વડોદરાના કલેક્ટર હોવાની સાથે એક માતા પણ છે શાલિની અગ્રવાલ, 15 કલાકની ડ્યુટી પછીનો બધો સમય બાળકોને આપે છે

વડોદરાના કલેક્ટર હોવાની સાથે એક માતા પણ છે શાલિની અગ્રવાલ, 15 કલાકની ડ્યુટી પછીનો બધો સમય બાળકોને આપે છે
  • મધર્સ ડે પર એક એવા મહિલા આઈ.એ.એસ અધિકારીની વાત કરીશુ, જેઓ કોરોના મહામારીમાં 15 કલાકની ફરજ બજાવ્યા બાદ પોતાના બાળકોનો ઉછેર પણ સારી રીતે કરી રહ્યાં છે

રવિ અગ્રવાલ/વડોદરા :કહેવાય છે કે માતાના પ્રેમનું ઋણ ચૂકવી શકાતુ નથી. માનો પ્રેમ, ત્યાગ અને તપસ્યાના બદલે આપણે કંઇ પણ કરી લઇએ તે હંમેશા ઓછું જ રહેશે. આપણને આ દુનિયામાં લાવનાર અને એક સારું વ્યક્તિત્વ આપનાર માતા પ્રત્યે સમ્માન અને પ્રેમ વ્યક્ત કરવા માટે કોઇ વિશેષ દિવસની જરૂર નથી, પરંતુ મધર્સ ડે આપણને આપણી લાગણીઓ વ્યક્ત કરવાનું બહાનું અને તક ચોક્કસપણે આપે છે. આ કારણથી દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે દુનિયાભરમાં મધર્સ ડે મનાવવામાં આવે છે. ત્યારે મધર્સ ડે (Mothers Day) એ એક એવા મહિલા આઈ.એ.એસ અધિકારી (IAS officer) ની વાત કરશુ, જેઓ કોરોના મહામારીમાં ફરજની સાથે પોતાના બાળકોનો ઉછેર પણ સારી રીતે કરી રહ્યાં છે. 

15 કલાક કામ કરે છે વડોદરા કલેક્ટર, બાળકો માટે બહુ જ ઓછો સમય બચે છે 
આ છે વડોદરાના કલેક્ટર (vadodara collector) શાલિની અગ્રવાલ, કે જેવો આઈ.એસ.અધિકારી હોવાના સાથે બે બાળકોના માતા પણ છે. શાલિની અગ્રવાલને સંતાનમાં 7 વર્ષનો બાળક અથર્વ અને 5 વર્ષની બાળકી આદ્રિકા છે. કોરોના મહામારીના કારણે તેવો દિવસના 15-15 કલાક કામ કરે છે, જેના કારણે બાળકોને વધુ સમય નથી આપી શકતા. તેમ છતાં બાળકોને જેટલો સમય આપે છે તે દરમિયાન તે માત્ર બાળકો પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે.

આ પણ વાંચો : સુરતમાં વધુ એક ઈન્જેક્શન કૌભાંડ, 40 હજારનું ટોસિલિઝુમેબ 2.70 લાખમાં વેચનાર નર્સ પકડાઈ

ઘરથી નીકળતા બાળકોનું શિડ્યુલ બનાવીને નીકળે છે શાલિની અગ્રવાલ
મધર્સ ડેના ખાસ પ્રસંગે શાલિની અગ્રવાલ (shalini agrawal) કહે છે કે, હું ઘરેથી નીકળું છું ત્યારે મારા બંને બાળકોનું શિડ્યુલ તૈયાર કરીને જાઉં છું. બાળકોને ક્યારે જમવું, કઈ કઈ પ્રવૃત્તિઓ કરવી, શું ભણવું આ તમામ બાબતો હું અગાઉથી તૈયાર કરી દઉં છું. બાળકોને ભણવાની સાથે સાથે હું તેમને તમામ મોજશોખ પૂરા કરાવું છું. 

બાળકોને સ્પોર્ટસ એક્ટિવિટી કરાવે છે 
કોરોના મહામારીમાં શાલિની અગ્રવાલ બાળકો સાથે ઘરેથી બહાર નથી નીકળતા, પણ તે પોતે ઘરે જ બાળકો સાથે રમે છે. દિવસભરનું કામ પૂરું કર્યા બાદ કલેક્ટર શાલિની અગ્રવાલ જ્યારે પોતાના ઘરે જાય છે ત્યારે બાળકોને તેમને ગળે લાગે છે. કલેક્ટર શાલિની અગ્રવાલ રાત્રે ઘરે ગયા બાદ ગાર્ડનમાં વોક કરે છે, તેમની સાથે કેરમ રમે છે, તેમને સ્કેટિંગ કરાવે છે. શાલિની અગ્રવાલ પોતાના બાળકોને ભણવાની સાથે અન્ય પ્રવૃત્તિઓ પણ કરાવે છે. જેમાં સ્પોર્ટ્સની પ્રવૃત્તિ, સ્વિમિંગ કરાવે છે. તો તેમને પિયાનો અને ડાન્સના ક્લાસ પણ કરાવે છે. 

બાળકો સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરે છે 
તેમનો દીકરો અથર્વ બોલિવુડ ડાન્સ શીખે છે, જ્યારે આદ્રિકા ભરતનાટ્યમ્ નૃત્ય શીખે છે. શાલિની અગ્રવાલ સવારે ઘરથી નીકળતા સમયે બાળકો સાથે નાસ્તો કરે છે, બપોરે બાળકો સાથે જ જમે છે, પરંતુ બાળકો સાથે રાત્રે તેવો ડિનર ના લઈ શકતા હોવાનું તેમને દુઃખ પણ છે. શાલિની અગ્રવાલ કહે છે કે, બાળકો સાથે હંમેશા સકારાત્મક વાતો કરવી જોઈએ. હંમેશા બાળકો સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવો જોઈએ. સાથે જ તેઓ કહે છે કે તેમના બાળકો હંમેશા તેમને સાથ સહકાર આપે છે. હેરાન નથી કરતાં.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news