શું LRD-PSI ભરતીમાં પણ કૌભાંડ છે? રાજકોટ પોલીસે 2ની ધરપકડ કરી થયા ચોંકાવનારા ખુલાસા
ગુજરાતમાં હાલ ભરતી ભ્રષ્ટાચારનો અખાડો બની ચુકી હોય તેવું ચિત્ર બની રહ્યું છે. એક પછી એક પેપર ફુટી રહ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આ મુદ્દાઓને પ્રકાશમાં લાવે છે. આખરે સરકાર ખાંડા ખખડાવીને ભરતીઓ રદ્દ કરી દે છે. જો કે આ રદ્દ થયેલી ભરતીઓ વર્ષો સુધી લટકેલી રહે છે. તેવામાં યુવરાજસિંહ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે, 2014 પછી થયેલી તમામ ભરતીઓની CBI તપાસ કરાવવામાં આવે. તેવામાં 2014 પછી થયેલી તમામ ભરતીઓમાં કૌભાંડ થયું હોવાની શક્યતા સેવાઇ રહી છે.
Trending Photos
ગાંધીનગર : ગુજરાતમાં હાલ ભરતી ભ્રષ્ટાચારનો અખાડો બની ચુકી હોય તેવું ચિત્ર બની રહ્યું છે. એક પછી એક પેપર ફુટી રહ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આ મુદ્દાઓને પ્રકાશમાં લાવે છે. આખરે સરકાર ખાંડા ખખડાવીને ભરતીઓ રદ્દ કરી દે છે. જો કે આ રદ્દ થયેલી ભરતીઓ વર્ષો સુધી લટકેલી રહે છે. તેવામાં યુવરાજસિંહ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે, 2014 પછી થયેલી તમામ ભરતીઓની CBI તપાસ કરાવવામાં આવે. તેવામાં 2014 પછી થયેલી તમામ ભરતીઓમાં કૌભાંડ થયું હોવાની શક્યતા સેવાઇ રહી છે.
બીજે ક્યાંય પણ ઉમેદવારોની લાલચ નો લાભ લઇ કોઈએ પૈસા પડાવ્યા હોય તો સંબંધિત જિલ્લા/ શહેર પોલીસ નો સંપર્ક કરવો અથવા ભરતી બોર્ડ નો નીચેના નંબર પર ઓફિસ સમય દરમ્યાન સંપર્ક કરવો.
9104654216
8401154217
7041454218
સમય સવારે 10:30 થી સાંજે 6.00 સુધી#LRDS
— Hasmukh Patel (@Hasmukhpatelips) January 16, 2022
તેવામાં રાજકોટમાં ચોંકાવનારી બાબત સામે આવી છે. જેમાં પોતે મંત્રીની ભત્રીજી હોવાનું કહીને એક વ્યક્તિને જણાવ્યું હતું કે, તમારે શારીરિક કસોટી આપવાની નથી કે લેખિત કસોટી પણ આપવાની નથી સીધો જ PSI તરીકે તમારી ભરતી કરાવી આપીશ. આવી લાલચ આપીને એક વ્યક્તિ પાસે 1.10 લાખની માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જો કે આ અંગે હાલ પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. એક વ્યક્તિ છેતરાઇ ગયા બાદ અચાનક તે છેતરાયો હોવાનું લાગતા તેણે ગાંધીગ્રામ પોલીસનો સંપર્ક કર્યો હતો. અત્રે નોંધનીય છે કે, ક્રિષ્ના ભરડવા નામની યુવતી પોતે મંત્રીની ભત્રીજી હોવાની ઓળખ આપતી હતી. ભરતી બોર્ડમાં ડાયરેક્ટ કોન્ટેક્ટ હોવાનું કહીને નાણા ઉઘરાવી રહી હોવાનું પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે. આ ઉપરાંત ક્રિષ્ના નાણા લઇને સીધી જ વિદેશ જતી રહેવાની વેતરણમાં હોવાનો ઘટસ્ફોટ પણ પોલીસ તપાસમાં થયો છે. જો કે હાલ તો પોલીસે પ્રાથમિક તપાસમાં આટલા તથ્યો સામે આવ્યા છે.
હું પહેલા દિવસથી ઉમેદવારોને ચેતવી રહ્યો હતો કે ભરતીમાં શારીરિક કે લેખિત કસોટીમાં ખોટી રીતે પાસ કરવાનો અવકાશ નથી માટે કોઈ લાલચ માં આવશો નહીં. છતાં પણ આ ઉમેદવારો લાલચમાં આવીને આમાં ફસાયા છે. ખુશીની વાત છે કે રાજકોટ શહેર પોલીસે ત્વરિત પગલા લઇ બે લોકોની ધરપકડ કરી છે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) January 16, 2022
પોલીસ દ્વારા આરોપી ક્રિષ્ના ભરડવા અને જેનિશ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. આ પોલીસ કૌભાંડ સમગ્ર સૌરાષ્ટ્રવ્યાપી હોવાનું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે. અત્રે નોંધનીય છે કે, આ અંગે માહિતી મળતા જ ભરતી બોર્ડ વતી હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે આવી કોઇ પણ લાલચમાં આવવું નહી. આવી રીતે ભરતી શક્ય નથી. જે વ્યક્તિ પાસ થાય તે પોતાની મહેનત થકી જ થઇ શકશે. અત્રે નોંધનીય છે કે, હાલ ગૃહમંત્રીએ પણ ટ્વીટ કરીને આવી કોઇ જ લાલચમાં નહી આવવા માટેની નાગરિકોને અપીલ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે