મોડાસા એડિશનલ સેશન્સ કોર્ટે બળાત્કારના આરોપીને ફટકારી ફાંસીની સજા

અરવલ્લી જિલ્લાની રચના બાદ જિલ્લામાં પ્રથમવાર બળાત્કાર કેસમાં ફાંસીની સજા ફટકારાઈ છે.

Updated: Sep 12, 2018, 08:45 PM IST
મોડાસા એડિશનલ સેશન્સ કોર્ટે બળાત્કારના આરોપીને ફટકારી ફાંસીની સજા
બળાત્કારનો આરોપી

સમિર બલોચ/અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાં બળાત્કારના આરોપીને ફાંસીની સજા સંભળાવાઈ છે. મોડાસા એડિશનલ સેશન્સ કોર્ટે બળાત્કારના કેસમાં ફાંસીની સજા ફટકારી છે. 2014માં મોડાસાના લીંભોઈ ગામના નરાધામ દિનેશ વસાવાએ 8 વર્ષની બાળકી સાથે આ કૃત્ય આચર્યું હતું. આરોપી દિનેશ વસાવાએ બાળકીને ચોકલેટ આપવાના બહાને બોલાવી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કેસમાં પોસ્કો અને દુષ્કર્મ કેસમાં મોડાસા સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. મહત્વનું છે કે અરવલ્લી જિલ્લાની રચના બાદ જિલ્લામાં પ્રથમ બળાત્કાર કેસમાં પ્રથમ વખત ફાંસીની સજા ફટકારાઈ છે.