કરવા ચોથ સ્પેશિયલ: અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર, ચાંદની જેમ ખીલી ઉઠશે ત્વચા

કરવા ચોથનો દિવસ પરિણીતાઓ માટે ખાસ હોય છે. એમાં પણ જ્યારે કોઈ નવી નવેલી દુલ્હનનું પહેલુ કરવા ચોથનું વ્રત હોય, ત્યારે તો આ દિવસ તેના માટે ખૂબ જ મહત્વનો બની જાય છે.

કરવા ચોથ સ્પેશિયલ: અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર, ચાંદની જેમ ખીલી ઉઠશે ત્વચા

ઝી બ્યૂરો: કરવા ચોથનો દિવસ પરિણીતાઓ માટે ખાસ હોય છે. એમાં પણ જ્યારે કોઈ નવી નવેલી દુલ્હનનું પહેલુ કરવા ચોથનું વ્રત હોય, ત્યારે તો આ દિવસ તેના માટે ખૂબ જ મહત્વનો બની જાય છે. હવે તો કુંવારી છોકરીઓમાં પણ મનગમતા માણિગરને મેળવવા માટે કરવા ચોથનું વ્રત રાખવાનો ટ્રેન્ડ છે. કરવા ચોથનું વ્રત સાજ-શણગાર વગર અધુરુ છે. આ માટે મહિલાઓ મોંઘા મોંઘા બ્યુટી પ્રોડક્ટ ખરીદીને પણ અપ-ટુ-ડેટ રહેવાનો પ્રયાસ કરે છે. અહીં અમે તમને કેટલાક એવા ઘરગથ્થુ ઉપચાર જણાવવા જઈ રહ્યા છે, જેનો ઉપયોગ કરીને તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકશો. આ ઘરગથ્થુ ઉપચારથી મેકઅપ વગર પણ તમારી ત્વચા સુંદર લાગશે.

ટામેટાનો રસ
તડકામાં વધુ સમય સુધી રહેવાના કારણે ત્વચામાં ટેનિંગની સમસ્યા સર્જાય છે. જેના કારણે તમારા રંગમાં તફાવત આવવા લાગે છે અને સુંદરતા ઓછી થવા લાગે છે. ટેનિંગની અસર ઓછી કરવાનો એક ઘરગથ્થુ સરળ ઉપચાર છે. જેની મદદથી તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકશો અને સોફ્ટ, ગ્લોઈંગ સ્કીન બનાવી શકશો.
આ માટે એક કાચુ ટામેટુ લો. તેની છાલ કાઢીને બે ચમચી દહીની સાથે ટામેટા મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર 20 મિનિટ સુધી રહેવા દો. પછી પાણીથી ધોઈ લો.

હળદર-ચણાના લોટનો પેક
ત્વચા માટે હળદર અને ચણાનો લોટ બંને ગુણકારી છે. હળદર અને ચણાના લોટના રોજિંદા ઉપયોગથી ટેનિંગની સમસ્યા દૂર થાય છે અને ત્વચા ગોરી થવા લાગે છે.
આ પેક બનાવવા માટે એક ચમચી હળદરમાં થોડો ચણાનો લોટ મિક્સ કરી લો. સાથે જ થોડુ દૂધ મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ત્વચા અને બોડી પર લગાવો. પેસ્ટ સૂકાઈ જાય એટલે હુંફાળા પાણીથી ધોઈ લો.

બટાકાનો રસ અને કાકડીનો રસ
જે મહિલાઓને આંખની નીચે બ્લેક સર્કલ કે કાળા ડાઘા છે તેમના માટે આ ઘરગથ્થુ ઉપચાર રામબાણ છે. ત્વચાની સારસંભાળ માટે કોઈપણ વ્યક્તિ બટાકા અને કાકડીના રસનો ઉપયોગ દરરોજ કરે, તો પરિણામ સારુ જોવા મળે છે. ડાર્ક સર્કલથી છૂટકારો મેળવવા માટે કાકડીના રસને દરરોજ આંખની નીચે લગાવો. 15 મિનિટ પછી ચહેરાને પાણીથી ધોઈ લો. જ્યારે  બટાકાનો રસ બ્લીચ જેવુ કામ કરે છે. જેનો સ્કિન ટોન ડાર્ક છે,  તેઓ બટાકાનો રસ દરરોજ લગાવે તો, ઝડપથી ફાયદો થાય છે. બટાકા અને કાકડીના રસને મિક્સ કરીને પણ લગાવી શકાય છે.

ત્વચાની સારસંભાળમાં આ વાતોનું ધ્યાન રાખવુ જરૂરી
નિયમિત રૂપે કરો મસાજ- ચહેરાના બ્લડ સર્ક્યુલેશનને યથાવત્ રાખવા માટે ફેસ મસાજ નિયમિત રૂપે કરવી જરૂરી છે.
હેલ્ધી ડાયટ અપનાવો- ખોરાકમાં હેલ્ધી ડાયટનો સમાવેશ કરો. જેમ કે, સલાડ, રાયતુ, શાક, દાળ, રોટલી, ચોખા, ફળનું સેવન નિયમિત કરો.
પૂરતી ઊંધ લો- અપૂરતી ઊંઘ ખૂબ જ હાનિકારક છે. અપૂરતી ઊંઘની અસર ત્વચા પર અને લાંબાગાળે સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. આંખની નીચે કાળા સર્કલ બની જાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news