સુરતી વેપારીઓને અમેરિકાએ આપ્યો મોટો ઝટકો, કહ્યું-આ હીરા રશિયાની રફમાંથી નથી બન્યા તેવું લખાણ આપો

રશિયા અને યુક્રેનના યુદ્ધની અસર સુરતના હીરા ઉદ્યોગ પર પડી રહી છે. રશિયાની મોટી હીરાની ખાણ અલ રોઝામાંથી કાચા હીરા લેવા પર પ્રતિબંધ મુક્યા બાદ હવે અમેરિકાના વેપારીઓ હવે સુરતના વેપારીઓ પાસેથી ખાસ લખાણની માંગ કરી રહ્યા છે. આ હીરા રશિયાની રફમાંથી નથી બન્યા તેવું લેખિતમાં આપવાની માંગ કરવામાં આવી છે. 

સુરતી વેપારીઓને અમેરિકાએ આપ્યો મોટો ઝટકો, કહ્યું-આ હીરા રશિયાની રફમાંથી નથી બન્યા તેવું લખાણ આપો

ચેતન પટેલ/સુરત :રશિયા અને યુક્રેનના યુદ્ધની અસર સુરતના હીરા ઉદ્યોગ પર પડી રહી છે. રશિયાની મોટી હીરાની ખાણ અલ રોઝામાંથી કાચા હીરા લેવા પર પ્રતિબંધ મુક્યા બાદ હવે અમેરિકાના વેપારીઓ હવે સુરતના વેપારીઓ પાસેથી ખાસ લખાણની માંગ કરી રહ્યા છે. આ હીરા રશિયાની રફમાંથી નથી બન્યા તેવું લેખિતમાં આપવાની માંગ કરવામાં આવી છે. 

ભારતમાં આયાત થતી કુલ રફમાંથી 30% રફ રશિયાથી આવે છે. અમેરિકાએ આ રફ પર પ્રતિબંધ મૂકતાં ભારત અને ખાસ કરીને સુરતમાં રફની શોર્ટ સપ્લાય શરૂ થઈ છે, છેલ્લાં 2 વીકથી હીરાના કારખાનામાં વીકમાં 2 દિવસની રજા શરૂ થઈ છે. રફની શોર્ટ સપ્લાયને કારણે તૈયાર હીરાની માંગમાં ધીમે ધીમે વધારો થયો હતો. ત્યાં ફરી અમેરિકાના બાયર્સ નવો ફતવો લાવ્યા છે. આ હીરા અને જ્વેલરી રશિયાની રફમાંથી તૈયાર કરાતી નથી તેવું બિલમાં લખાણ અમેરિકાના બાયર્સ ભારતના ઉદ્યોગકારો પાસે માંગી રહ્યાં છે. જેથી વેપારીઓની સ્થિતિ કફોડી બની છે. સાથે જ વેપારીઓને એવું પણ કહેવામાં આવ્યું છે કે, રશિયાના રફમાંથી બનેલી જ્વેલરીની ખરીદી નહીં કરવામાં આવે. અને જો ખબર પડશે કે, રશિયાની રફમાંથી આ હીરા તૈયાર કરાયા હતા તો તેવા વેપારીઓને અમેરિકાના બાયર્સ પ્રતિબંધિત કરી દેશે.

અમેરિકાના વેપારીઓએ સુરતના હીરા ઉદ્યોગકારોને કહ્યું, ‘આ હીરા રશિયાની રફમાંથી નથી બન્યા તેવું લેખિતમાં આપો.’ અમેરિકાની આ માંગછી સુરતના વેપાર પર અસર પડી રહી છે. બિલમાં લખાણ આપવા માગણી કરતાં વિવાદ શરૂ થયો છે. આ કારણે છેલ્લાં 2 સપ્તાહથી હીરાના કારખાનામાં અઠવાડિયામાં 2 દિવસની રજા શરૂ થઈ છે. રશિયાની રફમાંથી તૈયાર કરાયેલી જ્વેલરીની ખરીદી કરવાનો અમેરિકાએ ઈન્કાર કરી રહ્યાં છે. જો પાછળથી ખબર પડશે કે, રશિયાની રફમાંથી આ હીરા તૈયાર કરાયા હતા તો તેવા વેપારીઓને અમેરિકન બાયર્સ બેન કરી દેશે તેવુ જણાવ્યું.

સુરતનો ડાયમંડ ઉદ્યોગ સમગ્ર દેશ સહિત વિશ્વમાં પ્રખ્યાત છે. દુનિયાના 10 ડાયમંડ પૈકી નવ સુરતમાં તૈયાર થાય છે ત્યારે કોરોનામાં સુરતનો હીરા ઉદ્યોગ પડી ભાંગ્યો હતો. જોકે ત્યાર બાદ પરિસ્થિતિ સુધરતા હીરા ઉદ્યોગ પાટે ચડ્યો હતો. જો કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાએ સૌથી મોટી રફ સપ્લાય કરનારી અલરોઝા કંપની પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેને કારણે રફની ડિમાન્ડ સૌથી મોટી ઉભી થઇ છે. સુરતના હીરા ઉદ્યોગમાં રફની અછતના કારણે હીરા ઉદ્યોગની પરિસ્થિતિ કથળી છે હાલ જે રીતે રફની અછત વર્તાઈ રહી છે જેને ધ્યાનમાં લઇને હીરાના માલિકો દ્વારા કામના કલાકો ઘટાડી દેવામાં આવ્યા છે. રત્ન કલાકારો પાસેથી આઠ કલાક કામ લેવાના બદલે ફક્ત છ કલાક કામ લઇ રહ્યા છે સાથોસાથ શનિ અને રવિ બન્ને દિવસોએ રજા જાહેર કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news