સુરેન્દ્રકાકાને લાગ્યો મહિલાનો શ્રાપ? દશકો સુધી જે કોર્પોરેશન બોડી ચલાવી તેમાં પસંદગીના એક પણ નેતાને સ્થાન નહીં!

Updated By: Mar 11, 2021, 01:38 PM IST
સુરેન્દ્રકાકાને લાગ્યો મહિલાનો શ્રાપ? દશકો સુધી જે કોર્પોરેશન બોડી ચલાવી તેમાં પસંદગીના એક પણ નેતાને સ્થાન નહીં!
ફાઇલ તસ્વીર
  • એક સમયે કોઇ પણ રીતે પડદા પર આવ્યા વગર પરોક્ષ રીતે અમદાવાદ કોર્પોરેશન પર ચાલતું હતું રાજ
  • આ વખતે સુરેન્દ્રકાકાની નજીકનાં ગણાતા એક પણ કોર્પોરેટરને વહીવટી બોડીમાં સ્થાન અપાયું નહી

કૃતાર્થ જોશી/અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના શાસનની શરૂઆત થઇ ત્યારથી જ ભાજપના વરિષ્ઠ નેતા સુરેન્દ્ર પટેલ ઉર્ફે સુરેન્દ્ર કાકાની હવે ઉંમર થઇ ચુકી છે. તેવામાં હવે તેમનો યુગ હવે સમાપ્ત થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સુરેન્દ્રકાકાના અનુસાર કોર્પોરેશન મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન તેમજ પક્ષનાં નેતાની વરણી થઇ ચુકી હતી. જો કે આ ટર્મથી હવે સુરેન્દ્ર કાકાનું વર્ચસ્વ ઘટી ચુક્યું હોય તેમ લાગી રહ્યું છે. 

ગૌવંશ તસ્કરોએ જીપ ચડાવી, PSI નું 2 રાઉન્ડ ફાયરિંગ, ફિલ્મોને ટક્કર મારે તેવા દ્રશ્યોથી ફફડાટ

બુધવારની મેયર, ડેપ્યુટી મેયર અને અન્ય સભ્યોની વરણીમાં ખુબ જ અસંતોષ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીનો શિરસ્તો રહ્યો છે કે, કોર્પોરેશનમાં ભાજપની સત્તા હોય ત્યારે સુરેન્દ્ર કાકા કહે તે જ મેયર હોય. કોર્પોરેશન સ્તરે સુરેન્દ્ર કાકા કહે ત જ ફાઇનલ માનવામાં આવતું હતું. તેવામાં ભાજપ સરકારે આ વખતે આ પરંપરા તોડી અને ગોરધન ઝડફીયાના ખાસ ગણાતા કિરીટ પરમારની વરણી થઇ છે. સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે ભારે અસંતોષ અને રસાકસી વચ્ચે અમિત શાહના ખાસ ગણાતા હિતેષ બારોટની વરણી થઇ છે. આ પદાધિકારોની પસંદગીથી જ સુરેન્દ્ર કાકાને કદ એટલા વેતરી નાખવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ જણાવી આવે છે. 

MEHSANA: બેંકના મેનેજર દ્વારા પેન્શનર શિક્ષકની સાથે કરવામાં આવી ઠગાઇ, ચોંકાવનારા કૌભાંડનો પર્દાફાશ

સુરેન્દ્રકાકાના નજીકનાં ગણાતા કાઉન્સિલરોને એક પણ મહત્વનું સ્થાન ફાળવાયું નથી. સુરેન્દ્રકાકાના ખાસ જતીન પટેલને સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન બનાવવામાં આવે તેવી છેલ્લી ઘડી સુધી ચર્ચાઓ વચ્ચે આખરી સમયે પહેલી વખત ચૂંટણી લડેલા અને જીતેલા હિતેષ બારોટને આ પદ સોંપવામાં આવ્યું હતું. તો પક્ષનાં નેતા તરીકે ભાજપ શહેર પ્રમુખ જગદીશ પંચાલના નજીકનાં ગણાતા ભાસ્કર ભટ્ટને સ્થાન અપાયું છે. જેથી સંપુર્ણ બોડીમાં સુરેન્દ્રકાકાનાં નજીકનાં એક પણ વ્યક્તિને સ્થાન અપાયું નહોતું. જે ઘણુ જ ઘોતક છે. 

મગફળી કૌભાંડ ભાજપ અને મંત્રીઓની મીઠી નજર હેઠળ ચાલે છે, દરેક મંત્રીનો છે ભાગ: ધાનાણી

જો કે જે પ્રકારે નિમણુંકો થઇ તેના કારણે આંતરિક અસંતોષ ખુબ જ હોવાનું સામે આવ્યું છે. જેથી હવે પછી થનારી ટ્રાન્સપોર્ટ કમિટીની પસંદગીમાં તેમને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્ર કાકાની એક મહિલા કોર્પોરેટર (મુક્તા મિસ્ત્રી) સાથેની વાત કરતી ક્લિપ વાયરલ થઇ હતી. જેમાં તે મહિલા ટિકિટ કપાવાને કારણે સુરેન્દ્ર કાકા સામે પોતાનો રોષ ઠાલવી રહી હતી. જો કે સુરેન્દ્ર કાકા ત્યારે પણ દબાતા અવાજે કહી ચુક્યા હતા કે આ પસંદગીમાં મારો કોઇ રોલ નથી. હવે જ્યારે નિમણુંકો થઇ રહી હોય ત્યારે આ વાત સાચી હોય તેમ લાગી રહ્યું છે. આ ઉપરાંત તે મહિલાએ ફોન મુકતા પહેલા કહ્યું હતું કે, કાકા મારી ટિકિટ તમે કાપી છે મારો તમને શ્રાપ લાગશે. તમે જીવતા મરી જશો. હાલ એવી જ સ્થિતીનું સર્જન થયું હોય તેવું લાગી રહ્યું છે. હાલ સુરેન્દ્ર કાકા કે જેમણે દશકો સુધી સત્તામાં આવ્યા વગર જ અમદાવાદ પર રાજ કર્યું તેમને પુછીને ન તો ટિકિટો ફાળવવામાં આવી (જે અંગે મહિલા સાથેની વાતચીતમાં સ્પષ્ટતા કરી ચુક્યાં છે) હવે તેમની નજીકનાં કોઇ વ્યક્તિને બોડીમાં પણ સ્થાન નથી મળ્યું.  જેથી મહિલાનો શ્રાપ સાચો ઠર્યો હોય તેમ લાગી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube