રથયાત્રાઃ ભગવાનનું મામેરું દર્શન માટે મુકવામાં આવ્યું.... જુઓ મામેરાની તસ્વીરો
શનિવારે ભગવાન જગન્નાથજી 141મી રથયાત્રા શહેરમાં નીકળવાની છે. હાલ જગન્નાથ મંદિરે રથયાત્રાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આજે ભગવાનનું મામેરું દર્શન માટે મુકવામાં આવ્યું હતું.
Trending Photos
અષાઢી બિજને શનિવારે ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા નીકળવાની છે. રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.
સોમવારે રથયાત્રામાં ભગવાનને આપવાનું મામેરું ભક્તોના દર્શન માટે મુકવામાં આવ્યું હતું.
ભગવાનના મામેરાના દર્શનનો લાભ લેવા માટે સરસપુરમાં ભક્તોની ભીડ ઉમટી હતી.
રણછોડજી મંદિરે ભગવાનનું મામેરું દર્શન માટે મુકવામાં આવ્યું હતું.
આ વર્ષે બારોટ પરિવારનું સપનું સાકાર થયું છે અને તે પરિવારને ભગવાનનું મામેરું કરવાનો લાભ મળ્યો છે.
ભગવાનનું મામેરું તેમાં ભગવાનને હાર, વીંટી, અછોડો, પગની પાયલ, વીંછીંયા વગેરે ઘરેણા, તેમજ સુભદ્રાજી માટે સાડી, બુટ્ટી, વીંટી, ઝાંઝર સહિત પાર્વતી શણગારનો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે