નાનુ વાનાણીનો ચાર પાનાંનો પત્ર ભાજપીઓમાં ચર્ચાનો વિષય! કહ્યું; 'ઐતિહાસિક જીત છતાં કાર્યકરોની ઉદાસીનતાને કારણે ઓછું મતદાન'

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે રસપ્રદ રહી હતી. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ગુજરાતમાં જંગ રહેતો હોય છે, પરંતુ આમ આદમી પાર્ટીએ મજબૂતાઈથી પ્રચાર પ્રસાર કરી ત્રિપાખ્યો જંગ ઉભો કર્યો હતો. જેને કારણે વધુમાં વધુ મતદાન થાય એવી સંભાવના રાજકીય પંડિતો જોઈ રહ્યા હતા.

નાનુ વાનાણીનો ચાર પાનાંનો પત્ર ભાજપીઓમાં ચર્ચાનો વિષય! કહ્યું; 'ઐતિહાસિક જીત છતાં કાર્યકરોની ઉદાસીનતાને કારણે ઓછું મતદાન'

નવસારી: ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપને ઐતિહાસિક જીત મળી અને માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડી 156 બેઠકો પર ભગવો લહેરાવ્યો છે. આ વખતની ચુંટણીમાં ત્રિપાંખિયો જંગ હતો, તેમ છતાં 7.76 ટકા ઓછું મતદાન થયુ હતું. ભાજપની ઐતિહાસિક જીત છતાં ઓછુ મતદાન થવા પાછળ ભાજપના કાર્યકર્તાઓની વિવિધ મુદ્દે ઉદાસીનતા જવાબદાર હોવાની ચિંતા ભાજપના જ પૂર્વ મંત્રી નાનુ વાનાણીએ એક 4 પાનાંના પત્ર દ્વારા વ્યક્ત કરી છે. ભાજપી કાર્યકરોને સાર્વજનિક પત્ર લખતા જ વાયરલ થઈ રહ્યો છે અને જૂના ભાજપીઓમાં ચર્ચાનો વિષય પણ બન્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે રસપ્રદ રહી હતી. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ગુજરાતમાં જંગ રહેતો હોય છે, પરંતુ આમ આદમી પાર્ટીએ મજબૂતાઈથી પ્રચાર પ્રસાર કરી ત્રિપાખ્યો જંગ ઉભો કર્યો હતો. જેને કારણે વધુમાં વધુ મતદાન થાય એવી સંભાવના રાજકીય પંડિતો જોઈ રહ્યા હતા. પરંતુ તેનાથી વિપરીત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઓછું મતદાન થયુ હતુ. ભાજપ સામે બે મજબૂત પક્ષો તેમજ મોંઘવારી, બેરોજગારી, એન્ટીઇંકમબંસી જેવા ઘણા મુદ્દાઓ હોવા છતાં મતદારોએ ભાજપને જનાદેશ આપ્યો છે. જેમાં ભાજપ એ માધવસિંહ સોલંકીનો 149 બેઠકોનો રેકોર્ડ તોડી 156 બેઠકો પર ભગવો લહેરાવ્યો છે. 

જોકે ભાજપની જીત પછી ઓછા મતદાન પાછળ કાર્યકરોની ઉદાસીનતા હોવાનું ભાળી ભાજપના જ કાર્યકર અને પૂર્વ મંત્રી નાનુ વાનાણીએ એક 4 પાનાનો સાર્વજનિક પત્ર કાર્યકરોને લખ્યો છે. જેના પાછળ તેમણે ઘણા મુદ્દાઓને ટાંક્યા છે, જેમાંથી એક કાર્યકરો વ્યક્તિ કેન્દ્રી એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર દારોમદાર રાખી રહ્યા છે, જે સંગઠનને શાશ્વત રાખવામાં મુશ્કેલી ઊભી કરી શકેની ચિંતા વ્યક્ત કરી છે. 

બીજી તરફ " સત્યમેવ જયતે " જ્યાં સત્ય હોય ત્યાં વિજય હોય. પરંતુ ભાજપમાં નવું કલ્ચર જોવા મળી રહ્યું છે કે, જય એ જ સત્ય એની પણ એમણે ચિંતા કરી છે. સાથે જ કાર્યકરોને કોંગ્રેસની 1985 પછીની સ્થિતિ બતાવી ચેતવવાનો પ્રયાસ પણ કર્યો છે કે, જે સમયે કોંગ્રેસનો સૂર્ય તપતો હતો એ સમયે ભાજપે એના કાંગરા કરાવી નાખ્યા હતા. જેથી વિજયનો ઉન્માદ યોગ્ય નથી. કાર્યકરોએ આ મુદ્દે ચિંતન કરવાની જરૂર છે. 

નાનુ વાનાણીનો આ પત્ર ભાજપના જુના જોગીઓને ગમ્યો છે અને એના ઉપર ચર્ચાઓ પણ શરૂ થઈ છે. ખાસ કરીને આયાતી નેતાઓ અથવા નવા સવા આવેલાઓને પાર્ટીમાં આગવું સ્થાન મળી જતા જુના જોગીઓ દુભાતા હોય છે. પરંતુ વિચારધારાને કારણે કાર્યકરો આજે પણ પાર્ટી સાથે જોડાયેલા રહ્યા છે અને આ ચિંતન દ્વારા પક્ષને મજબૂત બનાવવાનો એમણે આશાવાદ વ્યક્ત કર્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news