ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મની આલિયા ભટ્ટને શરમાવે તેવો નવસારીના 74 વર્ષના દાદીનો Video વાયરલ

ગત 8મી માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નવસારી ડીસ્ટ્રીક સિનિયર સિટીઝન ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં અનેક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં નવસારી લૂંસીકુલ વિસ્તારમાં રહેતા જશોદાબેન પટેલે પણ આ કાર્યક્રમમાં એક કૃતિ રજૂ કરી હતી. 

ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મની આલિયા ભટ્ટને શરમાવે તેવો નવસારીના 74 વર્ષના દાદીનો Video વાયરલ

નિલેષ પટેલ/નવસારી: સિનિયર સીટીઝન દેશની અમુલ્ય મુડી છે, સિનિયર સિટીઝન એકલા હોય ત્યારે વૃદ્ધ હોવાનો અહેસાસ કરાવે છે પરંતુ બેથી વધુ વડીલો ભેગા થાય છે ત્યારે નાના બાળકની પેઠે મોજ-મસ્તી અને ઘેલ કરતા નજરે પડે છે. સિનિયર સિટિઝનના કાર્યક્રમમાં એક મહિલાએ એવો ડાન્સ કર્યો છે આજના નવ યુવાનોને પણ પાછળ મૂકી દે..

કહેવાય છે કે કાળા માથાનો માનવી ધારે એ કરી શકે. એમાં પણ 74 વર્ષની ઉંમરે ઉત્સાહપૂર્વક નૃત્ય કરતા વડીલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ઉંમર એ માત્ર એક નંબર છે એ વસ્તુ નવસારીમાં રહેતા જશોદાબેન પટેલે સાર્થક કરી છે. ગત 8મી માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નવસારી ડીસ્ટ્રીક સિનિયર સિટીઝન ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં અનેક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં નવસારી લૂંસીકુલ વિસ્તારમાં રહેતા જશોદાબેન પટેલે પણ આ કાર્યક્રમમાં એક કૃતિ રજૂ કરી હતી. 

— Zee 24 Kalak (@Zee24Kalak) March 24, 2022

આ કૃતિમાં એ હાલમાં જ નવી આવેલી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીના એક ગીત પર નૃત્ય કરવામાં આવ્યું હતું અને જેનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થઈ ગયો હતો. વાયરલ વિડીયો થતાં જ આપણી ચેનલની ટીમ જશોદાબેનના ઘરે પહોંચી હતી અને સમગ્ર મુદ્દે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. વાતચીત દરમ્યાન એમને જણાવ્યું હતું કે એમને પહેલેથી જ ડાન્સ કરવાનો શોખ હતો અને તેઓ માત્ર નવરાત્રીમાં ગરબા રમવા જતા હતા ત્યારે પણ પોતે પ્રોફેશનલ રીતે ડાન્સ કર્યો નથી. 

પરંતુ એમના પતિ દ્વારા એમને ડાન્સ કરવા બાબતે પ્રેરિત કર્યા હતા અને સિનિયર સિટિઝનના કાર્યક્રમોમાં પહેલી વાર એમણે આ પ્રકારનું પરફોર્મન્સ આપ્યું હતું જશોદાબેન આમ પણ નાનપણથી ગરબાનો શોખ રાખતા હતા અને નૃત્યમાં કોઈ ખાસ તાલીમ લીધી નથી પરંતુ વુમન્સ ડે નિમિત્તે ડિસ્ટ્રિક્ટ યુનિવર્સિટી દ્વારા આયોજિત કાર્યક્રમમાં પોતાના પતિના કહેવાથી ભાગ લીધો હતો અને ડાન્સ પર્ફોર્મન્સ આપ્યું હતું જેનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ધૂમ મચાવી રહ્યો છે...

જસોદા બાનો જે ડાન્સનો વિડીયો વાયરલ થયો છે, ત્યારબાદ ઉંમર એકમાત્ર નંબર છે પરંતુ માણસને કોઈપણ મનગમતી પ્રવૃત્તિ કે શોખ જીવનના કોઈ પણ સમય અને ઉંમરે કરી શકે છે આલિયા ભટ્ટ દ્વારા અભિનેતા ગીત ઉપર પોતાના ડાન્સ પર્ફોર્મન્સ ને તૈયાર કરવામાં માત્ર પાંચ દિવસનો સમય એમણે લીધો હતો ત્યારબાદ આ ડાન્સ પર્ફોર્મન્સ તેમણે સીનીયર સીટીઝન ફંક્શનમાં કર્યું હતું. આ ડાન્સ પર્ફોર્મન્સ ને જુવાનિયાઓ પણ હાલ વખાણી રહ્યા છે અને સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો ખૂબ ધૂમ મચાવી રહ્યો છે,

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news