sabarmati river

સાબરમતી નદીને પ્રદૂષિત કરતી સોસાયટીઓનો આજે હાઈકોર્ટમાં વારો પડ્યો, શું તમારું પાણી કનેક્શન કપાઈ જશે?

સાબરમતી નદીને પ્રદુષિત કરતા અટકાવવા મામલે આજે હાઈકોર્ટમાં AMC ને ટકોર કરવામાં આવી હતી. Amc એ કાપેલા કનેક્શન પર ફરી ઇન્ડસ્ટ્રીઝ શરૂ થયાનો gpcbએ જવાબ રજૂ કર્યો હતો.

Dec 24, 2021, 10:37 PM IST

ગુજરાતના અનેક વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવું આહ્લાદક વાતાવરણ; ઝીરો વિજીબલીટીથી વાહન ચાલકો પરેશાન

હવામાન વિભાગે આગામી સમયમાં ગુજરાતમાં ઠંડીની આગાહી કરી હતી. તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનો જોર વધી શકે તેવો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરી છે.

Dec 23, 2021, 09:23 AM IST

અમદાવાદને મળશે નવી ભેટ, 75 કરોડના ખર્ચે તૈયાર થશે ફૂટ બ્રિજ

અમદાવાદમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હેઠળ એક નવું નજરાણું તૈયાર થઈ રહ્યું છે. 75 કરોડના ખર્ચે ફૂટ ઓવરબ્રિજનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

Oct 18, 2021, 11:51 AM IST

અમદાવાદની શાન સાબરમતી નદી બની ગંદકીનું સામ્રાજ્ય, પાણીની જગ્યાએ જોવા મળી લીલી ચાદર

અમદાવાદ કોર્પોરેશનના સાબરમતી નદી સાફ રાખવાના દાવા પોકળ સાબિત થયા છે. હાલ નદીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તેના કારણે પર્યાવરણ પર પણ અસર થઈ રહી છે. 

Oct 18, 2021, 09:09 AM IST

AHMEDABAD: સાબરમતી નદીમાં 1 મહિનાની બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર

સાબરમતી નદીમાંથી માત્ર એક માસની બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. પૂર્વ રિવરફ્રન્ટ જમાલપુર બ્રિજ તરફના રસ્તા પર નદીના પાણીમાં એક બાળકીનો મૃતદેહ તરી રહ્યો હોવાની જાણકારી પોલીસને મળી હતી. જેથી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને બાળકીની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી હતી. 

Jul 22, 2021, 11:48 PM IST

અમદાવાદીઓ માટે વધુ એક નવું નજરાણું, સ્પોર્ટ્સ પ્રેમીઓ માટે પૂર્ણતાને આરે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ

અમદાવાદ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ (Riverfront Project) હેઠળ AMC દ્વારા અમદાવાદીઓ માટે એક નવું નજરાણું તૈયાર કરવામાં આવી રહ્યું છે. સ્પોર્ટ્સ પ્રેમી (Sports Lover) જનતા માટે અત્યાધુનિક કોમ્પલેક્ષની કામગીરી પૂર્ણતાને આરે છે

Jul 3, 2021, 03:03 PM IST

ગુજરાતના આ પ્રોફેસરે સાબરમતી નદીમાં કોરોના વાયરસ હોવાનું સૌથી પહેલા શોધી કાઢ્યું

  • સાબરમતી નદી, કાંકરિયા અને ચંડોળા તળાવમાંથી કોરોના વાયરસ મળ્યો
  • સાબરમતીના સેમ્પલમાં કોરોના વાયરસની હાજરી કેટલી ખતરનાક છે તે કહેવું હાલ મુશ્કેલ 

Jun 18, 2021, 12:38 PM IST

અમદાવાદની લાઈફલાઈન સાબરમતી નદીમાં પણ મળ્યો કોરોના વાયરસ

ગુજરાતમાં કોરોનાની સૌથી ખતરનાક અને ગંભીર ખબર સામે આવી છે. અમદાવાદની (ahmedabad) ની સાબરમતી નદી (sabarmati river) માંથી કોરોના વાયરસ મળી આવ્યો છે. સાબરમતી નદીમાંથી લેવાયેલા તમામ નમૂના કોરોનાથી સંક્રમિત નીકળ્યા છે. 

Jun 18, 2021, 09:58 AM IST

અમદાવાદમાં ફરી આયશાવાળી થતા રહી ગઈ, એસીપીએ મહિલાને સાબમરતીમાં આત્મહત્યા કરતી બચાવી

અમદાવાદમાં આયશા કેસનું પુનરાવર્તન થતાં સોમવારે પોલીસના એક અધિકારીએ અટકાવ્યું હતું. સોમવારની બપોરે સુભાષબ્રિજ પરથી નદીમાં છલાંગ લગાવતા સમયે ફરઝાનબાનુને બચાવી લેવાયા હતા અને આ બચાવ અન્ય કોઈ નહિ પણ અમદાવાદ SOG ના એસીપી બીસી સોલંકીએ કર્યો હતો. 

Mar 23, 2021, 02:39 PM IST

અમદાવાદના રિવરફ્રન્ટ પર આવી પહોંચ્યુ Seaplane, જુઓ Exclusive Pics...

સી પ્લેન ટ્રાયલને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. સાબરમતી નદીની અંદર ફાયરબ્રિગેડના અધિકારીઓ તહેનાત રાખવામાં આવ્યા હતા. ત્યારે સી પ્લેનનું પ્રથમ રૂટ પર ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું હતું

Oct 26, 2020, 03:47 PM IST

આજે સાબરમતી નદીમાં ઉતારવામાં આવી શકે છે સી પ્લેન, તૈયારીઓને અપાયો આખરી ઓપ

ગોવાથી અમદાવાદ આવવા માટે રવાના થયેલું સી પ્લેનના આગમનને લઈ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સવારથી જ ફાયર બ્રિગેડના જવાનોને રિવરફ્રન્ટ પર તૈનાત કરવામાં આવ્યા છે.

Oct 26, 2020, 09:37 AM IST
Preparations For Sea Plane On Riverfront In Ahmedabad PT4M47S

PM મોદીના સી પ્લેનની સુરક્ષાને ધ્યાને રાખીને સાબરમતી નદીમાં ફીટ કરાયા ગોયા! જાણો શું છે?

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સી પ્લેન શરૂ કરવાની તૈયારી પુર જોશમાં ચાલી રહી છે. સી પ્લેનના પાયલોટ ટેકઓફ અને લેન્ડિંગ માટે ચોક્કસ સ્થાન જોઈ શકે તે માટે સાબરમતી નદીમાં લગાવાઈ રહ્યા છે બોયા. સાબરમતી નદીમાં તરતા આ માર્કર સ્પોટની મદદથી ઉતરાણ કરતી વખતે પાયલોટ જાણી શકશે કે તેણે કયા સ્થાન પર ઉતરાણ કરવાનું છે. 

Oct 6, 2020, 11:41 PM IST

જેટી બાદ હવે ગેંગ વે બ્રિજનો વારો, સાબરમતીના કિનારે પૂરજોશમાં સી પ્લેનની તૈયારી

  • ​આ એજ બ્રિજ છે, જેના મારફતે દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) જેટી સુધી પહોંચશે. અને ત્યાંથી સી પ્લેનમાં બેસી કેવડિયા સુધીની ઉડાન ભરશે.
  • સાંકળ દ્વારા જેટીને ચારેતરફથી બાંધવામાં આવશે. જેથી જો સાબરમતી નદીમાં પાણી વધશે કે ઘટશે તો પણ જેટી પાણીના લેવલ અનુસાર ઉપર નીચે કરી શકાશે

Sep 22, 2020, 08:48 AM IST

સાબરમતી રિવરફ્રન્ટ પર યુદ્ધ ધોરણે સી પ્લેનની કામગીરી શરૂ, જેટી નદીમાં ઉતારાઈ

અમદાવાદમાં સી પ્લેનની સુવિધા શરૂ થવા જઈ રહી છે. ત્યારે અમદાવાદ રિવરફ્રન્ટ (ahmedabad river front) પર યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે

Sep 13, 2020, 03:21 PM IST

પીએમ મોદી સી પ્લેનને બતાવશે લીલીઝંડી, આ તારીખે આવશે ગુજરાત

ઓક્ટોબર માસથી ગુજરાતમાં બે સી પ્લેન રૂટ શરૂ થશે. અમદાવાદની સાબરમતી નદીથી કેવડિયા અને પાલિતાણાના શેત્રુંજય ડેમ સુધી એમ કુલ બે રૂટ શરૂ કરવામાં આવશે

Aug 29, 2020, 12:23 PM IST

ગણેશ વિસર્જનના સમયે ધ્યાનમાં રાખતા તંત્ર એલર્ટ, જાણો કયા માર્ગ કરાયા બંધ

કોરોના મહામારી અને ગણેશ વિસર્જનના સમયે ધ્યાનમાં રાખતા તંત્ર એલર્ટ થયું છે. ગણેશ વિસર્જન માટે આવતા લોકો સાબરમતી નદીના પટમાં એકઠા ન થયા તેની તકેદારી રખાઇ રહી છે. 

Aug 26, 2020, 02:27 PM IST

ધરોઈ ડેમમાં વધતા પાણીથી અમદાવાદ કલેક્ટરનો એલર્ટ રહેવા આદેશ

રાજ્યમાં પડી રહેલા સાર્વત્રિક વરસાદથી ધરોઇ ડેમમાં વધતા પાણીના પગલે અમદાવાદ કલેક્ટર કચેરીએ એલર્ટ રહેવા આદેશ આપ્યો છે. જિલ્લાના તમામ મામલતદાર, પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મનપા ડીવાયએમસી ડીઝાસ્ટર અને તાલુકા વિકાસ અધિકારીને તકેદારીના પગલાં લેવા જાણ કરી હતી.

Aug 24, 2020, 03:47 PM IST

ઓક્ટોબરથી ગુજરાતમાં શરૂ થશે સી પ્લેન સર્વિસ, 2 રૂટ પર ઉડશે પ્લેન

ઓક્ટોબર માસથી ગુજરાતમાં બે સી પ્લેન રૂટ શરૂ થશે. અમદાવાદની સાબરમતી નદીથી કેવડિયા અને પાલિતાણાના શેત્રુંજય ડેમ સુધી એમ કુલ બે રૂટ શરૂ કરવામાં આવશે. સી પ્લેનનો ટુરિઝમનો વ્યાપક રીતે ઉપયોગ થયા છે. વિદેશોમાં સી પ્લેનનો ઉપયોગ થયા છે.

Jun 24, 2020, 04:35 PM IST
Sabarmati River Water Quality Once Again In Dispute PT4M19S

સાબરમતી નદીના પાણીની ગુણવત્તા ફરી એકવાર વિવાદમાં

અમદાવાદની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીના પાણીની ગુણવત્તાને લઇને પુનઃ વિવાદ સામે આવ્યો છે. જેમાં ખેડૂત એકતા મંચ, પર્યાવરણ સુરક્ષા સમિતી અને કેટલાક પર્યાવરણપ્રેમીઓએ પત્રકાર પરીષદ સંબોધીને સાબરમતીમાં પ્રદૂષિત અને ઝેરી તત્વોનું પ્રમાણ ખૂબ જ વધારે હોવાનું જણાવ્યુ છે. સાથે જ તેઓએ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના અધિકારીઓ સામે આ બેદરકારી બદલ ફોજદારી ગુનો દાખલ કરવાની માંગ કરી છે.

Feb 28, 2020, 06:05 PM IST