ભયંકર બીમારીએ ગુજરાતને બાનમાં લીધું, પહેલુ મોત એક બાળકીનું થયું

કોરોના પછી ગુજરાતમાં જે રોગ હાહાકાર મચાવી રહ્યો છે, તેણે પહેલો ભોગ લીધો છે. ગુજરાતમાં હાલ ફાટી નીકળેલ ગુલિયન બારી સિન્ડ્રોમથી પ્રથમ મોત થયુ છે. જીબીએસથી પીડાતી મહીસાગરની બાળકીનું એસએસજીમાં મોત નિપજ્યું છે. ત્યારે આ મોતથી આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે. જિલ્લા આરોગ્ય ટીમે મૃતકના ઘરની મુલાકાત લીધી છે. 
ભયંકર બીમારીએ ગુજરાતને બાનમાં લીધું, પહેલુ મોત એક બાળકીનું થયું

જયંતી સોલંકી/વડોદરા :કોરોના પછી ગુજરાતમાં જે રોગ હાહાકાર મચાવી રહ્યો છે, તેણે પહેલો ભોગ લીધો છે. ગુજરાતમાં હાલ ફાટી નીકળેલ ગુલિયન બારી સિન્ડ્રોમથી પ્રથમ મોત થયુ છે. જીબીએસથી પીડાતી મહીસાગરની બાળકીનું એસએસજીમાં મોત નિપજ્યું છે. ત્યારે આ મોતથી આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે. જિલ્લા આરોગ્ય ટીમે મૃતકના ઘરની મુલાકાત લીધી છે. 

હજુ સમગ્ર વિશ્વ કોરોના મહામારીના ચુંગાલમાંથી બહાર નીકળી શક્યું નથી. ત્યાં ગુજરાતમાં એક ભયંકર બિમારી જોવા મળી છે. રાજ્યના પંચમહાલમાં GBS સિન્ડ્રોમના કેસ મળી આવતાં ફફડાટ ફેલાયો છે. આ રોગની ઝપેટમાં ગોધરા અને શહેરાના ધારાપુર ગામના લોકો અસરગ્રસ્ત થયા છે. GBS સિન્ડ્રોમને ફેલાતો અટકાવવા માટે આરોગ્ય તંત્ર હરકતમાં આવી સેમ્પલિંગ લેવાની કામગીરી શરૂ કરી દીધી છે.

પંચમહાલમાં GBS સિન્ડ્રોમના જે આઠ કેસ મળી આવ્યા છે, તે દર્દીઓ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ રોગની ઝપેટમાં મોટાભાગના બાળકોનો પણ સમાવેશ થાય છે. પંચમહાલમાં ફેલાયેલા GBS સિન્ડ્રોમ રોગની ઈસ્ટ્રી વિશે વાત કરીએ તો 18 ફેબ્રુઆરીએ ત્રણ કેસનો રિપોર્ટ આવ્યો હતો. ત્યારબાદ ધીમીધીમે કેસનો આંકડો આઠ પર પહોંચ્યો હતો. અને હવે આ રોગે એક બાળકીનો ભોગ લીધો છે. 

શું છે GBS સિન્ડ્રોમના લક્ષણો?
ગુલિયન બેરી સિંડ્રોમ એક સ્વપ્રતિરક્ષિત રોગ છે. સ્વપ્રતિરક્ષિત રોગમાં શરીરની પ્રતિરક્ષા પ્રણાલી તંદુરસ્ત ચેતાતંતુઓ પર હુમલો કરવા લાગે છે. શરીરમાં નબળાઈનો સતત અનુભવ થવા લાગે છે. જ્યારે હાથ અને પગ પર સોજા આવવા લાગે છે. સમય સાથે ગુલિયન બેરી સિંડ્રોમનો વિકાર સંપૂર્ણ શરીરમાં ફેલાઈ જાય છે. શરૂઆતમાં આ રોગથી શ્વસનતંત્ર અને શ્વાસને લગતી મુશ્કેલી સર્જાય છે. ત્યારબાદ સમગ્ર શરીર લકવાગ્રસ્ત થવા લાગે છે.

  • સૌપ્રથમ પેશન્ટનાં હાથ અને પગ સુન્ન થવાં, આંગળીમાં સોઇ વાગે તેવો દુ:ખાવો અનુભવવો તથા શરીરમાં દુ:ખાવો થવો જેવા લક્ષણ જોવા મળે છે.
  • વધારે પ્રમાણમાં અસરગ્રસ્ત દર્દીને લકવાગ્રસ્ત બનાવી દે છે.
  • ખાલી ચઢવી, અશક્તિ આવવી, શરીરના ઉપરના ભાગે વધુ અસર કરે છે.
  • દર્દીને શ્વાસોશ્વાસની ક્રિયામાં તકલીફ થતાં વેન્ટીલેટર પર રાખવા પડે છે.
  • આ વાયરસનો પગ પેસારો સૌ પ્રથમ શ્વાસોશ્વાસ અથવા જઠરથી થાય છે.
  • જીબીએસ એટલે કે ગુલીયન બારે સિન્ડ્રોમની સારવાર ખૂબ ખર્ચાળ પણ છે.
  • જીબીએસ નર્વસ સિસ્ટમ મગજથી લઈને કરોડરજ્જુ અને શરીરના વિવિધ ભાગો સુધી ફેલાયેલી હોય છે.
  • આ એક દુર્લભ ઑટૉઇમ્યૂન ડિસઑર્ડર હોવાનો નિષ્ણાતોનો મત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news