18મી સદી ફટકારીની વિલિયમસને રચ્યો ઇતિહાસ, બન્યો ન્યૂઝીલેન્ડનો પ્રથમ ખેલાડી

વિલિયમસને 102 રન બનાવ્યા, પરંતુ વરસાદને કારણે માત્ર 23.1 ઓવરની રમત શક્ય બની હતી, જેમાં 54 રન બન્યા હતા. 

 

 18મી સદી ફટકારીની વિલિયમસને રચ્યો ઇતિહાસ, બન્યો ન્યૂઝીલેન્ડનો પ્રથમ ખેલાડી

ઓકલેન્ડઃ કેન વિલિયમસનની ન્યૂઝીલેન્ડ તરફથી રેકોર્ડ 18મી સદી અહીં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં વરસાદથી પ્રભાવિત બીજા દિવસે આકર્ષણનું કેન્દ્ર રહી. વિલિયમસને 201 રન બનાવ્યા, પરંતુ વરસાદને કારણે માત્ર 23.1 ઓવરની રમત શક્ય બની, જેમાં 54 રન બન્વા હતા. કીવી કેપ્ટને આઉટ થતા પહેલા ટીમને મહત્વપૂર્ણ લીડ અપાવી હતી. 

આ સાથે વિલિયમસન ન્યૂઝીલેન્ડ તરફથી ટેસ્ટ મેચોમાં સર્વાધિક સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. તેણી ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી. 

— BLACKCAPS (@BLACKCAPS) March 23, 2018

આ 27 વર્ષિય ખેલાડીએ બીજા દિવસે ઈનિંગને 91 રનથી આગલ વધારી અને એન્ડરસનના બોલ પર એક રન  કરીને પોતાની સદી પૂરી કરી હતી. આ રીતે તેણે માર્ટિન ક્રો અને પોતાના સાથી રોસ ટેલરને પાછળ છોડ્યા જેના નામે 17-17 સદી નોંધાયેલી છે. પોતાનની 64મી ટેસ્ટ રમી રહેલા વિલિયમસને અત્યાર સુધી 51.11ની એવરેજથી 5316 રન બનાવ્યા છે. 

અત્યાર સુધી રોસ ટેલર અને માર્ટિન ક્રો હતા આગળ
ન્યૂઝીલેન્ડ તરફથી માત્ર 6 બેટ્સમેનોએ દસ કે તેથી વધુ સદી ફટકારી છે. તેમાં વિલિયમસન, ટેલર અને માર્ટિન ક્રો સિવાય જોન રાઇડ અને બ્રેન્ડન મેક્કુલમ (બંન્ને 12) તથા નાથન એસ્ટલ (11) સામેલ છે. ટેસ્ટ ક્રિકેટમા સર્વાધિક સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકર (51)ના નામે નોંધાયેલો છે. 

ન્યૂઝીલેન્ડ પોતાની પ્રથમ ઈનિંગમાં ચાર વિકેટે 229 રન બનાવ્યા છે. તેણે ઈંગ્લેન્ડ પર 171 રનની લીડ મેળવી લીધી છે. ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ ઈનિંગમાં માત્ર 58 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news