વડોદરામાં પાવર કટની ઉઠી બૂમો, MGVCL ના એમડીએ કહ્યું- રાજ્યમાં પાવર કટની સ્થિતિ...

વડોદરા સહિત રાજ્યમાં પાવર કટની બૂમો ઉઠી રહી છે, ત્યારે વડોદરામાં MGVCLના એમડીએ પ્રેસ કોન્ફરન્સ કરી પાવર કટની વાતો અફવા હોવાનું કહ્યું, સાથે જ વડોદરા સહિત રાજ્યમાં પાવર કટની કોઈ પણ સ્થિતિ ન હોવાની સ્પષ્ટતા કરી

વડોદરામાં પાવર કટની ઉઠી બૂમો, MGVCL ના એમડીએ કહ્યું- રાજ્યમાં પાવર કટની સ્થિતિ...

રવિ અગ્રવાલ/ વડોદરા: વડોદરા સહિત રાજ્યમાં પાવર કટની બૂમો ઉઠી રહી છે, ત્યારે વડોદરામાં MGVCLના એમડીએ પ્રેસ કોન્ફરન્સ કરી પાવર કટની વાતો અફવા હોવાનું કહ્યું, સાથે જ વડોદરા સહિત રાજ્યમાં પાવર કટની કોઈ પણ સ્થિતિ ન હોવાની સ્પષ્ટતા કરી. તેમજ લોકોને વીજ કટની અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ પણ કરી.

ગુજરાતમાં વીજળીની કટોકટીની સ્થિતિ હોવાની ખબરો વચ્ચે આજે મધ્યગુજરાત વીજ કંપની લિમિટેડના એમ.ડી તુષાર ભટ્ટે પત્રકાર પરિષદ યોજી મીડિયાને માહિતી આપી, જેમાં MGVCLના વિસ્તારોમાં કોઇ પણ વીજ કટોકટી નથી તેમ જણાવી, એવી પરિસ્થિતિ પણ નહીં ઉદ્દભવે તેવી આશા વ્યક્ત કરી હતી. સાથે જ લોકોને આવી અફવા પર ધ્યાન ન આપવા અપીલ પણ કરી. સાથે જ અઠવાડિયામાં સ્થિતિ વધુ સુધારા પર આવશે તેમ પણ કહ્યું હતું.

એમડી તુષાર ભટ્ટે વધુમાં કહ્યું કે ખેડૂતોને ખેતીમાં દિવસમાં 30-30 મિનિટ વીજકાપ કરવામાં આવી રહ્યો છે જે સ્થતિ પણ અઠવાડિયામાં સુધરી જશે. સાથે જ કહ્યું મે જીસેક પ્લાન્ટ કાર્યરત કરવા યુદ્ધના ધોરણે કામગીરી કરાઈ રહી છે.  જે પ્લાન્ટ શરૂ થતાં જ તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. હાલમાં જીસેકના 6 પ્લાન્ટ ચાલે છે, બે થી ત્રણ દિવસમાં વધુ 4 પ્લાન્ટ કાર્યરત થશે. MGVCL ના વિસ્તારોમાં હાલમાં રોજ 1600 મેગાવોટ વીજળીની જરૂર છે, જે અત્યારે મળી પણ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news