષ લોકો દ્વારા ઠાલવવામાં આવી રહ્યો છે. 

ટોકન બાદ જ દર્દીને એડમિશન મળશે
ધન્વંતરી કોવીડ હોસ્પિટલ ખાતે કોરોના દર્દીઓના એડમિશન માટે કેટલીક ગાઈડલાઈન નક્કી કરાઈ છે. ગુજરાત યુનિવર્સિટી કન્વેશન સેન્ટર ખાતે DRDOના સહયોગથી ગુજરાત સરકાર દ્વારા ધન્વતરી કોવિડ હોસ્પિટલ શરૂ કરાઈ છે. જ્યાં આજથી 108 એમ્બ્યુલન્સ સિવાય પણ આવતા દર્દીઓને પ્રવેશ આપવામાં આવશે. હાઈકોર્ટના આદેશ અનુસાર હવે ૧૦૮ એમ્બ્યુલન્સ સિવાય આવતા દર્દીઓને પ્રવેશ અપાશે. સૌ પ્રથમ દર્દીના સગા એ ફોર્મ ભરી કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ અને અન્ય જરૂરી રિપોર્ટ્સ આપીને ટોકન લેવાનું રહેશે. આ માટેના ફોર્મ સવારે ૮ થી ૯ માં હોસ્પિટલની બહાર લેવાના રહેશે. ટોકન લીધા પછી એડમિશન માટે દર્દીને હોસ્પિટલમાંથી ફોન પર મેસેજ મળે ત્યારે હોસ્પિટલમાં લઇને આવવાનું રહેશે. સાથે જ એડમિશન માટે ફરજીયાત ટોકન લઈને આવવાનું રહેશે તેવી સૂચના અપાઈ છે.

આ ઉપરાંત કોરોનાની અસરને કારણે ઓક્સિજન લેવલ 92% થી ઓછું થયું હોય તેમને પ્રાથમિકતા આપવામાં આવશે. હોસ્પિટલમાં જેટલા બેડ પ્રવેશ પાત્ર હોય એટલા જ ટોકન ફાળવવામાં આવશે. સાથે જ ધન્વતરી કોવિડ હોસ્પિટલ બહાર ખાલી બેડની સંખ્યા પણ આજથી ડિસપ્લે કરાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news