ગુજરાતમાંથી પાણીનું સંકટ ટળ્યું, નર્મદા ડેમની સપાટીમાં દર કલાકે 3સેમીનો વધારો 

ગુજરાતમાંથી પાણીનું સંકટ ટળ્યું, નર્મદા ડેમની સપાટીમાં દર કલાકે 3સેમીનો વધારો 

રાજપીપળાઃ ગુજરાતની જીવાદોરી ગણાતા એવા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ  ઉપરવાસમાંથી 63720 ક્યુસેક પાણીની આવક થઇ છે. જેના કારણે ડેમની સપાટી 125.26 મીટરે પહોંચી છે. ડેમ 75 ટકા ભરાઇ ગયો હોવાથા રાજ્યના માથેથી એક વર્ષનું પાણીનું સંકટ દૂર થઈ ગયું છે.નર્મદાના કેચમેન્ટ એરિયામાં સારો એવો વરસાદ પડ્યો હોવાના કારણે પાણીની આવક સતત ચાલુ છે. ડેમમાં આવકમાં વધારો થતા દર કલાકે પાણી સપાટીમાં 3 સેન્ટિમીટરનો વધારો થઈ રહ્યો છે. 

ગુજરાત પરથી પાણીનું સંકટ ટળ્યું 
હાલ ડેમનું CHPH પાવર હાઉસનું એક યુનિટ ચાલુ છે. ગુજરાતની મેઇન કેનાલમાં 7840 ક્યુસેક પાણી આપવામાં આવી રહ્યું છે. ડેમમાં ગુરૂવારે 2221.79 MCM પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ઓછો વરસાદ પડવાને કારણે નર્મદા ડેમનું પાણી વપરાઈ જતાં સરકારને રાજ્યમાં પીવાના પાણી માટે ડેડ સ્ટોક વાપરવાની ફરજ પડી હતી. હાલ, જે પ્રમાણે નર્મદા ડેમમાં પાણીની આવક ચાલું છે એ જોતાં આગામી વર્ષે સરકારને ડેડ સ્ટોક વાપરવો નહીં પડે એવી સ્થિતી સર્જાઈ છે. ખેડૂતોને પણ સિંચાઈ માટે પુરતું પાણી મળી રહે તેવી સંભાવના છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news