આ છે વિશ્વની સૌથી મોટી મોબાઇલ ફેક્ટ્રી, જાણો તેની ખાસિયતો
કંજ્યુમર ઇલેક્ટ્રોનિક્સ મુદ્દે વિશ્વની સૌથી મોટી મોબાઇલ ફેક્ટ્રી હોવાનો ટેગ ચીન કે અમેરિકા નહી પરંતુ ભારત પાસે છે
Trending Photos
નવી દિલ્હી : વિશ્વની સૌથી મોટી મોબાઇલ ફેક્ટ્રી જેની સ્થાપના સેમસંગે કરી છે. કંજ્યૂમર ઇલેક્ટ્રોનિક્સના મુદ્દે વિશ્વની સૌથી મોટીમોબાઇલ ફેક્ટ્રી હોવાનો ટેગ ચીન અથવા દક્ષિણ કોરિયા પાસે નથી. અમેરિકા પાસે પણ નથી પરંતુ હવે તે ટેગ ઉત્તરપ્રદેશનાં નોએડા પાસે છે. નોએડાનાં સેક્ટરમાં 81માં આવેલી સેમસંગ ઇલેક્ટ્રોનિક્સની 35 એકરમાં ફેલાયેલી આ ફેક્ટ્રીનું ઉદ્ધાટન વડાપ્રધાનનરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયાનાં રાષ્ટ્રપતિ મૂન જે ઇને કર્યું હતું.
શું છે આ ફેક્ટ્રીની ખાસીયત
- નોએડાનાં સેક્ટર 81માં સેમસંગ ઇલેક્ટ્રોનિક્સની આ ફેક્ટ્રી 35 એકરમાં ફેલાયેલી છે.
- દક્ષિણ કોરિયન કંપનીની આ ફેક્ટ્રીમાં 4915 કરોડ રૂપિયાનાં રોકાણનું કામ કરવામા આવ્યું છે.
- સેમસંગની નવી ફેક્ટ્રીમાં બમણું ઉત્પાદન કરવાની ક્ષમતા છે.
- સેમસંગ હાલ ભારતમાં 6.7 કરોડ સ્માર્ટફોન બનાવી રહ્યુ છે. આ ફેક્ટ્રી ચાલુ થવા પર આશરે 12 કરોડ મોબાઇલ ફોનનું મેન્યુફેક્ચરિંગ થશે.
- નવી ફેક્ટ્રીમાં માત્ર મોબાઇલ જ નહી પરંતુ સેમસંગનાં કંજ્યૂમર ઇલેક્ટ્રોનિક્સ સામાનનું ઉત્પાદન પણ થશે.
1990માં દેશમાં પહેલી યૂનિટ થયું ચાલુ
સેમસંગના દેશમાં બે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. એક નોએડા અને બીજા શ્રીપેરરુબદુરમાં છે. તે ઉપરાંત સેમસંગની પાસે દેશમાં પાંચ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર છે. દેશમાં કંપનીનાં 1.5 લાખ રિટેલ આઉટલેટ છે. કંપનીનું 2016-17માં મોબાઇલ બિઝનેસ રેવન્યૂ 34,400 કરોડ રૂપિયા અને કુલ વેચાણ 50, 000 કરોડ રૂપિયા રહ્યું. સેમસંગ દ્વારા 70 હજાર લોકોને રોજગાર મળેલો છે.
ભારતમાં જ શા માટે લાગી સૌથી મોટી ફેક્ટ્રી ?
સેમસંગે વિશ્વનાં ઘણા મોટા દેશોને છોડીને ભારતમાં જ સૌથી મોટી ફેક્ટ્રીઓ શા માટે ચાલુ કરી. તેનાં ઘણા કારણો છે. જેમાં સૌથી મોટુ કારણ છે કે ભારતમાં મોબાઇળ કંપનીઓએ પોતાની ફેક્ટ્રી લગાવવામાં વધારે માથાપચ્ચી નથી કરવી પડતી. બીજી તરફ બીજા દેશોમાં ઘણી માથાકુટ કરવાની હોય છે. ઉપરાંત અન્ય દેશોમાં ભારતની તુલનાએ ટેક્સનો બોઝ પણ ઘણો વધારે હોય છે. શ્રમનો ખર્ચ પણ વધારે થાય છે. ભારતમાં નિર્માણ કરતી કંપનીઓ માટે એટલા માટે ફાયદાકારક હોય છેકારણ કે અહીં એક સ્થાનિક બજાર પણ ખુબ જ મોટુ છે. માટે વૈશ્વિક નિર્માતાઓ અહીં જોખમ લેવા માટે પણ તૈયાર રહે છે. બીજા દેશોની અપેક્ષા ભારત તેમનાં માટે એક સારો વિકલ્પ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે