મ્યૂકોરમાઈકોસિસને કારણે હવે તમારા ચહેરાની સુંદરતા નહિ બગડે, આવી ગઈ નવી સર્જરી
બીજી લહેરમાં અચાનક ફગણાની જેમ ફૂટી નીકળેલા મ્યુકરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસ રોગે અનેક લોકોનું જીવન તહેસનહેસ કરી નાખ્યું. કોવિડ-19ની બીજી લહેર પછી જોવા મળેલી આ ખતરનાક બીમારીના લીધે અનેક દર્દીઓએ જડબા, દાંત અને આંખો ગુમાવવાનો વારો આવ્યો. આવા દર્દીઓને આશાનું નવું કિરણ આપવાના હેતુથી મ્યુકરમાઈકોસિસ રિહેબિલિટેશન સોસાયટી ઓફ ઈન્ડિયા નામની સંસ્થા ઈમિડિયેટ ફંક્શનલ લોડિંગ (આઈએફએલ) તરીકે ઓળખાતી એક નવીનતમ સારવાર લઈને આવી છે. આ સારવારની મદદથી દર્દીઓને રોજબરોજ પડતી મુશ્કેલીઓમાં છૂટકારો મળશે અને તેઓ ફરીથી સામાન્ય જીવન જીવી શકશે તેવો દાવો કરાયો છે.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ :બીજી લહેરમાં અચાનક ફગણાની જેમ ફૂટી નીકળેલા મ્યુકરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસ રોગે અનેક લોકોનું જીવન તહેસનહેસ કરી નાખ્યું. કોવિડ-19ની બીજી લહેર પછી જોવા મળેલી આ ખતરનાક બીમારીના લીધે અનેક દર્દીઓએ જડબા, દાંત અને આંખો ગુમાવવાનો વારો આવ્યો. આવા દર્દીઓને આશાનું નવું કિરણ આપવાના હેતુથી મ્યુકરમાઈકોસિસ રિહેબિલિટેશન સોસાયટી ઓફ ઈન્ડિયા નામની સંસ્થા ઈમિડિયેટ ફંક્શનલ લોડિંગ (આઈએફએલ) તરીકે ઓળખાતી એક નવીનતમ સારવાર લઈને આવી છે. આ સારવારની મદદથી દર્દીઓને રોજબરોજ પડતી મુશ્કેલીઓમાં છૂટકારો મળશે અને તેઓ ફરીથી સામાન્ય જીવન જીવી શકશે તેવો દાવો કરાયો છે.
આ પણ વાંચો : #WorldLionDay : આ છે ગીર જંગલનો સૌથી હેન્ડસમ સિંહ, પ્રવાસીઓ પણ એક ઝલક જોવા માટે હોય છે તલપાપડ
ગુજરાતમાં મ્યુકોરમાઈકોસિસથી 656 મોત
ઈમિડિયેટ ફંક્શનલ લોડિંગ સારવાર અંગે માહિતી આપતા મ્યુકરમાઈકોસિસ રિહેબિલિટેશન સોસાયટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ ડો. કિરણ પટેલે જણાવ્યું હતું કે, તાજેતરના આંકડા મુજબ ગુજરાતમાં કોવિડ-19 મ્યુકરમાઈકોસિસ ઈન્ફેક્શનના 6,731 કેસો નોંધાયા છે. આ ચેપથી જીવ ગુમાવનાર લોકોની સંખ્યાના મામલે ગુજરાત 656 દર્દીઓના મૃત્યુ સાથે બીજા ક્રમે છે. જે દર્દીઓએ આ ચેપના કારણે જડબા, દાંત અને આંખો જેવા મહત્વના અંગો ગુમાવવા પડ્યા છે. તેઓ દુઃખદાયક અને કંટાળાજનક જિંદગી જીવી રહ્યા છે. નવીનતમ ઈમિડિયેટ ફંક્શનલ લોડિંગ (આઈએફએલ) સારવારની મદદથી દર્દી એક જ અઠવાડિયામાં સામાન્ય જીવન તરફ પાછો વળી શકે છે. તે આરામથી ભોજન ચાવી શકે છે અને બોલવામાં પણ કોઈ તકલીફ પડતી નથી. ઉપરાંત, તેના ચહેરાના દેખાવમાં પણ નોંધપાત્ર ફેરાફાર થાય છે અને વ્યક્તિ વધુ યુવાન લાગે છે.
સર્જરી વગર સારવાર
ઈમિડિયેટ ફંક્શનલ લોડિંગ સારવાર હેઠળ ડોક્ટર્સ ઓબ્ટ્યુરેટરની મદદથી ફિક્સ્ડ ટૂથ અને બોન ફિક્સ્ચર અને ત્યારબાદ તેના પર પ્રોસ્થેસિસ મૂકીને આંખનો ડોળો, નાક, કાન જેવા કોસ્મેટિક અંગો મૂકે છે. સર્જરી વિનાની આ સારવારમાં ચારથી પાંચ દિવસનો સમય લાગે છે અને તેમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડતી નથી. એક વખત કામચલાઉ સારવાર પૂરી થઈ જાય પછી દર્દીએ ત્રણ મહિના પછી ફરીથી ચેકઅપ કરાવવું પડે છે. જો દર્દીને મ્યુકરમાઈકોસિસનો કોઈ ચેપ ન જણાય તો પછી કાયમી નિરાકરણ લાવવામાં આવે છે. જેથી તે ફરીથી સામાન્ય જીવન જીવી શકે. આઈએફએલ સારવારનો ખર્ચ રૂ. 50,000થી રૂ. પાંચ લાખ સુધીનો આવી શકે છે. આ ખર્ચને મેડિકલ ઈન્શ્યોરન્સ કવર હેઠળ આવરી લેવા માટે સંસ્થા સરકારને રજૂઆત કરવાની યોજના બનાવી રહી છે.
આ પણ વાંચો : અજગર વાંદરાનું આખું બચ્ચું ગળી ગયો અને પછી સલવાયો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે