વલસાડમાં ભાજપના આયાતી ઉમેદવાર વિરુદ્ધ મોરચો, પત્રિકા કાંડા બાદ હવે નવો પત્ર માર્કેટમાં આવ્યો
હાલ ભાજપ માટે સૌથી વધુ હોટ સીટ વલસાડ બેઠક બની છે. વલસાડમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલ સામે વિરોધ ઉઠ્યો છે. વલસાડ બેઠક પર પત્રિકા વાઇરલ થયા બાદ હવે લેટર વાયરલ થયો છે. વલસાડ ભાજપ નો ઉમેદવાર બદલવા પત્રિકા બાદ હવે લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વલસાડ સોશિયલ મીડિયામાં વાયરલ પત્રમાં ભાજપના ઉમેદવારને બદલવાની માંગ ઉઠી છે. જે બતાવે છે કે, વલસાડમાં ધવલ પટેલનો અંદરો અંદર વિરોધ યથાવત છે.
Trending Photos
Gujarat Loksabha Election ઉમેશ પટેલ/વલસાડ : હાલ ભાજપ માટે સૌથી વધુ હોટ સીટ વલસાડ બેઠક બની છે. વલસાડમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલ સામે વિરોધ ઉઠ્યો છે. વલસાડ બેઠક પર પત્રિકા વાઇરલ થયા બાદ હવે લેટર વાયરલ થયો છે. વલસાડ ભાજપ નો ઉમેદવાર બદલવા પત્રિકા બાદ હવે લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વલસાડ સોશિયલ મીડિયામાં વાયરલ પત્રમાં ભાજપના ઉમેદવારને બદલવાની માંગ ઉઠી છે. જે બતાવે છે કે, વલસાડમાં ધવલ પટેલનો અંદરો અંદર વિરોધ યથાવત છે.
વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે પ્રચાર દરમિયાન ભાજપ કોંગ્રેસ બંને એકબીજા પર શાબ્દિક પ્રહારો કર્યા છે. તેવામાં લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બદલાશે તેવી લોકચર્ચા એ જોર પકડ્યું છે. જે વચ્ચે ઉમેદવાર બદલવાને લઈને જે પત્રિકા વાઇરલ થઈ જેથી વલસાડ જિલ્લા રાજકારણ ગરમાયું છે.
ભાજપ કોંગ્રેસને એકબીજા પર આક્ષેપ
‘વલસાડ જિલ્લામાં ઉમેદવાર બદલો’ની પત્રિકા વાયરલ થયા બાદ ભાજપ કોંગ્રેસે એકબીજા પર પ્રહાર કરી આક્ષેપ કરી રહ્યા છે. કોંગ્રેસનો આક્ષેપ છે મેં ભાજપના આંતરિક જૂથવાદને લઈને ભાજપના જ કાર્યકરોએ આ પત્રિકા વાયરલ કરી છે ત્યારે સામે ભાજપનો કોંગ્રેસ પર આક્ષેપ કર્યો છે કે, કોંગ્રેસ ડરી ગઈ છે અને બેકફુટ પર આવી ગઈ છે. જેને લઈ તેઓ આ પ્રકારનું કૃત્ય કરી પત્રિકા વાયરલ કરે છે.
પત્રિકા વાઇરલ સાથે ઉમેદવાર બદલવાની વાતને લઈ આજરોજ તથ્ય સામે આવ્યું છે. વલસાડ ઉમેદવાર નહિ બદલાય લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ધવલ પટેલનું નિવેદન શીર્ષ નેતૃત્વએ જવાબદારી આપી છે એને સંપૂર્ણપણે નિભાવીશું જોરશોરથી પ્રચાર કરીને પાંચ લાખથી વધુની લીડથી જીતીશું. તેવું ભાજપ જિલ્લા પ્રમુખનું નિવેદન પણ સામે આવ્યું છે કે કોઈ ઉમેદવાર બદલાય નહીં કોંગ્રેસ માત્ર હવામાં વાતો કરે છે ને લોકોમાં બ્રહ્મ ફેલાવે છે. વલસાડ બેઠક પર ભાજપ નો ઉમેદવાર નહિ બદલાય. ભાજપના નેતૃત્વએ જે નક્કી કર્યું છે તે જ રહેશે અને ધવલ પટેલ માટે સંપૂર્ણ મહેનત કરી તેમને કેન્દ્રમાં મોકલીશું.
તો બીજી તરફ અનંત પટેલે આક્ષેપ કર્યો હતો કે, ધવલ પટેલ પોતાના ગામમાં જ પોલીસ પ્રોટેક્શન સાથે ફરે છે, સભાઓ યોજે છે ત્યારે ધવલ પટેલનો વળતો મળ્યો કે જવાબ અમારા ગામમાં મારા પરિવાર અને મારા લોકો મને મળ્યું છે ભરપૂર સમર્થન મળ્યું છે. બંને પાર્ટીએ પોતાના પ્રચારમાં વેગ પકડયો છે અને એકબીજા પર આક્ષેપો કરી રહ્યાં છે.
વલસાડમાં ઉમેદવાર બદલવાની પત્રિકાનો મામલે ધવલ પટેલે કહ્યું કે, કોઈ ઉમેદવાર બદલાશે નહીં. લોકોમાં ભ્રમ ફેલાવવા કોંગ્રેસનું કૃત્ય છે. કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે, ધવલ પટેલ પોલીસ પ્રોટેક્શન સાથે ફરે છે. ભારે સમર્થન મળતાં કોંગ્રેસ ડરી ગઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે