ઇન્દોર

પત્નીને ફોન કરીને કહ્યું મને કોરોના થયો છે, દોઢ મહિના બાદ પ્રેમિકા સાથે મળ્યો

લગભગ દોઢ મહિના બાદ વ્યક્તિને વિશે ખબર પડી છે. તે મધ્ય પ્રદેશના ઇંદોરમાં પોતાની પ્રેમિકા સાથે રહેતો હતો. આ વાતની જાણકારી શુક્રવારે મહારાષ્ટ્રની નવી મુંબઇ પોલીસે આપી છે.

Sep 18, 2020, 10:28 PM IST

25 વર્ષની ઉંમરમાં આ અભિનેત્રીએ લગાવી ફાંસી, સુસાઇડ નોટમાં લખ્યું આ કારણ

'ક્રાઇમ પેટ્રોલ (Crime Patrol)' ની અભિનેત્રી પ્રેક્ષા મેહતા (Preksha Mehta)એ આત્મહત્યા કરી લીધી છે. તે 25 વર્ષની હતી. મધ્ય પ્રદેશના ઇન્દોરમાં સ્થિત પોતાના ઘરે પ્રેક્ષાએ સોમવારે સીલિંગ ફેનથી લટકીને આત્મહત્યા કરી લીધી. 

May 27, 2020, 10:49 AM IST

કોરોના : માસ્ક વગર લક્ઝરી કારમાં ફરવા નીકળેલા નબીરાને કરાવાઈ ઉઠબેસ

મળતી માહિતી પ્રમાણે શનિવારે એક પૈસાદાર યુવક પોર્શે કંપનીની લગભગ 85 લાખ રૂપિયાની કાર લઈને ફરવા નીકળી પડ્યો હતો. સુખલિયા વિસ્તારમાં એમઆર-10 પર પોલીસે તેને રોક્યો અને નિયમો શીખવ્યા હતા.

Apr 27, 2020, 01:06 PM IST

મુસ્લિમ સંગઠનોએ છપાવ્યા માફી પત્રો, કહ્યું અમે શર્મિંદા છીએ માફી માટે શબ્દો નથી

મધ્યપ્રદેશનાં ઇંદોરના ટાટપટ્ટી બાખલ ઇલાકેમાં ગત્ત દિવસોમાં સ્વાસ્થય વિભાગની ટીમ કોરોના સંક્રમિતોની તપાસ કરવા માટે પહોંચી હતી. જ્યાં ટોળાએ સ્વાસ્થય વિભાગની ટીમ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાએ ઇંદોર જ નહી પરંતુ દેશનાં તમામ મુસ્લિમ સમુદાયના લોકોને શરમજનક સ્થિતીમાં મુક્યા છે. એવામાં ટાટપટ્ટી બાખલની ઘટના માટે ઇંદોરના પ્રમુખ મુસ્લિમ સંગઠને પોતાની તરફથી અખબારમાં માફીનામું છપાવીને જાહેર રીતે ડોક્ટર્સ અને નર્સ સહિત તમામ લોકોની માફી માંગી છે. 

Apr 7, 2020, 02:29 AM IST

કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું, અમારા 33 કરોડ દેવી-દેવતા, કંઇ બગાડી શકશે નહી કોરોના વાયરસ

જ્યાં એક તરફ આખી દુનિયા કોરોનાના લીધે ગભરાયેલી છે. લોકો તેનાથી બચવા માટે અલગ-અલગ રીત જણાવી રહ્યા છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય (Kailash Vijayvargiya) એ કોરોના વાયરસ  (Coronavirus)ને લઇને વિચિત્ર નિવેદન આપ્યું છે.

Mar 14, 2020, 02:54 PM IST

BJP નેતા કૈલાશ વિજયવર્ગીયએ 20 વર્ષ બાદ ગ્રહણ કર્યું અન્ન, પુરો થયો આ સંકલ્પ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય (Kailash Vijayvargiya)એ વર્ષો પહેલાં લીધેલો એક સંકલ્પ પુરો થઇ ગયો છે. જેના લીધે તેમણે 20 વર્ષ બાદ અન્ન ગ્રહણ કર્યું. જોકે 20 વર્ષ પહેલાં કૈલાશ વિજયવર્ગીય ઇન્દોરના મેયર તરીકે ચૂંટાયા હતા. આ દરમિયાન તેમને એક મહાત્માએ જણાવ્યું હતું કે શહેરમાં પિતૃ દોષ છે.

Mar 3, 2020, 08:23 AM IST
Ahmedabad Indore Highway Jam PT2M29S

અમદાવાદ ઇન્દોર નેશનલ હાઇવે કંથરજીના મુવાડા ગામે ચક્કાજામ

અમદાવાદ ઇન્દોર નેશનલ હાઇવે કંથરજીના મુવાડા ગામે ચક્કાજામ કરવામાં આવ્યો છે. વાહનોથી ધમધમતા નેશનલ હાઇવે ગ્રામજનો દ્વારા બંધ કરાતા હજારો વાહનચાલકો અટવાયા હતા. વર્ષોથી સર્વિસ રોડની માંગણી છતાંય તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતાં આંદોલન કરવામાં આવ્યું હતું. ગામમાં સર્વિસ રોડ ન હોવાથી ગ્રામજનો અને વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. ગ્રામજનો દ્વારા વધુ ઉગ્ર આંદોલન કરવાની વાત કરવામાં આવી રહી છે.
હાઇવે પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે જેના લીધે અકસ્માતો થઈ રહ્યા છે.
એજન્સીને માત્ર ટોલ ઉગરાવવામાં જ રસ, હાઇવે ઓથોરિટી ને પણ આંખ આડા કાન

Feb 13, 2020, 05:25 PM IST

ઇન્દોર: CM કમલનાથ પહોંચે તે પહેલાં પરસ્પર ઝઘડ્યા કોંગ્રેસના કાર્યકર્તા, જોરદાર થપ્પડબાજી

ગણતંત્ર દિવસના અવસર પર મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ ઇન્દોરના કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા. તે બધાની વચ્ચે ઇન્દોરના કોંગ્રેસ કાર્યાલય ગાંધી ભવનમાં બે કાર્યકર્તા વચ્ચે મારઝૂડ થઇ. તો બીજી તરફ મારઝૂડની ઘટનાથી કાર્યાલયમાં અફરા-તફરીનો માહોલ બની ગયો. ત્યાં હાજર પોલીસની નજર હાથાપાઇ કરી રહેલા કાર્યકર્તા પર પડી, તેમણે બચાવ કર્યો.

Jan 26, 2020, 02:52 PM IST

અમદાવાદ આવતી ફ્લાઇટનાં પેસેન્જરને એટેક આવતા ઇન્દોરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું

કોલકાતાથી અમદાવાદ આવતી સ્પાઇસ જેટની ફ્લાઇટમાં પેસેન્જરને હાર્ટ એટેકની ઘટના બનતા ઇન્દોરમાં તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. પેસેન્જરને તત્કાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

Dec 27, 2019, 11:36 PM IST

2 ડઝનથી વધારે લગ્ન કરી ચુકી છે આ લુટેરી દુલ્હન, ગુજરાતમાં પણ લોકોને છેતર્યા

ઇન્દોર એસટીએપને એક લુટેરી દુલ્હનની ધરપકડ કરી છે. જે મધ્ય પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં અત્યાર સુધી ડઝનથી વધારે લગ્ન કરી ત્યાંથી કરોડો રૂપિયાના દાગીના અને કેશ લઇને ફરાર થઇ ગઇ હતી

Oct 17, 2019, 02:17 PM IST

ઇન્દોર પહોંચી દુનિયાની પહેલી રોબોટ નાગરિક સોફિયા બોલી- મારી અંદર પણ ભાવનાઓ છે

સોફિયાને પૂછવામાં આવ્યું ક્લાઇમેટ ચેન્જને લઇને જાગૃત છે, તો સોફિયાનું કહેવું હતું કે તે ના ફક્ત આ મુદ્દે જાગૃત છે પરંતુ તે વિશ્વમાં જ્યાં પણ જાય છે લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરતી રહે છે. સોફિયાના અનુસાર તે ક્લાઇમેટ ચેન્જને લઇને સોશિયલ મીડિયા પરથી પણ જાણકારી લેતી રહે છે. 

Oct 5, 2019, 10:22 AM IST

દિગ્વિજય પર સરકારને અસ્થિર કરવાનો આરોપ, સોનિયા ગાંધીને મંત્રીએ લખ્યો પત્ર

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીના નવા અધ્યક્ષ ચૂંટવા મુદ્દે જુથવાદની અટકળો પર હજી વિરામ નથી લાગ્યો કે હવે રાજ્ય સરકાર મુદ્દે પાર્ટીની સામે નવુ સંકટ પેદા થઇ ચુક્યું છે. મધ્યપ્રદેશના એક મંત્રીનો દાવો છે કે કોંગ્રેસના સીનિયર નેતા દિગ્વિજય સિંહ કમલનાથ સરકારને પાટાથી ઉતરવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યના વન મંત્રી ઉમંગ સિંધારે આ બાબતે પાર્ટીનાં વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર પણ લખ્યો છે.

Sep 2, 2019, 05:59 PM IST

7th વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભરૂચની ખુશી ચુડાસમાએ જીત્યો બ્રોન્ઝ

ભરૂચના શૂટર્સ ક્વોલિફાઈ થઈ ગયા હોય જે હવે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ નેશનલ શૂટિંગ ગેમમાં કરવા જઈ રહ્યા છે. રાઇફલ શૂટિંગમાં ભરૂચનું ગૌરવ કહેવાતી તેમજ 55મી સ્ટેટ ચેમ્પિયનશિપમાં રાજ્યકક્ષાએ ગોલ્ડ સહિત કુલ 6 મેડલ ગત માસમાં જ જીતી આવનાર ખુશી ચુડાસમાએ ઈન્દોર ખાતે 7th વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપમાં પણ 50 મીટર 0.22 રાયફલની 3 પોઝીશન ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવી જિલ્લાનું તેમજ ગુજરાતનું નામ રોશન કર્યું છે. 

Aug 29, 2019, 11:26 PM IST

‘ઓયો રૂમ્સ’ હોટલ બુકીંગની બેદરકારી, ઈન્દોરના 28 બેન્ડમિન્ટન ખેલાડીઓ થયા હેરાન

હોટલ બુકીંગમા જાણીતી સંસ્થા ઓયો રૂમ્સની બેદરકારીના લીધે મધ્યપ્રદેશના ઈન્દોરથી આવેલા 28 જેટલા બેન્ડમિન્ટનના ખેલાડીઓને હેરાન-પરેશાન થવાનો વારો આવ્યો હતો. 1 મહિના અગાઉ બેન્ડમિન ટીમના કોચ વિકાસ સોની દ્વારા અમદાવાદમાં યોજાનારી બેન્ડમિન્ટનની ટુર્નામેન્ટને લઈને ઓયો રૂમ્સના માધ્યમથી 14 જેટલા રૂમ અમદાવાદના બોપલ વિસ્તાર ખાતે આવેલી હોટલ સ્કાય લેન્ડઝમાં બુક કરવામાં આવ્યા હતા. 
 

Aug 18, 2019, 07:04 PM IST
People Chant Pro Modi Slogans in Front of Priyanka Gandhi PT1M18S

પ્રિયંકા ગાંધીએ કેમ કહ્યું 'તમે તમારી જગ્યાએ ,હું મારી જગ્યાએ', જુઓ વીડિયો

ઇન્દોરના મહાકાલેશ્વર મંદિરની ઘટના,પ્રિયંકા ગાંધી સામે લાગ્યા મોદી-મોદીના નારા. પ્રચાર માટે ઇન્દોર પહોંચેલી પ્રિયંકા ગાંધી સામે મોદી વન્સ અગેઈનના નારા લગાવામાં આવ્યા હતા. મોદી-મોદીના નારા લગાવનારાને પ્રિયંકા મળવા પહોંચી હતી અને કહ્યું કે તમે તમારી જગ્યાએ ,હું મારી જગ્યાએ.

May 14, 2019, 11:25 AM IST

મહાત્મા ગાંધીએ દેશને 'ગોરા'ઓથી આઝાદી અપાવી હતી. ઇન્દોરવાળા 'કાળા અંગ્રેજો'થી છુટકારો અપાવશે: સિદ્ધૂ

પંજાબ સરકારમાં મંત્રી અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધૂએ એકવાર ફરી ભાજપા અને વડાપ્રધાનમંત્રી મોદી પર નિશાન તાક્યું છે. નવજોત સિંહ સિદ્ધૂએ ઇન્દોરની એક રેલીમાં વડાપ્રધાન નરેંદ્ર મોદી પર ટિપ્પણી કરતાં તેમના પર વિભાજનકારી રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું કે 'કોંગ્રેસ તે પાર્ટી છે, જેને દેશને સ્વતંત્રતા અપાવી છે. આ મહાત્મા ગાંધી મૌલાના આઝાદની પાર્ટી છે, તેમણે 'ગોરા'ઓથી આઝાદી અપાવી હતી  અને તમે ઇન્દોરવાળા હવે 'કાળા અંગ્રેજો'થી છુટકારો અપાવશે.' તેમણે કહ્યું કે 'મોદીમાં દમ હોય તો તે રોજગાર, નોટબંધી અને જીએસટી જેવા મુદ્દાઓ પર ચૂંટની લડીને બતાવે. તે લોકોને ધર્મ અને નાત-જાતના નામ પર વહેંચી રહ્યા છે અને તેના જોરે ચૂંટણી લડી રહ્યા છે.' 

May 11, 2019, 10:28 AM IST

CM કમલનાથના OSDના ઘર પર ઇનકમ ટેક્સની રેડ, તપાસ દરમિયાન 9 કરોડ મળ્યા

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ઓએસડીના ઘર પર ઇનકમ ટેક્સે દરોડા પાડ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, રવિવાર (7 એપ્રિલ)ના વહેલી સવાર 3 વાગે ઇનકમ ટેક્સની ટીમે કમલનાથના ખાનગી સચીવ (ઓએસડી) પ્રવીણ કક્કડના ઘર પર દરોડા પાડ્યા હતા.

Apr 7, 2019, 09:11 AM IST

પતિ પત્ની ઓર વો: પ્રેમિકા સાથે હોટલના બંધ રૂમમાં રંગે હાથ પકડાયો પતિ, પછી...

ઇન્દોરની લસૂડિયા થાના વિસ્તારમાં એક મહિલા તેના વિવાહિત પ્રેમીની સાથે જેએમસી હોટલ પહોંચી હતી. ત્યારે યુવકની પત્ની પણ તેનો પીછો કરતા હોટલના બીજા માળે રૂમ નંબર 208માં પહોંચી ગઇ હતી.

Mar 20, 2019, 03:10 PM IST

મેગ્લેવ ટ્રેન : ભારતમાં 600 KMPH ગતિથી દોડશે ટ્રેન, જાપાન ચીન પણ જોતા રહી જશે

મેગ્લેવ ટ્રેન : જાપાન અને ચીન બાદ ભારતમાં પણ હવે 600 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી મેગ્લેવ ટ્રેનનું સપનું સાકાર થવા જઇ રહ્યું છે. ભારતમાં પણ મેગ્લેવ ટ્રેન દોડી શકે છે એવો વિશ્વાસ અને દાવો ઇન્દોર સ્થિત રાજા રામન્ના સેન્ટર ફોર એડવાન્સ ટેકનોલોજીના વૈજ્ઞાનિક આર એસ શિંદેએ કર્યો છે. મોનો રેલ આધારિત મેગ્લેવ ટ્રેન એ અનોખા સિધ્ધાંત પર કાર્ય કરે છે. મેગ્લેવ ટેકનોલોજી સિસ્ટમ મેગ્નેટિક ફિલ્ડ આધારિત કાર્ય કરે છે. જમીનથી 3 ઇંચ અધ્ધર રહી દોડતી મેગ્લેવ ટ્રેન આધુનિક યુગની સૌથી ઝડપી ટ્રેન માનવામાં આવે છે.

Feb 25, 2019, 12:45 PM IST

મર્ડર પહેલા આરોપીઓ જોઇ ‘દ્રિશ્યમ’ ફિલ્મ, યુવતીને સળગાવી અને કુતરાને દાટી દીધો

આ ફિલ્મની સત્ય ઘટના મિની મુંબઇ ઇન્દોરમાં જોવા મળશે. દ્રિશ્યમ ફિલ્મ જોઇને કોંગ્રેસની નેતા ટ્વિંકલ ડાંગરેનું અપહરણ કરી હત્યાની ઘટનાને પાંચ આરોપીઓએ અંજામ આપ્યો હતો.

Jan 12, 2019, 10:02 PM IST