Corona Update: મહારાષ્ટ્રમાં કોરોનાનો ભયંકર પ્રકોપ, હવે આ મોટા શહેરમાં સંપૂર્ણ Lockdown ની જાહેરાત
Lockdown: મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેને જોતા આજે એક મહત્વનો નિર્ણય લેવાયો છે.
Trending Photos
મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra) માં કોરોના (Corona Virus) નો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેને જોતા આજે એક મહત્વનો નિર્ણય લેવાયો છે. સરકારે નાગપુર (Nagpur) માં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. નાગપુરના પાલકમંત્રી નિતિન રાઉતે આજે કહ્યું કે શહેરમાં 15 થી 21 માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. એટલે કે કોઈને પણ બહાર જવાની મંજૂરી રહેશે નહીં. ફક્ત જરૂરી માલસામાનની દુકાનો જ ખુલ્લી રહેશે.
અત્રે જણાવવાનું કે નાગપુર (Nagpur) માં બુધવારે કોરોનાના 1710 નવા કેસ આવ્યા હતા. 173 દિવસ બાદ કોરોના (Corona Virus) ના સૌથી વધુ કેસ એક જ દિવસમાં આવવાનો આ રેકોર્ડ છે. નાગપુર નગર નિગમે બુધવારે કહ્યું હતું કે કોરોનાના નવા કેસ મહિલાઓ અને 20થી 40ની ઉંમર વર્ગના લોકોમાં જોવા મળી રહ્યા છે. નગર નિગમ પ્રશાસને કહ્યું હતું કે લોકો કોરોનાને હળવાશમાં લઈ રહ્યા છે.
Maharashtra | Complete lockdown to remain imposed in Nagpur City Police Commissionerate area from March 15 to March 21. Essential services will continue: Nagpur Guardian Minister Nitin Raut#COVID19
— ANI (@ANI) March 11, 2021
પ્રશાસને કહ્યું મહામારીને હળવાશમાં લઈ રહ્યાં છે લોકો
નાગપુર નગર નિગમના કમિશનર રાધાકૃષ્ણ બીએ બુધવારે કહ્યું હતું કે લોકો મહામારીને હળવાશમાં લઈ રહ્યા છે. નાગરિકોની મદદ વગર આપણે આ મહામારી પર કાબૂ મેળવી શકીએ નહી. સરકારે તમામ ગતિવિધિઓ શરૂ કરી દીધી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે અમે નથી ઈચ્છતા કે પૂર્ણ લોકડાઉન લગાવવામાં આવે. પરંતુ જો સ્થિતિ બગડશે તો અમે લોકડાઉનની જાહેરાત કરી શકીએ છીએ.
14 માર્ચ સુધી ચાલુ રહેશે પહેલા લગાવેલા પ્રતિબંધો
નાગપુર (Nagpur) માં કોરોનાનો પ્રકોપ વધતા સરકારે 14 માર્ચ સુધી નાઈટ કરફ્યૂ લગાવેલો છે. તમામ હોટલ, મોલ, રેસ્ટોરા, અને ખાનગી ઓફિસોને વીકએન્ડ પર બંધ કરવાના આદેશ અપાયા હતા. જો કે વીકએન્ડ પર ફક્ત જરૂરી સામાનની દુકાનો ખોલવાની મંજૂરી અપાયેલી છે. હવે કોરોનાના વધતા કેસ જોતા સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરાઈ છે.
India reports 22,854 new COVID-19 cases, 18,100 recoveries, and 126 deaths in the last 24 hours
Total cases: 1,12,85,561
Total recoveries: 1,09,38,146
Active cases: 1,89,226
Death toll: 1,58,189 pic.twitter.com/tNU06VMT8p
— ANI (@ANI) March 11, 2021
દેશમાં પણ વધી રહ્યો છે કોરોના
સમગ્ર દેશમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. લેટેસ્ટ આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 22,854 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 1,12,85,561 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,09,38,146 લોકો કોરોનાને માત આપવામાં સફળ થયા છે જ્યારે 1,89,226 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાથી 126 લોકોના મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 1,58,189 પર પહોંચ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે