નવરાત્રિ સ્પેશિયલ : પહેલીવાર જુઓ પાવાગઢનું પ્રસાદ ઘર, જ્યાં બને છે સ્વાદિષ્ટ સુખડીનો પ્રસાદ
Navratri 2022 : શક્તિપીઠ પાવાગઢ ખાતે સુખડીનો આ સ્વાદિષ્ટ પ્રસાદ કઈ રીતે તે બનાવવામાં આવે છે તે માટે ઝી 24 કલાકે પાવાગઢ મંદિરના પ્રસાદ ઘરની મુલાકાત લીધી
Trending Photos
જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :પંચમહાલમાં શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તો માટે સુખડીનો સ્વાદિષ્ટ પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. નવરાત્રિના પર્વ દરમિયાન ભક્તોની ભારે ભીડ દર્શને આવતી હોય છે ત્યારે કોઈ પણ વ્યક્તિ પ્રસાદ વગર રહી ન જાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું. મંદિરમાં મોટા પ્રમાણમાં સુખડીનો પ્રસાદ તૈયાર થઈ રહ્યો છે. ગાયના શુદ્ધ ઘી, ગોળ અને ઘઉંના લોટમાંથી પ્રસાદ બની રહ્યો છે. નવરાત્રિમાં ભક્તોના ધસારાને ધ્યાને રાખીને અંદાજે 60 ટન જેટલો પ્રસાદ તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય દિવસોમાં અંદાજે 170 ગ્રામ માત્રાવાળા 800 જેટલા પેકિંગ તૈયાર થતાં હોય છે. ત્યારે હાલ તેનાથી વધારે પ્રસાદીના પેકેટ તૈયાર થઈ રહ્યા છે.
હિન્દુ ધર્મમાં પ્રસાદને ભગવાનનો આશીર્વાદ માનવામાં આવે છે. કોઈપણ મંદિરમાં ભક્તો દર્શનાર્થે જાય ત્યારે દેવી દેવતાને શ્રીફળ અને પ્રસાદ ધરાવવા સાથે પોતાના ઘરે અને અન્ય સ્વજનોને આપવા માટે અચૂક પ્રસાદ લઈ જવામાં આવતો હોય છે. શક્તિપીઠ પાવાગઢ ખાતેથી પણ સુખડીનો સ્વાદિષ્ટ પ્રસાદ ધરાવી ભક્તોને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવે છે. પાવાગઢ ખાતે ભક્તો માટે સુખડીનો પ્રસાદ માત્ર 50 રૂપિયાના પેકીંગમાં વેચાણ કરવામાં આપવામાં આવે છે. સુખડીનો આ સ્વાદિષ્ટ પ્રસાદ કઈ રીતે તે બનાવવામાં આવે છે તે માટે ઝી 24 કલાકે પાવાગઢ મંદિરના પ્રસાદ ઘરની મુલાકાત લીધી. પ્રથમ વખત સૌથી પહેલા ઝી 24 કલાક આપને પાવાગઢનું પ્રસાદ ઘર બતાવી રહ્યું છે.
સુખડીના પ્રસાદ માટે અગાઉના વર્ષો કરતાં આ વર્ષે નવરાત્રિમાં વધુ દર્શનાર્થીઓ ઉમટવાની શક્યતાઓને અનુલક્ષી મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈપણ ભક્તને માતાજીનો પ્રસાદ વિના ન રહી જાય અને દરેક ભક્તોને પ્રસાદ મળે એવી વ્યવસ્થા કરાઈ છે. સુખડીના પ્રસાદને વધુ માત્રામાં બનાવવાનું આયોજન મંદિર કરાયું છે.
કેવી રીતે બનાવાય છે પ્રસાદ
ગાયના શુદ્ધ ઘી ગોળ અને ઘઉંના લોટમાંથી પ્રસાદ બનાવાય છે. તમામ કારીગરોને હેન્ડ ગ્લોઝ અને માથા ઉપર કેપ ફરજિયાત પહેરવાની હોય છે. મિક્સર મશીનમાં તમામ સામગ્રી તૈયાર કરવામાં આવે છે. સામાન્ય દિવસો કરતાં નવરાત્રિમાં ભક્તોના ધસારાને અનુલક્ષી અંદાજીત 60 ટન જેટલો પ્રસાદ તૈયાર કરવાનું આયોજન કરાયું છે. જેના માટે હાલ દિવસ અને રાત્રે બે શિફ્ટમાં પેકિંગ અને પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે. સામાન્ય દિવસોમાં અંદાજીત 170 ગ્રામ માત્રાનો 800 જેટલા પેકિંગ તૈયાર કરવામાં આવતા હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે