ગોઝારા અકસ્માતનો લાઇવ VIDEO: પૂરપાટ ઝડપે આવતી ટ્રકે બાઈકને ફંગોળ્યું, એકનું મોત

વ્યારાના કાંકરાપાર રોડ પર બનેલા ત્રિપલ વાહન અકસ્માતમાં બાઈક સવાર પૈકી એકનું મોત નિપજ્યું છે. જ્યારે એકની હાલત ગંભીર છે.

ગોઝારા અકસ્માતનો લાઇવ VIDEO: પૂરપાટ ઝડપે આવતી ટ્રકે બાઈકને ફંગોળ્યું, એકનું મોત

વિનાયક જાધવ/તાપી: વ્યારાના કાંકરાપાર રોડ પર બનેલા ત્રિપલ વાહન અકસ્માતમાં બાઈક સવાર પૈકી એકનું મોત નિપજ્યું છે. જ્યારે એકની હાલત ગંભીર છે.  ઘાયલ વ્યક્તિને સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માત કારમાં રહેલા કેમેરામાં કેદ થઈ ગયો હતો. જેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે બાઈક પર બે યુવક જઈ રહ્યાં છે અને તેમની પાછળ કાર છે. અચાનક ડાબી બાજુથી એક ટ્રક પૂરપાટ ઝડપે સામેની બાજુ જવા નીકળે છે અને બાઈક તેની અડફેટે આવી જાય છે. બરાબર તે જ સમયે કાર તેને ઓવરટેક કરવાની કોશિશમાં હોય છે.

બાઈક અને ટ્રકની ટક્કર એવી જોરદાર હતી કે બાઈકના ફૂરચા ઉડી ગયા. બાઈક પર સવાર બે યુવકમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું જ્યારે બીજો ઘાયલ છે. કાકરાપાર પોલીસ અકસ્માતની જાણ થતા ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

વ્યારા પાસે બીજા અકસ્માતમાં બસ અને ટ્રકની ટક્કર, 3 ઈજાગ્રસ્ત

તાપીના વ્યારા પાસે બીજી પણ એક અકસ્માતની ઘટના ઘટી હતી. જેમાં ગુરુવારે મોડી રાતે 12 વાગ્યે જલગાંવ જતી લક્ઝરી બસ ટ્રક સાથે અથડાતા ખાડામાં ખાબકી. સુરતથી નીકળેલા શુભમ ટ્રાવેલ્સના બસ ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા આગળ જતી ટ્રકને અડફેટે લીધી હતી. બસમાં 50થી વધુ મુસાફરો હતાં જેમાંથી 3ને ઈજા થઈ છે. પેસેન્જરોનો જો કે આબાદ બચાવ થયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news