108 ambulance

આરોગ્ય વિભાગને મળી 25 એમ્બ્યુલન્સ, એવરેજ આટલી મિનિટમાં પહોંચે એવું છે નેટવર્ક

WHO ના ધારાધોરણ મુજબ પ્રતિ વ્યક્તિ 1 એમ્બ્યુલન્સની સામે ગુજરાત મા 630 એમ્બ્યુલન્સ હોવી જોઈએ, પરંતુ હાલ રાજ્યમાં 800 એમ્બ્યુલન્સ ઉપલબ્ધ છે. હાલ કાર્યરત એમ્બ્યુલન્સમા 200 એમ્બ્યુલન્સ વેન્ટિલેટર અને મોનીટર સાથે પણ ઉપલબ્ધ છે.

Jun 2, 2021, 03:06 PM IST

પાલનપુર સિવિલ બહાર 108માં જ દર્દીનું મોત, હોસ્પિટલમાં પ્રવેશ નહી મળતા મોતનો આક્ષેપ

જિલ્લાના મુખ્ય મથક પાલનપુર સિવિલ હોસ્પિટલનાં સંકુલમાં આજે 108 માં લવાયેલા કોવિડનાં એક દર્દીનું એમ્બ્યુલન્સમાં જ મોત નિપજતા ભારે હોબાળો મચ્યો હતો. યોગ્ય સમયે સારવાર નહી અપાઇ હોવાનો હોસ્પિટલ તંત્ર પર આક્ષેપ લગાવાઇ રહ્યો છે. પરિવારજનોના હૈયાફાટ રૂદનના કારણે સમગ્ર વાતાવરણ ભારે ગમગીન બન્યું હતું. 

May 13, 2021, 09:56 PM IST

5 દિવસમાં પરિવારના 5 સદસ્યોના ગુમાવ્યા, છતાં બીજા જ દિવસે ડ્યુટી પર જોડાયા એમ્બ્યુલન્સના ડ્રાઈવર પ્રવીણભાઈ

  • પાંચ દિવસના સમયગાળા દરમિયાન પોતાના ઘરના મોભી સહીત પરિવાર પાંચ સભ્યો ગુમાવ્યા, છતાં સઘળુ દુખ ભૂલાવીને કામમાં જોડાઈ ગયા
  • એક જ દિવસમાં માતા સહિત પરિવારના ચાર સભ્યોના અવસાનથી પ્રવીણભાઈના જીવનમાં આભ તૂટી પડ્યું હતું

May 11, 2021, 08:24 AM IST

ચાર દિવસમાં જ ધનવંતરી હોસ્પિટલ હાઉસફુલ, બેડ નહિ હોવાનું બોર્ડ લાગ્યું

  • હાલ હોસ્પિલમાં 560 બેડ કાર્યરત છે, જે તમામ હાલ દર્દીઓથી ભરેલા છે. હાલ એક પણ બેડ ખાલી નથી
  • હોસ્પિટલના દરવાજા બહાર જ એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોની લાંબી લાઈનો જોવા મળી

May 2, 2021, 02:18 PM IST

મોટો ફેરફાર, ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં હવે દર્દીને સીધેસીધી એન્ટ્રી મળશે

  • અમદાવાદની ધનવંતરી હોસ્પિટલમાં સીધા આવનાર દર્દીઓને પણ દાખલ કરાઇ રહ્યાં છે
  • દર્દીઓની સેવા-સુશ્રુષામાં 'ફર્સ્ટ રિસ્પોન્સ ટીમો' પણ હોસ્પિટલની બહાર કાર્યરત કરાઈ

Apr 30, 2021, 09:09 AM IST

ધન્વન્તરી હોસ્પિટલમાં ટોકનથી જ દર્દીઓને પ્રવેશ આપવાનો વિવાદ હાઇકોર્ટ પહોંચ્યો

જીએમડીસી ગ્રાઉન્ડ પર ડીઆરડીઓ સંચાલિત ધન્વન્તરી હોસ્પિટલનો મુદ્દો ફરી એકવાર હાઈકોર્ટમાં પહોંચ્યો છે. જીએમડીસી ગ્રાઉન્ડ પર ડીઆરડીઓ સંચાલિત ધન્વન્તરી હોસ્પિટલમાં ટોકનથી જ દર્દીઓને પ્રવેશ આપવાનો વિવાદ હાઇકોર્ટ પહોંચ્યો છે. સવારના 8 થી 9 માં ટોકન મેળવનારને પ્રાથમિકતા પ્રમાણે પ્રવેશ આપવા અંગેના નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી થઇ  છે. દર્દીની સ્થિતિ સમજ્યા વિના ટોકનથી પ્રવેશના નિર્ણયથી દર્દીઓની હાલાકી વધશે એવી રજૂઆત આ અરજીમાં કરવામાં આવી છે. સાથે જ આ અરજી પર ઝડપી સુનાવણી કરી આ સમસ્યાનું નિરાકરણ લાવવાની પણ અરજીમાં માંગણી કરવામાં આવી છે. 

Apr 29, 2021, 04:52 PM IST

અમદાવાદ : ધન્વન્તરી હોસ્પિટલની બહાર સવારે 5.30 વાગ્યાથી ટોકન લેવા ઉભા રહ્યા લોકો 

ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ ગઈકાલે એએમસીને પોતાનો નિર્ણય બદલવાની ફરજ પડી હતી. હવે હોસ્પિટલોમાં 108 એમ્બ્યુલન્સ વગર પણ દર્દીને એડમિટ કરવામાં આવી રહ્યાં છે. આજથી દર્દીઓ માટે 900 બેડની ધન્વન્તરી હોસ્પિટલના દરવાજા ખોલી દેવાયા છે. આજે સવારથી ટોકન લઈને 108 એમ્બ્યુલન્સ સિવાય પણ આવતા દર્દીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ માટે સવારે 5.30 કલાકથી દર્દીઓના સ્વજનોએ ટોકન માટે લાઈન લગાવી હતી. 

Apr 29, 2021, 09:13 AM IST

હાઈકોર્ટની ટકોર બાદ સરકારી તંત્ર જાગ્યું, અમદાવાદમાં હોસ્પિટલમાં દાખલ થવા 108 ની જરૂર નહિ પડે

ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે 108 એમ્બ્યુલન્સની સુવિધાથી લઈને અનેક મામલે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. ત્યારે હવે સરકારે પોતાના આકરા નિર્ણયો બદલવાની ફરજ પડી છે. પહેલા નિયમ હતો કે, માત્ર 108 માં આવતા દર્દીઓને જ અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. ત્યારે હવે આ નિયમ બદલાયો છે. હવે કોઈ પણ વાહનમાં આવતા દર્દીને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. હવે દર્દી ચાલતો હોસ્પિટલમાં આવશે તો પણ તેને દાખલ કરવામાં આવશે. સાથે જ હોસ્પિટલની બહાર દર્દીઓની માહિતી આપતુ ડિસ્પ્લે પણ લગાવવામાં આવશે. 

Apr 28, 2021, 03:01 PM IST

ગુજરાતના મોટા શહેરોમાં શું છે 108 એમ્બ્યુલન્સ સેવાની સ્થિતિ? જુઓ ZEE 24 કલાકનું રિયાલિટી ચેક

રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે એવી પણ ફરિયાદો સામે આવી છે કે, દર્દીઓને સમયસર 108 ambulance નથી મળતી. જે બાદ અમારી ચેનલ ZEE 24 કલાકે નક્કી કર્યું કે, રાજ્યના મહાનગરોમાં 108 સુવિધાની સ્થિતિ મામલે રિયાલિટી ચેક કરવામાં આવે. જેાં અમારા સંવાદદાતા દ્વારા ગુજરાતના અલગ-અલગ શહેરોમાંથી 108 માટે ફોન કરાયો. જેમાં સામે આવ્યું કે ક્યાંક અનિશ્ચિત સમય માટે વેઈટિંગ છે તો ક્યાંક સુવિધા તરત જ ઉપલબ્ધ છે

Apr 17, 2021, 03:49 PM IST

108 એમ્બ્યુલન્સ સ્ટાફની કામગીરી વખાણવા જેવી, હોસ્પિટલના ગેટ પર મહિલાની પ્રસૂતિ કરાવી

  • પ્રસૂતિ વખતે બાળકના ગળામાં નાળ વીંટળાયેલ હોવાથી અમદાવાદ 108 આોફિસમા બેસેલા તબીબનું માર્ગદર્શન લેવાયું હતું. ત્યારે હેમખેમ બાળકના ગળામાથી નાળને કાઢીને તેનો જીવ બચાવી લેવાયો

Nov 18, 2020, 12:10 PM IST

સગર્ભા ટ્રોમા સેન્ટર પહોંચે તે પહેલા જ 108માં બાળકનું માથું બહાર આવી ગયું, સ્ટાફે તાત્કાલિક કરાવી ડિલીવરી

ટ્રોમાના ડૉક્ટરને જાણ કરાય એ પહેલાં જ રત્નાબેને 108માં બાળકને જન્મ આપી દીધો હતો. ટ્રોમા સેન્ટર પહોંચે તે પહેલા જ 108માં સગર્ભાના બાળકનું માથું બહાર આવી ગયું હતું

Oct 15, 2020, 11:36 AM IST

હોળીના તહેવાર માટે 108 ઈમરજન્સી દ્વારા બનાવાયો માસ્ટરબ્લાસ્ટર એક્શન પ્લાન

હોળી (Holi 2020) નો તહેવાર એટલે રંગ અને ઉલ્લાસનો તહેવાર. પણ છેલ્લા કેટલાક વર્ષોથી આ તહેવાર પણ ક્યારેક અનેક લોકો માટે પીડાદાયક બની જાય છે. ત્યારે આ વર્ષે 108 (108 Emergency) દ્વારા એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાત અને અમદાવાદ જેવા મોટા શહેરો માટે આ એક્શન પ્લાનને અમલમાં મૂકવામાં આવનાર છે. જેના માટે 587 એમ્બ્યુલન્સથી 20 વધારે એમ્બ્યુલન્સ 108 તૈનાત કરવામાં આવનાર છે. 

Mar 7, 2020, 01:24 PM IST

મહીસાગર: દાહોદ જઇ રહેલી બસમાં મહિલાને પ્રસવપીડા, 108ની ટીમે કરાવી પ્રસુતી

લુણાવાડા તાલુકાનાં હાડોડ પાસે અમદાવાદથી દાહોજ જતી એસટી બસમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા મહિલાની પ્રસુતી કરાવી અને માતાનો જીવ બચાવ્યો હતો. સફળ ડિલિવરી કરાવતા બસનાં પેસેન્જરો સહિત તમામ લોકોએ 108 એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરીને વખાણી હતી. મેડિકલ ઇમરજન્સી માટે પહેલાથી જ 108 એમ્બ્યુલન્સની કામગીરી વખણાય છે.

Jan 16, 2020, 11:50 PM IST

અમદાવાદ: નારોલ વિસ્તારમાં બની હિટ એન્ડ રનની ઘટના, બે જોડિયા બાળકોના મોત

બુધવારે મોડી રાત્રે નારોલ પાસે આવેલા ખોડિયાર મંદિર પાસે બાઇક ચાલકે બે બાળકોને અડફેટે લીધા હતા. જેના પગલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાવમાં આવ્યા હતા. સારવાર દરમિયાન બંને જુડવા ભાઇઓનું મોત થયું હતું. જેના પગલે પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.

Oct 10, 2019, 12:06 AM IST

CM રૂપાણીના ભાઈના મોત મામલે કલેક્ટરે સોંપ્યો રિપોર્ટ, લોકેશનને લઈને થયો હતો ગૂંચવાડો

મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ના રાજકોટ (Rajkot) માં રહેતા માસિયાઈ ભાઈ અનિલ સંઘવીને શ્વાસની તકલીફને કારણે ગત 4 ઓક્ટોબરના મોત નિપજ્યું હતું. અનિલભાઈને શ્વાસની તકલીફ થતા પરિવાર દ્વારા તાત્કાલિક ૧૦૮ સેવા (108 Ambulance) ને લેન્ડલાઇન પરથી ફોન કરી બોલાવવામાં આવી હતી. પરંતુ 108 એમ્બ્યુલન્સ સર્વિસ મોડી આવતા અનિલભાઈને સમયસર સારવાર મળી ન હતી, જેથી તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે જ્યારે સીએમ રાજકોટ આવ્યા ત્યારે પરિવારજનોને આશ્વાસન આપવા ગયા હતા, ત્યારે પરિવારજનો દ્વારા સીએમને 108 એમ્બ્યુલન્સ આવી હોવાનું જણાવતા સીએમએ તાત્કાલિક કલેક્ટરને તપાસના આદેશ આપ્યા હતા. 

Oct 9, 2019, 02:27 PM IST

યાત્રાધામ અંબાજી દર્શનાથે જતા બે બાઇક સવારને નડ્યો અકસ્માત, એકનું મોત

ભાદરવી પૂનમને લઇને આજે લાખો ભાવિકો અંબાજીમાં વહેલી સવારથી જ યાત્રિકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના દર્શનાથે જઇ રહેલા બાઇક અકસ્માતમાં ચાલકનું મોત નિપજ્યું છે.

Sep 14, 2019, 09:04 AM IST

મોરબી: મહિલાને પ્રસુતાની પીડા ઉપડતા 108ની ટીમે રસ્તામાં કરાવી ડીલીવરી

મોરબી નજીક આવેલા આમરણ ગામ પાસે મહિલાને પ્રસુતાની પિડા ઉપડતા 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. પરંતુ મહિલાની પ્રસુતાની પીડા વધી જતા ઇમરજન્સી ટીમે સાવચેતીના ભાગ રૂપે ત્રણ જીંદગી બચાવા માટે 108માં મહિલાની પ્રસુતા કરાવી હતી. અને મહિલાએ જોડીયા બાળકોને જન્મ આપ્યો હતો. 
 

Jun 4, 2019, 05:27 PM IST
Truck Accident, 7 Injured PT29S

ડીજે ટેમ્પો પલટી જતાં 7 ઘાયલ

Truck Accident, 7 Injured

Mar 26, 2019, 11:15 PM IST