Viral Video: ભારતને કોરોનાથી બચાવવા માટે આ દેશના લોકોએ કર્યા ઓમ નમ: શિવાયના જાપ, વીડિયો જોઈને ગદગદ થશો

દુનિયાભરના અનેક દેશો ભારતની મદદ માટે આગળ આવ્યા છે અને તમામ ભારતીયોની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા છે. 

Updated By: May 9, 2021, 01:19 PM IST
Viral Video: ભારતને કોરોનાથી બચાવવા માટે આ દેશના લોકોએ કર્યા ઓમ નમ: શિવાયના જાપ, વીડિયો જોઈને ગદગદ થશો

નવી દિલ્હી: ભારત હાલ કોરોના વાયરસ સંક્રમણ સામે ઝઝૂમી રહ્યું છે. બીજી લહેરે ગત વર્ષની સરખામણીમાં વધુ કહેર વર્તાવ્યો છે. દરરોજ દર્દીઓની સંખ્યામાં ખુબ ઉછાળો જોવા મળી રહ્યો છે. હોસ્પિટલોમાં જગ્યા નથી અને ઓક્સિજનની કમીથી બધા પરેશાન છે. દુનિયાભરના અનેક દેશો ભારતની મદદ માટે આગળ આવ્યા છે અને તમામ ભારતીયોની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા છે. ઈઝરાયેલમાં પણ ભારતીયો માટે જાપ કરવામાં આવ્યા છે. 

ઓમ નમ: શિવાયના જાપથી ગૂંજ્યો સંસાર
ઈઝરાયેલમાં  ભારતીયોની સુરક્ષા માટે ઓમ નમ: શિવાયના જાપ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે પણ ભાવિભોર થઈ જશો. આ વીડિયોમાં સ્પષ્ટરીતે જોઈ શકાય છે કે કોઈ જાહેર જગ્યા પર ઈઝરાયેલી લોકો ભેગા થઈને કોવિડ-19થી ભારતીયોની સુરક્ષા માટે ઓમ નમ: શિવાયના જાપ કરી રહ્યા છે. આ વાયરલ વીડિયોએ બધાના મન જીતી લીધા છે. 

સાચી પ્રાર્થનાથી જલદી મળશે આરામ
આ વીડિયોમાં લોકો નાચતા, ગાતા અને ઝૂમતા જોવા મળે છે. ઈઝરાયેલ હાલમાં જ કોરોના મુક્ત જાહેર થયું છે અને તે તો બધા જાણે કે ભારત અને ઈઝરાયેલના સંબંધ ખુબ મિત્રતાપૂર્ણ છે. બંને દેશો એકબીજાના સુખ દુખમાં સામેલ થાય છે. આવામાં ઈઝરાયેલનો આ પ્રયત્ન ખુબ પ્રશંસનીય છે. 

Chinese Rocket: ચીનનું બેકાબૂ થયેલું રોકેટ આખરે આજે આ જગ્યાએ જઈને પડ્યું

આ વીડિયોને અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયોની કેપ્શનમાં લખ્યું છે કે ગેટ વેલ સૂન ઈન્ડિયા, બ્લેસિંગ ફ્રોમ ઈઝરાયેલ. જેના પર 4 હજારથી વધુ લોકો કોમેન્ટ કરી ચૂક્યા છે. 

Corona Update: દેશમાં સતત ચોથા દિવસે કોરોનાના 4 લાખથી વધુ નવા કેસ, મૃત્યુનો આંકડો પણ ચિંતાજનક

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube