રાજ્યમાં મહાનગર પાલિકાઓની પ્રિ-મોન્સૂન કામગીરી હવામાં ઊડી ગઈ, ભારે વરસાદમાં ધોવાઈ ગયા તંત્રના દાવા

ગુજરાતમાં ચોમાસુ જામી ગયું છે. રાજ્યમાં એક તરફ વરસાદ પડી રહ્યો છે, બીજીતરફ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદ, રાજકોટ, સુરત, ગાંધીનગર કે વડોદરા અનેક મહાનગર પાલિકાઓના દાવોઓ ખોટા સાબિત થયા છે. વરસાદને કારણે રસ્તાઓમાં ખાડા પડી ગયા છે. પાણી ભરાયા છે. 
 

રાજ્યમાં મહાનગર પાલિકાઓની પ્રિ-મોન્સૂન કામગીરી હવામાં ઊડી ગઈ, ભારે વરસાદમાં ધોવાઈ ગયા તંત્રના દાવા

અમદાવાદઃ ચોમાસું નજીક હોય ત્યારે મહાનગર પાલિકાનું તંત્ર પ્રિ-મોન્સૂન કામગીરી આરંભી દેતું હોય છે. અને આ કામગીરી માટે લોકોના ટેક્સના કરોડો રૂપિયાનો ધૂમાડો કરવામાં આવે છે. જે બાદ પાલિકાના અધિકારીઓ પ્રિ-મોન્સૂન કામગીરીના મોટા મોટા દાવા કરતા હોય છે. પરંતુ આ દાવા કેટલાં સાચા હોય છે, તેવી પોલ મેઘરાજાએ ખોલી નાંખી છે. રાજ્યની મહાનગર પાલિકોની કેવી છે કામગીરી અને કેવી રીતે ખૂલી ગઈ છે આ કામગીરીની પોલ, જોઈએ આ અહેવાલમાં... 

રાજ્યની મહાનગર પાલિકાએ કરેલા પ્રિ-મોન્સૂન કામગીરીની વાત કરીએ તે પહેલા તમે આ 3 દ્રશ્યો જોઈ લો... આ દ્રશ્યો પરથી જ તમે અંદાજો લગાવી શકશો કે આપણા કરોડો રૂપિયાના ટેક્સના પૈસા ક્યાં વપરાયા છે. સૌથી પહેલા દ્રશ્યો રાજ્યના પાટનગર ગાંધીનગરના છે. ગાંધીનગરને સ્માર્ટ શહેર ગણવામાં આવે છે. પરંતુ મેઘરાજાએ આ સ્માર્ટ સિટીની પાલિકાના પોકળ દાવાને ધૂળધાણી કરી નાંખ્યા છે. તો બીજા દ્રશ્યો છે અમદાવાદના... અમદાવાદની તો વાત થાય એમ નથી કેમ કે પાલિકાએ અમદાવાદમાં એવી કામગીરી કરી છે કે રસ્તા પર ભૂવા નથી પડતાં. પરંતુ ભૂવામાં આખે આખા રસ્તા પડી જાય છે. આ બધાની વચ્ચે સંસ્કારીનગરી વડોદરા કેમ પાછળ રહી છે. કેમ કે વડોદરામાં પણ હળવા વરસાદમાં જ ક્યાં ભૂવા પડ્યા છે, તો ક્યાંક રસ્તા બેસી ગયા છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 1, 2024

હવે સૌથી પહેલાં વાત કરીએ રાજ્યના પાટનગર ગાંધીનગરની... આપણે ગાંધીનગર શહેરમાં પ્રવેશ કરીએ એટલે તે બહારથી ખૂબ જ સુંદર દેખાઈ છે. સ્વચ્છ રસ્તા, રસ્તા આજુબાજુની હરિયાળી તમારું મન મોહી લે. પરંતુ આ જ સુંદર શહેરની એક ગંદી તસવીર પણ છે. અને આ ગંદી તસવીર બીજા કોઈ નહીં, પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓએ જ બનાવી છે. કેમ કે ગાંધીનગર શહેર હળવા વરસાદમાં જ ભૂવાનગર બની ગયુ છે. રસ્તા પર એવા ભૂવા પડ્યા કે તેમાં કાર ગરકાવ થઈ. એટલું જ નહીં સાંસદ પરશોત્તમ રૂપાલાના ઘર સામે જ પડેલા ભૂવામાં વીજળીના થાંભલો પડ્યો. આટલાથી ઓછું સેક્ટર 2માં રસ્તા પર ખાડો પડતાં તેમાં મસમોટું ડમ્પર જ ફસાઈ પડ્યું... 

તંત્રએ કરેલા ધૂળ જેવા કામની સમીક્ષા કરવા મેયર મીરાબેન પટેલ સેક્ટર 3માં પહોંચ્યા, પરંતુ તંત્રની કામગીરીથી અકળાયેલા લોકો મેયર પર જ વરસ્યા અને બધો જ ગુસ્સો ઠાલવી દીધો... (થોડું એમ્બિયન્સ સાથે જવા દેવું) 

મેઘરાજાએ જો સૌથી બદતર હાલત કોઈ શહેરની કરી હોય તો તે છે અમદાવાદ શહેર... કેમ કે અમદાવાદ મનપાએ એટલું બોગસ કામ કર્યુ છે કે હવે લોકોનું જીવવું હરામ થઈ ગયુ છે. હવે આ શહેર એવું થઈ ગયુ છે કે અહીં રસ્તા ખાડા નથી પડતાં, પરંતું ખાડામાં આખા રસ્તા ધસી પડે છે. (3006 zk ahd shela cctv avn jt) તો પાલિકાના આશીર્વાદ છે કે જેવો વરસાદ થશે કે રસ્તા પર પાણી ભરાઈ જશે. રવિવારે પણ આવું જ થયું. એટલું જ નહીં વરસાદને 20 કલાક જેટલો સમય વીત્યો છતાં પણ પાણી ઓસર્યા નથી. 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 1, 2024

તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, તે શેલા વિસ્તારના છે. અહીં કરોડો રૂપિયામાં ફ્લેટ અને બંગલો વેંચાય છે. ત્યારે કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ અહી એવી હાલત છે કે વરસાદ રોકાય છે, છતાં પાણી ઓસરતા નથી. અમદાવાદ માત્ર વરસાદના પાણીની સમસ્યા નથી, રસ્તા પણ માથાનો દુખાવો છે. કેમ કે ક્યારે ક્યો રસ્તો ધડામ થઈને બેસી જશે, તેનો કોઈ અંદાજ લગાવી શકાય નહીં. 

હવે જુઓ વડોદરા મહાનગર પાલિકાની કામગીરી... સામાન્ય વરસાદે જ મહાનગર પાલિકાની પોલ ખોલી નાંખી છે. કેમ કે માત્ર અઢી ઇંચ વરસાદમાં શહેરમાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે. તો ક્યાંક આખો રસ્તો બેસી ગયો છે. પાલિકા ડ્રેનેજ લાઈનનું કામ બતાવવા માટે રસ્તા ખોદી દે છે. પરંતુ કામ પત્યા બાદ તેનું યોગ્ય પુરાણ કરાતું નથી. બસ આ જ કારણે વડોદરાના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 1, 2024

રવિવારે ધોધમાર વરસેલા વરસાદે મહાનગર પાલિકાના પોકળ દાવા ઉઘાડા પાડી દીધા છે. આપણી પાસેથી ટેક્સના કરોડો રૂપિયા ઉઘરાવ્યા બાદ તંત્રએ કેવી કામગીરી કરી છે. તેની સાબિતી વરસાદ બાદની સ્થિતિ પરથી સ્પષ્ટ છે. ત્યારે હવે આશા રાખીએ કે તંત્ર આ સ્થિતિથી સબક લે અને જનતા માટે જાગે અને થોડી સારી કામગીરી કરે..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news