નર્મદાનો કહેર : ભરૂચના ગોલ્ડન બ્રિજે ભયજનક સપાટી વટાવી લીધી, 890 નું સ્થળાંતર કરાયું

 Narmada Dam Overflow : ભરૂચમાં નર્મદાના જળસ્તર ભયજનક સપાટી નજીક પહોંચી... નર્મદા ડેમમાંથી 5 લાખ ક્યુસેક પાણી છોડાતા ગોલ્ડનબ્રિજ ઝૂંપડપટ્ટીમાં તેમજ દાંડિયા બજાર વિસ્તારમાં પાણી ઘુસ્યા... સાવચેતીના ભાગરૂપે 180થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું

નર્મદાનો કહેર : ભરૂચના ગોલ્ડન બ્રિજે ભયજનક સપાટી વટાવી લીધી, 890 નું સ્થળાંતર કરાયું

ભરત ચુડાસમા/ભરૂચ :નર્મદાના જળસ્તર ભયજનક સપાટી નજીક પહોંચી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી વહીવટી તંત્ર સ્થળાંતરની કામગીરી શરૂ કરાઈ છે. નર્મદા ડેમમાંથી 5 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જેથી ભરૂચ શહેરમાંથી કુલ 890 લોકોનું સ્થળાંતર કરવાની જરૂર પડી છે. નર્મદાની વધતી સપાટી પર તંત્રની ચાંપતી નજર છે. જેથી નીચાણવાળઆ વિસ્તારોમાં આવેલી શાળાઓમાં તંત્ર દ્વારા રજા જાહેર કરાઈ છે. તો ઐતિહાસિક ગોલ્ડન બ્રિજની સપાટી 24 ફૂટને પહોંચી ગઈ છે. ગોલ્ડન બ્રિજની ભયજનક સપાટી 24 ફૂટ છે. 

ભરૂચમાં નર્મદાના જળસ્તર ભયજનક સપાટીએ સતત વધી રહ્યાં છે. જેને પગલે ગોલ્ડન બ્રિજ પાસેના ઝૂંપડપટ્ટી અને દાંડિયા બજારમાં પાણી ઘુસ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 134.32 મીટર પહોંચી છે. પાણીની આવક 5,93,749 ક્યુસેક નોંધાઈ છે. ઉપરવાસના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા આવક વધી છે. 23 દરવાજા 3.25 મીટર ખોલી 5,00,000 ક્યુસેક અને રીવરબેડ પાવરહાઉસ ના 6 ટર્બાઇન મારફતે 44,462 ક્યુસેક નદીમાં છોડાઈ રહ્યું છે. અત્યાર સુધી નદીમાં કુલ જાવક 5,44,462 ( દરવાજા પાવરહાઉસ) ક્યુસેક રહેશે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 18,605 ક્યુસેક પાણી કેનાલમાં છોડાઈ રહ્યું છે. ડેમમાં પાણીનું લાઈવ સ્ટોરેજ 4400.2 mcm છે. 

  • વોર્નિંગ લેવલ - 22 ફૂટ
  • ડેન્જર લેવલ - 24 ફૂટ 
  • હાલનું લેવલ - 24.97 ફૂટ

ઉપરવાસમાં પડી રહેલ વરસાદ અને ડેમોમાંથી સતત છોડવામાં આવી રહેલ પાણીને ધ્યાને રાખીને 24 કલાકમાં ડેમની સપાટી 1.50 મીટર સુધી ઘટાડવામાં આવી,હવે 6.53 લાખની સંભવિત આવક સામે દિવસભર માત્ર 5.63 લાખ ક્યુસેક જ પાણી છોડાશે. વધારાનું પાણી ડેમમાં સંગ્રહ કરીને ભરૂચ વિસ્તારમાં પૂરની અસરો ઓછી કરવા નર્મદા નિગમ દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. નિગમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ડાઉન્સ્ટ્રીમના વિસ્તારોને પૂરની અસરોથી બચાવવા માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news