missing

ગુજરાત પોલીસ પરિવારને લાગ્યું ગ્રહણ, PI ના પત્ની બાદ હવે અમદાવાદના ASI ની પુત્રી ગુમ

પહેલા PI ના પત્ની સ્વીટી પટેલ (Sweety Patel) ગુમ થયા હવે અમદાવાદના ASI ના પુત્રી સાસરિયાના (In-Laws) ત્રાસથી ગુમ થયા છે. ત્યારે કૃષ્ણનગર પોલીસે ભરૂચના PI સહિત સાસરિયા વિરૂદ્ધ દહેજ (Dowry) ઘારા હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે

Jul 21, 2021, 04:40 PM IST

સાસરિયાના ત્રાસથી ASI ની પુત્રી ગુમ, પિતાના નામે છોડ્યો હૃદયસ્પર્શી ઓડિયો...

સાસરિયાઓના ત્રાસથી ગુમ થયેલ એએસઆઈના પુત્રી છેલ્લાં પાંચ દિવસથી ગુમ છે. સુરેન્દ્રનગરની કેનાલ પાસે છેલ્લુ લોકેશન મળ્યા બાદ ભારે તપાસ બાદ પણ તેઓ મળ્યા નથી. પરંતુ એક પિતાના નામે દીકરીએ છોડેલી છેલ્લી ઓડિયો ક્લિપના અંશો સામે આવ્યા છે. જેમાં એક દીકરીએ પિતાના નામે અત્યંત હૃદયદ્રાવક વાત કરી છે.  

Jul 21, 2021, 03:53 PM IST

પાવાગઢના જંગલમાં મળી લાશ, પોસ્ટમોર્ટમ કરવા પહાડ પર ચઢ્યા ડોક્ટરો

 • હાલોલનો યુવક 11 જુલાઈએ રહસ્યમય સંજોગોમાં પાવાગઢ જંગલથી ગુમ થયો હતો
 • મિત્રો સાથે ફરવા ગયેલા યુવકની લાશ આઠ દિવસ બાદ જંગલમાંથી મળી આવી 

Jul 18, 2021, 11:04 AM IST

‘એ મને મરવાની બીક બતાવે છે, હવે મરીને જ બતાવું...’કહીને અમદાવાદના ASI ના પુત્રી ગુમ

મહિલા અત્યાચારના બનાવો વધી રહ્યા છે. તેનો ગ્રાફ સતત વધી રહ્યો છે. જેમાં ગુજરાત પણ બાકાત નથી. અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનના એએસઆઈના પુત્રી ‘હું મરવા માટે જઉ છું’ કહીને ગુમ થયા છે. તેમણે પિતાના નામે ઓડિયો ક્લિપ છોડી છે. જેમાં પોતાની સ્થિતિ વર્ણવી હતી. તો બીજી તરફ, પોલીસે તેમના

Jul 17, 2021, 08:14 AM IST

Social Media ની મદદથી પોલીસ ગુમ બાળકના માતાપિતા સુધી પહોંચી

 • સોશિયલ મીડિયાની મદદથી પંચમહાલની કાકણપુર પોલીસે દિશાચૂક થયેલ મુકબધિર બાળકનો પરિવાર સાથે ભેટો કરાવ્યો
 • પોલીસે સોશિયલ મીડિયાનો સહારો લેતા કિશોરના ફોટા અને પ્રાથમિક વિગતો સોશિયલ મીડિયામાં વાયરલ કરી
 • પોતાના મુકબધિર દીકરાને પોલીસની મદદથી હેમખેમ પરત મેળવતા લાલજીભાઈ ભાવવિભોર બન્યા

Jul 9, 2021, 10:38 AM IST

વડોદરા : PI ની ગુમ પત્નીને શોધવા પોલીસે દહેજના ગામો ખૂંદ્યા, રોજના 40 જેટલા ફોન આવે છે

 • રોજના પોલીસને 40થી વધુ ફોન મળી રહ્યા છે, જેમાં લોકો સ્વીટી પટેલ વિશે અલગ અલગ માહિતી આપી રહ્યાં છે
 • છેલ્લાં દહેજમાં જોવા મળ્યા હોવાના સમાચાર મળતા પોલીસે દહેજના ગામો ખૂંદવાનું શરૂ કર્યું છે

Jul 8, 2021, 08:28 AM IST

13 વર્ષની વયેઘરેથી ભાગેલી ઊંઝાની કિશોરી મળી, બે દિવસનું નવજાત બાળક તેના ખોળામાં રમતું હતું

 • એસઓજી અને એએચટીયુની ટીમે આરોપીનું ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાના પરાસિયામાંથી લોકેશન મેળવ્યું હતું. જેમાં સગીરા મળી આવી
 • ઊંઝાનો આ કિસ્સો અનેક માતાપિતા માટે લાલબત્તી સમાન છે. તેમણે હવે પોતાના સંતાનો પર નજર રાખવાનો સમય આવી ગયો

Jul 6, 2021, 12:35 PM IST

વડોદરામાં SOG પીઆઈના પત્ની એક મહિનાથી ગુમ, શોધવા પેમ્ફ્લેટ પણ છપાવ્યા

 • પીઆઇ અને સ્વિટીબેને પ્રેમલગ્ન કર્યાં હતાં. ત્યારે કેમ તેઓ પોતાના માસુમ દીકરા અને પતિને છોડીને જતા રહ્યા
 • સ્વીટીબેનના ગાયબ થયાની રિપોર્ટ તેમના ભાઈએ લખાવી હતી. જોકે, આ મામલો અનેક શંકાઓ પેદા કરે છે

Jul 6, 2021, 08:10 AM IST

સિવેજની સફાઇ માટે ઉતરેલા 3 શ્રમજીવી ગુમ, વિશાળ ખાડો ખોદીને તમામને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં આજે બપોરના સમયે દર્દનાક ઘટના બની હતી. સિવરેજ લાઇનની સફાઇ માટે અંદર ઉતરેલા ત્રણ શ્રમજીવીનું ગુંગળાઇ જવાના કારણે મોત નિપજ્યું હતું. કોન્ટ્રાક્ટરની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. કોન્ટ્રાક્ટર દ્વારા કોઇ પ્રકારનાં સેફ્ટીના સાધનો વગર જ ઉતારવામાં આવ્યા હતા. હાલ ત્રણેય મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધારે તપાસ હાથ ધરવામાં આવી છે. દાદરાનગર હવેલીના સેલવાસ નજીક ડોકમરડી વિસ્તારમાં સિવેજની સફાઇ માટે પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું હતું. 

Jul 1, 2021, 09:11 PM IST

ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના ત્રાસથી કંટાળેલો યુવક ચીઠ્ઠી લખીને ગુમ થયો

કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ સહિત 11 લોકોના ત્રાસથી કંટાળેલા યુવક ચીઠ્ઠી લખીને ગુમ થયો છે. કરજણના હિતેશ વાળંદ નામના યુવાને ‘આત્મહત્યા કરું છું...’ તેવી ચીઠ્ઠી લખીને ગુમ થયો છે. હિતેશ વાળંદનો આરોપ છે કે, ધારાસભ્ય તેમની પાસેથી નાણાંની માંગણી કરી માનસિક ત્રાસ આપતા હતા. ધારાસભ્યનો પુત્ર સહિત 11 લોકોને મારી મોત માટે જવાબદાર ગણજો તેવું યુવાને ચીઠ્ઠીમાં લખ્યું છે. 

Jun 16, 2021, 01:17 PM IST

બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ગુમ થયેલા પોતાના 400 સૈનિકોની ગુજરાતમાં શોધખોળ કરશે અમેરિકા

બીજા વિશ્વ યુદ્ધ, કોરિયાઇ યુદ્ધ, વિયતનામ યુદ્ધ, શીત યુદ્ધ અને ઇરાક અને ફારસની ખાડી યુદ્ધો સહિત અમેરિકાના ગત સંઘર્ષો દરમિયાન ગુમ થયેલા સૈનિકોના અવશેષોની શોધીને તેમની ઓળખ કરી તેમને પરત લાવવાનો પ્રયત્ન કરશે. 

May 31, 2021, 07:27 AM IST

VADODARA: રસીકરણનાં નામે આડેધડ કેમ્પો વચ્ચે સામે આવી વિચિત્ર ઘટના, સમગ્ર દેશની પહેલી ઘટના

કોરોનાને નાથવા માટે નિયમોના પાલનમાં ઢીલા પડેલા તંત્રએ રસીકરણના નામે આડેધડ કેમ્પો અને સામાજીક સંગઠનો સાથે મોટા પ્રમાણમાં આયોજન તો કરી નાખ્યું પરંતુ પછી જે થયું કે તેવી ઘટના ભારતમાં પહેલીવાર નોંધાઇ છે

Apr 4, 2021, 04:16 PM IST

ઇંડોનેશિયા: જકાર્તાથી ઉડાન ભરતાં જ ફ્લાઇટ સાથે તૂટ્યો સંપર્ક, 59 મુસાફરો હતા સવાર

જકાર્તાથી જે વિમાન ગાયબ થયું છે તે પણ બોઇંગનું 737 મેક્સ સીરીઝનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વિમાનની સુરક્ષાને લઇને પહેલાં પણ સવાલ ઉભા થયા છે. 

Jan 9, 2021, 05:17 PM IST

મહેસાણા બેંકનો કર્મચારી બેંક પર આરોપ લગાવી ગુમ, સામે આવ્યું ધિરાણ કૌભાંડ

* મહેસાણા અર્બન બેંક વિવાદ માં સપડાઈ
* બેંક કર્મચારી ભરત પટેલ ગુમ થતા વિવાદ સર્જાયો
* ભરત પટેલે ચેરમેન સામે આક્ષેપો કરતી સુસાઇડ નોટ લખી ગાયબ
* ગુમ થવાના વિવાદો વચ્ચે ધિરાણ કૌભાંડ ના આક્ષેપ
* બેંક નું રાજકારણ બેંક ને બદનામ કરવા માં જવાબદાર હોવાનું અનુમાન

Sep 29, 2020, 10:48 PM IST

પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનના 2 અધિકારી આજ સવારથી ગુમ

પાકિસ્તાનમાં ભારતીય હાઈ કમિશનના બે અધિકારીઓ આજે સવારથી ગુમ છે. બંને ભારતીય અધિકારીઓ સવારે હાઈ કમિશનમાં કામ કરવા માટે નીકળ્યા હતાં. ભારતે પાકિસ્તાન સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે. ભારતે પાકિસ્તાનની ઓથોરિટીને સંપર્ક કર્યો છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા ભારતીય ડેપ્યુટી હાઈ કમિશનર ગૌરવ આહલુવાલિયાને ઈસ્લામાબાદમાં પરેશાન કરવામાં આવ્યાં હતાં. 

Jun 15, 2020, 11:31 AM IST

અમદાવાદ: સિવિલનાં કોવિડ સેન્ટરમાંથી રજા અપાયા બાદ યુવાન ગુમ થયો !

કોરોનાના કહેર વચ્ચે સિવિલ હોસ્પિટલમાં આવેલી કોવિડ 19 હોસ્પિટલનાં દર્દીને રજા આપવામાં આવ્યા બાદ ગુમ થઇ જતા ચકચાર મચી ગઇ છે. 27 મેના રોજ રજા આપવામાં આવ્યા બાદ અજયસિંહ દશરથસિંહ રાજપુત ગુમ થઇ ગયા હતા. જેના પગલે શાહીબાગ પોલીસ સ્ટેશન ટ્રોમા પોલીસ ચોકીને આ અંગે જાણ કરવામાં આવી છે. જેના પગલે પોલીસ દ્વારા હાલ પ્રાથમિક રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી.

Jun 13, 2020, 06:35 PM IST

ગુમ વિદ્યાર્થીઓ નેપાળ બોર્ડરથી મળ્યા, નોટબુકમાં દેશ વિરોધી લખાણોથી પોલીસ દોડતી થઇ !

રાજ્યના પડોસમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાંથી દસ દિવસ અગાઉ ગુમ થયેલા વિદ્યાર્થીના મામલે પોલીસને મોટી સફળતા મળી છે. દસ દિવસથી ગુમ થયેલ વિદ્યાર્થી બિહાર અને નેપાળની બોર્ડર પરથી મળી આવ્યો છે. દસ દિવસ અગાઉ ઘરેથી ટ્યુશન જવાનું કહીને ગૂમ થયેલા વિદ્યાર્થીના માતા પિતાએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જોકે ત્યારબાદ વિદ્યાર્થીની અનેક  નોટબુક પાછળ દેશ વિરોધી માનસિકતા ધરાવતું લખાણ અને દુનિયાના મોટા આતંકી સંગઠનો અને આતંકવાદીઓના નામ પણ  લખેલા મળ્યા હતા.

Mar 9, 2020, 11:55 PM IST
Savdhan Gujarat: Surat Baby Girl Dead Body Missing PT3M

સાવધાન ગુજરાતઃ કબરમાંથી બાળકીનો મૃતદેહ જ ગાયબ

તમારા ઘરમાંથી સોનું, ચાંદી, રૂપિયા જેવા કિંમતી માલસામાનની ચોરીના કિસ્સા તો આપ સૌ કોઈએ સાંભળ્યા હશે...પણ શું આપે કબરમાંથી મૃતદેહ ચોરી થવાની વાત ક્યારેય સાંભળી છે?....જીહા આજે તમને એક એવો કિસ્સો બતાવવા જઈ રહ્યા છે...જેમાં એક કબરમાંથી મૃતદેહ જ ગાયબ થઈ ગયો...શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં,...

Jan 23, 2020, 11:55 PM IST

ભરૂચ: દહેજમાંથી ગુમ 6 વર્ષીય બાળકનો દેહ મળ્યો, સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય થયાની આશંકા

ભરૂચનાં દહેજના વડદલા ગામમાંથી ગુમ 6 વર્ષના બાળક ક્રિષ્ના વીરેન્દ્ર પ્રજાપતિની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બાળક ગત રોજ બપોરે 12.30 વાગ્યાથી ગુમ હતો અને પરિવાર શોધખોળ કરી રહ્યું હતું. દરમિયાન બાળક છેલ્લે મિથુન કેવટ નામનાં યુવક સાથે જોવા મળ્યો હોવાથી તેની પુછપરછ બાદ નજીકની રેસીડેન્સીનાં પહેલા માળે આવેલા બાથરૂમમાંથી બાળકની લાશ મળી આવી હતી. હાલ બાળકનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો. જો કે બાળકને સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ હત્યા કરી દેવામાં આવી હોવાની આશંકા સેવાઇ રહી છે. 

Jan 19, 2020, 07:10 PM IST

નિત્યાનંદ વિવાદ: આશ્રમમાંથી ગુમ નિત્યનંદિતા અને તત્વપ્રિયાએ જમૈકામાંથી કર્યું એફિડેવિટ

નિત્યાનદ આશ્રમ વિવાદ મામલો આશ્રમમાંથી ગુમ થયેલી નિત્યનદિતા અને તત્વ પ્રિયાએ આજે ગુજરાત હાઇકોર્ટમાં જમાઈકા દેશમાંથી ઈન્ડીયન હાઈકમીશન સામે એફિડેવિટ કરી કોર્ટમાં રજુ કરવામાં આવ્યું. જેમાં તેમણે જણાવ્યું છે કે તેમના પિતા જનાર્દન શર્માથી તેમના જીવને જોખમ છે. હાલ તેઓ સુરક્ષિત છે, જો કે બંને બહેનોએ એફીડેવીટમાં તેમણે 5 જેટલી શરતો મૂકી છે. જો તે માનવામાં આવે તો તેઓ ભારત આવી કોર્ટ સમક્ષ હાજર રહેવા તેયાર છે. 

Jan 16, 2020, 08:45 PM IST