બિપોરજોય અને તૌકતે કરતા વધુ ભયાનક વાવાઝોડું ગુજરાતમાં, એવી અસર કરશે કે વિનાશ વેરશે

Cyclone Alert Heavy Rain : ગુજરાતનું મહાકાય ડીપ ડિપ્રેશન ભયંકર સાયક્લોનમાં ફેરવાશે, કચ્છ પર છે વાવાઝોડાની આંખ, આ આંખ સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર તબાહી મચાવશે... કચ્છ અને સૌરાષ્ટ્ર માટે આજનો દિવસ છે ભારે 
 

બિપોરજોય અને તૌકતે કરતા વધુ ભયાનક વાવાઝોડું ગુજરાતમાં, એવી અસર કરશે કે વિનાશ વેરશે

cyclone Asna Alert : ગુજરાતીઓ બચી ગયા.... રાજ્ય માટે રાહતના સમાચાર એ છે કે એમપીથી ગુજરાત પહોંચેલું ડીપ ડીપ્રેશન હવે ભયંકર સાયક્લોનમાં ફેરવાશે. 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની વચ્ચે ગુજરાતમાં કચ્છમાં સાયક્લોનની આંખ બની રહી છે. આ ડીપ ડીપ્રેશન ધીમેધીમે પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે. 31મી બાદ ડીપ ડીપ્રેશન સાયક્લોનમાં ફેરવાઈને ઓમાન પર ત્રાટકશે. ગુજરાતમાં હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડએલર્ટ જાહેર કરાઈ છે. ગુજરાત માટે રાહતના સમાચાર એ છેકે ડીપ્રેશન ગુજરાત પરથી નીકળી ગયા બાદ સાયક્લોનમાં ફેરવાશે. 

રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદને કારણે સ્થિતિ વણસી છે. રાજ્યમાં 28 લોકોના મોત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર વાત કરી છે, જ્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાત પર 'ડીપ ડિપ્રેશન' રચાયું છે. જેના કારણે રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે. 

ગુજરાતના વડોદરામાં સ્થિતિ વણસી જતાં સેનાએ ચાર્જ સંભાળ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારો અને બહુમાળી ઈમારતોમાં ફસાયેલા લોકોને હેલિકોપ્ટર દ્વારા ફૂડ પેકેજ પહોંચાડવામાં આવ્યું છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન પાકિસ્તાન તરફ જઈ રહ્યું છે. જે ભયંકર સાયક્લોનમાં ફેરવાઈ જશે. જે 2 તારીખની રાતે ઓમાનમાં ટકરાશે. જોકે ત્યાં સુધી એની ગતિ ઓછી થઈ જાય તેવી પૂરી સંભાવના છે. પાકિસ્તાન અને ઓમાન વચ્ચે આ વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરશે.

સૌરાષ્ટ્રમાં ભારે તબાહી
હાલમાં આ 'ડીપ ડિપ્રેશન' સૌરાષ્ટ્ર પર કેન્દ્રિત છે. જેના કારણે કચ્છ અને જામનગરની સાથે દ્રારકામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીમાં જણાવાયું છે કે સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના છે. આ સાથે 55 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. 

હાલમાં જામનગર અને દ્વારકા પરનું ડિપ્રેશન હવે ઉત્તર, મધ્ય, ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજા ખમૈયા કરશે, પરંતુ હજુ પણ 48 કલાક સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હાલ ડીપ્રેશન કચ્છના અખાત પર થઈને અરબી સમુદ્રમાં પહોંચ્યું છે અને હવે તે જામનગર અને દ્વારકા પર સ્થિર થયું છે જેના કારણે સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.

image

 

IMDએ પણ એલર્ટ જાહેર કર્યું 
IMD એ કચ્છ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર માટે રેડ એલર્ટ રાખ્યું છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં ફરી એકવાર સૌરાષ્ટ્ર અને કચ્છના 11 જિલ્લામાં 29 ઓગસ્ટે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ડિપ્રેશન અરબી સમુદ્ર અને પાકિસ્તાન તરફ આગળ વધવાની પણ આશંકા છે. જ્યારે ગુજરાતમાં વરસાદ શરૂ થયો હતો. ત્યારે હવામાન વિભાગે સાયક્લોનિક સરક્યુલેશનની આશંકા વ્યક્ત કરી હતી. 

 

 

હવામાન વિભાગે રાજ્યમાં 29 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે અને 42 હજારથી વધુ લોકોને બચાવીને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. ગુજરાત માટે રાહતના સમાચાર એ છે કે આ સાયક્લોનની ઓછી અસર ગુજરાત પર થશે. આજે અને કાલે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news