AC કરતા પણ વધુ ઠંડક આપતા ચંદનના વાઘા ભગવાન સ્વામીનારાયણને પહેરાવાયા

આજે એટલે કે અખાત્રીજના રોજ સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ખાતે સ્વામીનારાયણ સંપ્રદાયની પરંપરાગત અનુસાર વૈશાખ માસની ગરમીમાં ભગવાનને ઠંડક મળે તેવા હેતુથી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર સજવામાં આવ્યા હતા. 
AC કરતા પણ વધુ ઠંડક આપતા ચંદનના વાઘા ભગવાન સ્વામીનારાયણને પહેરાવાયા

ઝી મીડિયા/બ્યૂરો :આજે એટલે કે અખાત્રીજના રોજ સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ખાતે સ્વામીનારાયણ સંપ્રદાયની પરંપરાગત અનુસાર વૈશાખ માસની ગરમીમાં ભગવાનને ઠંડક મળે તેવા હેતુથી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર સજવામાં આવ્યા હતા. 

અખાત્રીજથી ચંદનના વાઘા સ્વામીનારાયણ સંપ્રદાયમાં ધરાવવામાં આવે છે તે અંગે સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ ભગવાનને અખાત્રીજના દિવસે 3 કિલો ચંદનમાંથી વાઘા ધરાવવામાં આવ્યા. આ વાઘા ધરાવવાથી ભગવાનને એરકન્ડીશન કરતાં પણ વધુ ઠંડક પ્રાપ્ત થતી હોય છે અને વાઘા ધરાવ્યા બાદ આ ચંદનનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ થાય, તથા ભગવાનનો સ્પર્શ થયેલ ચંદન દરેકને પ્રાપ્ત થાય એટલા માટે આ ચંદનના વાઘામાંથી ચંદનની ગોટીઓ બનાવવામાં આવે છે અને તે ભક્તોને આપવામાં આવે છે. તે ગોટીમાંથી ભક્તો નિત્ય ચંદન ઘસીને પોતાના કપાળે લગાવે છે અને તિલક કરે છે. તિલક ચાંદલો એ સ્વામીનારાયણ સંપ્રદાયનું પ્રતિક છે. તિલક ચાંદલો જોઈને જ ખબર પડી જાય કે, આ સ્વામીનારાયણ ભગવાનનો સત્સંગી છે અને ચાંદલો એ અનાદિમુક્તનું પ્રતિક છે. આમ ચંદનના જે વાઘા ભગવાનને ધરાવામાં આવે છે તેનો નિત્ય સદ્‌ઉપયોગ કરવામાં આવે છે. 

સ્વામીનારાયણ ભગવાને પોતે સ્વયં વચનામૃત ગ્રંથના છેલ્લા પ્રકરણના 23 માં વચનામૃતમાં કહ્યું છે કે, ઋતું અનુસાર ભગવાનની સેવા ચાકરી કરવી જોઈએ. તેથી ઉનાળો આવે ત્યારે ભગવાનને ગરમીમાંથી રાહત મળે અને ઠંડક પ્રાપ્ત થાય તે માટે ભગવાનને ઝીણા વસ્ત્રો ધરાવવા જોઈએ અને ભગવાનની આગળ એરકંડીશન મૂકવામાં આવે છે. પરંતુ વૈશાખ માસની અસહ્ય ગરમીમાં ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય માટે ભગવાનને ચંદનના વાઘાના શણગારથી સજાવવામાં આવે છે. આ ચંદનના વાઘા એરકન્ડીશન કરતાં પણ વધુ ભગવાનને ઠંડક એટલે કે, શીતળતા આપે છે.

વૈશાખ સુદ - ત્રીજ એટલે અખાત્રીજ જેને અક્ષયતૃતીયા કહેવાય છે. અક્ષયતૃતીયા અંગે માહિતી આપતા સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ દિવસે અક્ષત્‌ કહેતાં ચોખાથી ભગવાનનું - પૂજન કરવામાં આવે છે. આ દિવસે પરશુરામ ભગવાનનું પ્રાગટ્ય થયું હતું. મહાભારતનું યુદ્ધ આ દિવસે પુર્ણ થયું હતું. દ્વાપર યુગનું સમાપન આ દિવસે થયું હતું. વૈષ્ણવ ધર્મમાં વૃંદાવનમાં બાંકે બિહારીના દર્શન આ જ દિવસે થાય છે. નાથદ્વારામાં શ્રીનાથજી પ્રભુનું સ્વરુપ વલ્લભાચાર્યજીએ ગિરીરાજ પર આજ દિવસે પધરાવ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં ચંદનના વાઘા ધરાવાનો પ્રારંભ કરવામાં આવે છે. જગન્નાથપુરી અને અમદાવાદમાં રથયાત્રા જે યોજાય છે તેના રથોના નિર્માણનું કાર્ય આ જ દિવસે પ્રારંભ થાય છે. આ દિવસ વણજોયા મુહુર્તનો કહેવાય છે. શુભકાર્યો વગર મુહુર્તે કરવામાં આવે છે. આ દિવસે વર્ષ દરમ્યાનનાં સૌથી વધુ લગ્નો થાય છે. આ દિવસે સોના-ચાંદીની ખરીદી પણ પુષ્કળ પ્રમાણમાં થાય છે.

આ પણ વાંચો : 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news