દર્દીઓ પાસેથી લાખો ખંખેરી લેતી 2100 ખાનગી હોસ્પિટલો પૈકી 91 પાસે જ ફાયર NOC

શહેરનાં સત્તાધીશોની બેદરકારીના કારણે ખાનગી હોસ્પિટલો કતલખાના સમાન બની ગઇ છે. દર્દીને શારીરિક રીતે નહી તો આર્થિક રીતે ભાંગી ન પડે ત્યાં સુધી ગેરવ્યાજબી રીતે લૂંટે છે. દર્દીઓની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે અને સરકાર મુકપ્રેક્ષક બનીને જોયા કરે છે. હાલ કોરોના કાળમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સરકારી આરોગ્ય વિભાગ દ્વારા ખાનગી હોસ્પિટલોની દાદાગીરીનો સામનો કરવો પડ્યો હતો. 

Updated By: Aug 6, 2020, 06:24 PM IST
દર્દીઓ પાસેથી લાખો ખંખેરી લેતી 2100 ખાનગી હોસ્પિટલો પૈકી 91 પાસે જ ફાયર NOC

અમદાવાદ : શહેરનાં સત્તાધીશોની બેદરકારીના કારણે ખાનગી હોસ્પિટલો કતલખાના સમાન બની ગઇ છે. દર્દીને શારીરિક રીતે નહી તો આર્થિક રીતે ભાંગી ન પડે ત્યાં સુધી ગેરવ્યાજબી રીતે લૂંટે છે. દર્દીઓની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે અને સરકાર મુકપ્રેક્ષક બનીને જોયા કરે છે. હાલ કોરોના કાળમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સરકારી આરોગ્ય વિભાગ દ્વારા ખાનગી હોસ્પિટલોની દાદાગીરીનો સામનો કરવો પડ્યો હતો. 

રામ મંદિર ભૂમિપૂજનની ઉજવણીમાં વોશિંગ્ટનમાં રેલી નીકળી, ટાઇમ્સ સ્કવેરમાં ભગવો લહેરાયો

જો કે શ્રેયસ હોસ્પિટલ કાંડ બાદ અમદાવાદની કુલ 2100 ખાનગી હોસ્પિટલમાંથી માત્ર 91 હોસ્પિટલોએ જ ફાયર વિભાગનું NOC લેવાનું યોગ્ય સમજ્યું છે. જ્યારે બાકીની તમામ હોસ્પિટલ દર્દીને આર્થિક અથવા તો આગમાં પાયમાલ કરી દેવા માટે જ જીવતા બોમ્બની જેમ ડાચા ફાડીને બેઠી છે. 

ઘોડા છુટ્યા પછી તબેલાને તાળા, ભરૂચ કલેક્ટરે હોસ્પિટલ ચેકિંગ કરવા આદેશ આપ્યો

કોર્પોરેશન અને રાજ્ય સરકારની ઢીલી નીતિના કારણે ખાનગી હોસ્પિટલો લૂંટારૂ બની છે. હોસ્પિટલોની સાંઠગાઠના કારણે કોઇ હોનારત કે ઘટના બને ત્યારે તંત્ર સફાળુ જાગે છે. જો કે રેગ્યુલર થતી કામગીરી અંગે કોઇ જ પુછતું પણ નથી. અમદાવાદની કથિત શ્રેય હોસ્પિટલ આનું જીવતું ઉદાહરણ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર