નર્મદાની 458 કિલોમીટરની કેનાલ ગુજરાતમાં આત્મહત્યા કરવાનું ‘હોટ સ્પોટ’
નર્મદા નદી ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે અને તેની કેનાલ થકી રાજ્યના મોટા ભાગના ખેડૂતોને સિંચાઇનુ પાણી અને નાગરીકોને પીવાનું પાણી પુરૂ પાડે છે. પણ આજે નર્મદાની મુખ્ય કેનાલ આત્મહત્યા કરવા માટેનું મુખ્ય સ્થળ બની ચુકી છે. જેમા અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેના ભાગમાં આત્મહત્યાના બનાવોનું પ્રમાણ વધારે જોવા મળે છે.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ: નર્મદા નદી ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે અને તેની કેનાલ થકી રાજ્યના મોટા ભાગના ખેડૂતોને સિંચાઇનુ પાણી અને નાગરીકોને પીવાનું પાણી પુરૂ પાડે છે. પણ આજે નર્મદાની મુખ્ય કેનાલ આત્મહત્યા કરવા માટેનું મુખ્ય સ્થળ બની ચુકી છે. જેમા અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેના ભાગમાં આત્મહત્યાના બનાવોનું પ્રમાણ વધારે જોવા મળે છે.
નર્મદા નદીની 532 કિલોમીટર કરતાં વધારે લાંબી નહેર આત્મહત્યા કરવા માટેનું સ્પોટ બની ગઇ છે. નહેરની કુલ લંબાઇ પૈકીની 458 કિલોમીટરની નહેર ગુજરાતમાં પડે છે અને જ્યાં વર્ષે હજારો લોકો પડતુ મુકી પોતાનું જીવન ટુંકાવા છે ખાસ કરીને વાત કરીએતો આ પ્રમાણ ગાંધીનગર અને અમદાવાદ જિલ્લા માંથી પસાર થતી કેનાલમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે મળતી માહિતી પ્રમાણે જો વાત કરવામાં આવેતો છેલ્લા ચાર વર્ષમાં આ વિસ્તારમાં કેનાલમાં પડતુ મકી આત્મહત્યા કરવાના કિસ્સા બમણા થયા છે.
માત્ર ગાંધીનગર ફાયરના આંકડાઓ પર નજર કરી એ તો વર્ષ 2015માં 40,વર્ષ 2016માં 49, વર્ષ 2017માં, 80 અને વર્ષ 2018માં આ આંકડો 80 સુધી પહોચ્યો છે. બીજી તરફ ગુજરાતમાં દેશના જવાનો શહિદી વહોરે તેના કરતા વધુ યુવાનો પોતાનું જીવન આત્મહત્યા કરી વધુ ટૂંકાવી રહ્યા છે. તેવા અનેક કારમો સામે આવિય છે જેને લી મનોચીકીત્સકનું શુ માનવું છે સાંભળો
અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના એડીશનલ ચીફ ફાયર ઓફીસર રાજેશભટ્ટના જણાવ્યા પ્રમાણે અમદવાદના મઘ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાં અને કાંકરીયા તળાવમાં આત્મહત્યના બનાવ વધારે હતા જોકે નદીના બ્રીજ પર ગ્રીલ લગાડવાથી આત્મહત્યાનુ પ્રમાણ ઘટ્યુ છે. ઉપરાંત, અમદાવાદમાં પસાર થનારા લોકો અમને ચેતવણી આપે છે અથવા લોકોને સાબરમતીમાં કૂદકાવવાથી અટકાવે છે.
લોકસભા ચૂંટણી 2019: કોણ કપાશે? કોણ થશે રીપીટ? આ રહ્યું બેઠકોનું ગણિત
કાંકરીયા લેકફ્રન્ટ ડેવલપ થતાં તળાવની ફરતે દરવાજા લાગવાથી અહી આત્મહત્યાનું પ્રમાણ નહીવત થયુ છે જ્યારે ચંદોલા તળાવમાં ગીચ વસ્તી છે જે આત્મહત્યા કરતા અટકાવે છે. તેથી, આત્મહત્યાની માનસિકતા ધરાવતા લોકો નવ સ્થળ શોધે છે. રાજેશ ભટ્ટના કહેવા પ્રમાણે સાબરમતી નદીમાં ગ્રીલ લાગતાં અને કાંકરીયા ખાતે તાળા બંધી થતાં આ બંને સ્થળે આત્મહત્યા કરવી અઘરી લાગતાં જે લોકો આવેશમાં આવી ગયા હોય છે.
સુરત સાંસદ દર્શનાબેન પાસે ટ્રાફિક નિયમ ભંગ બદલ રૂપિયા 500 વસુલાયા
તે પોતનો જીવ ત્યજી દેવા માટે ગમે તે કરવા તત્પર બને છે અને એવી જગ્યાની પંસદગી કરે છે કે જ્યાં અવર જવર પ્રમાણમાં ઓછી હોય નર્મદા નદીની કેનાલ અને તેની આસપાસના વિસ્તારમાં આ પ્રકારનું વાતાવરણ મળતુ હોવાથી ત્યાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યુ છે અમદાવાદ ફાયર બ્રીગેડને જ વર્ષે 375 થી 400 કોલ પાણીમાં પડવાના મળે છે જેમાં 275 થઈ 300 કોલ સાણંદ વિરમગામ જેવા અમદાવાદ બહારના હોય છે.
એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં દર્દીઓની પથારી રોડપર, છે ગંદકીનું સામ્રાજ્ય
વધુમાં તેઓ ઉમેર છે કે જે કોલ આવે છે તેમાં મોટા ભાગના આત્મહત્યાના અને કેટલાક સેલ્ફી લેતાં પડી ગયાના પણ હોય છે, સાબરમતી નદી પર ગ્રીલ, રીવરફ્ર્ન્ટ પર સીક્યરીટીગાર્ડનો પહેરો અને કાંકરીયા તળાવની તાળે બંધી થતાં અહી પાણીમાં પડવાના કીસ્સામાં 40 ટકાનો ઘટાડો નાઁધાયો છે જો આ પ્રકારની સાવચેતી નર્મદાની કેનાલ પર રાખવામાં આવતો ત્યાં પણ આત્મહત્યા કરતા લોકોને અટકાવી શકાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે