ગુજરાતમાં નદીકાંઠાના વિસ્તારમાં બેફામ બન્યા ખનીજ ચોર! શું ખનીજ માફિયાઓ સાથે અધિકારીઓની સાઠગાંઠ છે?

ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં ખનીજ ચોર બેફામ બન્યા હોવાની માહિતી સામે આવી છે. તાલુકાના અનેક વિસ્તારોમાં બેફામ થઈ રહેલી ખનીજ ચોરીનો વિડિયો વાયરલ થયો છે, જેણા કારણે તંત્ર સહિત નેતાઓમાં ખળભળાટ મચ્યો છે.

Trending Photos

ગુજરાતમાં નદીકાંઠાના વિસ્તારમાં બેફામ બન્યા ખનીજ ચોર! શું ખનીજ માફિયાઓ સાથે અધિકારીઓની સાઠગાંઠ છે?

નવનીત દલવાડી/ભાવનગર: રાજ્યમાં અનેક વખત ખનીજ ચોરો બેફામ બનવાના અહેવાલો સામે આવતા હોય છે અને સરકારી તંત્રનો ડર ના હોય તેમ ખુલ્લેઆમ ખનીજ ચોરી કરતા હોય છે. તંત્રની બાજ નજર છતાં જિલ્લામાં રેતીની ખનન અને ખાણ ખનીજ ચોરીના વધતા જતા બનાવો સ્થાનિક તંત્ર અને ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓની મીઠી નજરને કારણે છે. જેથી ખાણ ખનીજ ચોરી અટકાવવા હવે સોશિયલ મીડિયામાં અનેક વીડિયો વાયરલ થતા હોય છે.  

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં ખનીજ ચોર બેફામ બન્યા હોવાની માહિતી સામે આવી છે. તાલુકાના અનેક વિસ્તારોમાં બેફામ થઈ રહેલી ખનીજ ચોરીનો વિડિયો વાયરલ થયો છે, જેણા કારણે તંત્ર સહિત નેતાઓમાં ખળભળાટ મચ્યો છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે ગ્રામ્ય વિસ્તારમાં પૂરપાટ ઝડપે ગાડી દોડાવતા ખનીજ માફીયાઓ લોકોને પણ ગાંઠતા નથી. ખનીજ માફીયાઓના વાહન સાથે ટકરાઈને અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા છે. તેમ છતાં અહેવાલ પ્રસારિત થતાં તંત્ર નહિવત્ કામગીરી દેખાડી આરામ ફરમાવતા હોવાના અનેક આક્ષેપો થઈ રહ્યા છે. તાલુકાના અનેક ક્ષેત્રોમાં રેતી ચોરી કરતા ખનન માફિયાઓ વિરુદ્ધ ક્યારે કાર્યવાહી થશે તેના વિશે જનતા જવાબ માંગી રહી છે. સેંકડો વાહનો સાથે નદીકાંઠા વિસ્તારમાં થઈ રહેલી બેફામ ખનીજ ચોરીનો વિડિયો વાયરલ થયો છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) May 23, 2022

નોંધનીય છે કે, થોડા સમય પહેલા ભાવનગરના તળાજા તાલુકાના પીંગળી ગામ નજીક પણ નદીમાંથી ઘણા સમયથી રેતી ચોરી કરવામાં આવતી હતી. આ અંગની જાણ વિભાગના અનેક અધિકારીઓને કરવામાં આવી હતી. જેમાં ગેરકાયદે રેતી ભરેલા 7 ટ્રેકટર ઝડપી લીધા હતા. ખાણ-ખનીજ વિભાગે આશરે 150 મેટ્રીક ટન આશરે રૂ. 50 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લામાં દરીયા કિનારે તેમજ શેત્રુંજી નદીમાં કેટલીક જગ્યાએ ખનીજ માફીયાઓ દ્વારા ખનીજ ચોરી કરવામાં આવી રહી હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે, ત્યારે ખનીજ ચોરી અટકાવવા માટે સરકારી તંત્રએ કડક પગલા લેવા જરૂરી છે તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાઈ રહ્યુ છે. ગેરકાયદે ખનીજ ચોરીના પગલે સરકારી તિજોરીને મોટુ નુકશાન થતુ હોય છે ત્યારે ખનીજ ચોરી અટકાવવી જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news