Nadiad Court ના બે મહત્વના ચુકાદા: જુદી જુદી બે દુષ્કર્મની ઘટનાના આરોપીઓને અજીવન કેદની સજા

નડિયાદ કોર્ટે આજે બે મહત્વાના ચૂકાદા આપ્યા છે. બે અલગ અલગ દુષ્કર્મની ઘટનાના આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. નડિયાદની યુરો સ્કૂલના શિક્ષકને દુષ્કર્મના કેસમાં આજીવન કેસની સજા ફટકારી છે. જ્યારે પોતાની સગી દીકરી સાથે બળાત્કાર ગુજારવાના કેસમાં પિતાને આજીવન કેદની સજા ફટકારી છે.
Nadiad Court ના બે મહત્વના ચુકાદા: જુદી જુદી બે દુષ્કર્મની ઘટનાના આરોપીઓને અજીવન કેદની સજા

યોગિન દરજી/ નડિયાદ: નડિયાદ કોર્ટે આજે બે મહત્વાના ચૂકાદા આપ્યા છે. બે અલગ અલગ દુષ્કર્મની ઘટનાના આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. નડિયાદની યુરો સ્કૂલના શિક્ષકને દુષ્કર્મના કેસમાં આજીવન કેસની સજા ફટકારી છે. જ્યારે પોતાની સગી દીકરી સાથે બળાત્કાર ગુજારવાના કેસમાં પિતાને આજીવન કેદની સજા ફટકારી છે.

દુષ્કર્મ કેસમાં શિક્ષકને આજીવન કેદ
નડિયાદની યુરો સ્કુલના શિક્ષકને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ધોરણ 8ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ ગુજારવાના કેસમાં શિક્ષક મનીષ પરમારને નડિયાદ કોર્ટે આજીવન કેસની સજા ફટકારી છે. 13 જૂલાઈ 2020 ના રોજ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. આરોપી શિક્ષક કે સગીર વિધાર્થિનીને પ્રેમપત્ર મોકલાવવા, તેની છેડતી કરવી, જેવી અનેક ઘટનાઓને અંજામ આપ્યો હતો. જે બાદ સગીર વિધાર્થિની સાથે શાળાના ટોયલેટમાં જ દુષ્કર્મ ગુજારતા સમગ્ર મામલો પોલીસ મથક પહોંચ્યો હતો. 

દીકરી પર બળાત્કાર કેસમાં પિતાને આજીવન કેદ
ખેડામાં દીકરી અને પિતાના સંબંધ પર કલંક લગાવતો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં પોતાની સગી દીકરી સાથે બળાત્કાર ગુજારવાના કેસમાં નડિયાદ કોર્ટે પિતાને આજીવન કેદની સજા ફટકારી છે. નડિયાદ કોર્ટે આરોપી વિનોદ ઉર્ફે ડગરી ચંદુભાઈ ચૌહાણને આજીવન કેદની સજા ફટકારી છે. વિનોદ ડગરી વર્ષ 2009 માં અમદાવાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં કેસનો આરોપી રહી ચૂક્યો છે.

વારંવાર ધમકી આપી ગુજાર્યો બળાત્કાર
જેણે વર્ષ 2020માં પેરોલ પર છૂટ્યા બાદ પોતાની સગી દીકરીને ડરાવી-ધમકાવી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. કેસમાંથી છૂટવા માટે ભુવાએ બાધા આપી હોવાનું બહાનુ બતાવી સગી દીકરી સાથે વારંવાર ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. સમગ્ર બાબતે દીકરીએ મહેમદાવાદ પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા ગુનો નોંધાયો હતો. નડિયાદ સેશન્સ કોર્ટે પોસ્કો એકમાં નોંધાયેલ ગુનામાં સજા ફટકારી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news