મગફળી કૌભાંડ ભાજપ અને મંત્રીઓની મીઠી નજર હેઠળ ચાલે છે, દરેક મંત્રીનો છે ભાગ: ધાનાણી
ગુજરાત વિધાનસભા (legislative assembly)માં મગફળી (Peanuts)ની ખરીદી અંગે મુખ્યમંત્રી (CM) વિજય રૂપાણી (Vijay Rupani) અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી (Paresh Dhanani) વચ્ચે ઉગ્ર ચર્ચા થઇ હતી. વિધાનસભા (legislative assembly)ના પ્રશ્નકાળ દરમિયાન પરેશ ધાનાણી (Paresh Dhanani)એ આ મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે, ખરીદી કેન્દ્રો પરથી ખેડૂતોને તેમ કહીને કાઢી મુકવામાં આવે છે કે, તેઓ જે મગફળી (Peanuts) વેચવા માટે આવ્યા છે તેમાં મોટા પ્રમાણમાં કાંકરા છે.
Trending Photos
ગાંધીનગર : ગુજરાત વિધાનસભા (legislative assembly)માં મગફળી (Peanuts)ની ખરીદી અંગે મુખ્યમંત્રી (CM) વિજય રૂપાણી (Vijay Rupani) અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી (Paresh Dhanani) વચ્ચે ઉગ્ર ચર્ચા થઇ હતી. વિધાનસભા (legislative assembly)ના પ્રશ્નકાળ દરમિયાન પરેશ ધાનાણી (Paresh Dhanani)એ આ મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે, ખરીદી કેન્દ્રો પરથી ખેડૂતોને તેમ કહીને કાઢી મુકવામાં આવે છે કે, તેઓ જે મગફળી (Peanuts) વેચવા માટે આવ્યા છે તેમાં મોટા પ્રમાણમાં કાંકરા છે.
પરેશ ધનાણીએએ કહ્યું કે, ખરીદી નહી થવાના કારણે ખેડૂતો પછી તેને પરત નથી લઇ જતા અને યાર્ડ પર જ જે પણ ભાવ આવે તેમાં વેચવા માટે મજબુર બને છે. જેનો ભરપુર ફાયદો વચેટિયાઓ ઉઠાવે છે અને પાણીના ભાવે ખેડૂતોની જણસ ખરીદીને ખુબ જ ઉંચા ભાવે ખરીદે છે. કોંગ્રેસ (Congress) નેતાએ કહ્યું કે, તમે (ભાજપ) આ મગફળી (Peanuts) કૌભાંડમાં સંડોવાયેલા છો.
કોંગ્રેસ (Congress) દ્વારા લગાવાયેલા આ આરોપોનું ખંડન કરતા ગુજરાતના મુખ્યમંત્રી (CM) વિજય રૂપાણી (Vijay Rupani)એ કહ્યું કે, ખેડૂતો દ્વારા ખરીદી અંગે કોઇ ફરિયાદ કરવામાં આવી નથી. તેમણે દાવો કર્યો કે લાખો ખેડૂતો દ્વારા પોતાના પાકને વેચવામાં આવ્યો છે. MSP ની રકમ સીધી જ ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર નહી પરંતુ સીધી કેન્દ્ર સરકારની એજન્સી નાફેડ દ્વારા ખેડૂતોની ઉપજ ખરીદવામાં આવે છે. પરંતુ ખેડૂતો મુદ્દે કોંગ્રેસ (Congress) દ્વારા તો માત્ર રાજનીતિ જ કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે