Ind vs SL T20: વિસ્ફોટક બેટર ઈશાન કિશનને મેચ દરમિયાન માથામાં લાગ્યો બોલ, તાત્કાલિક હોસ્પિટલમાં કર્યો દાખલ

ઈશાન ઉપરાંત શ્રીલંકાના બેટ્સમેન દિનેશ ચાંદીમલને કાંગડાની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી T20 મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે ચાંદીમલ પણ ઈજાગ્રસ્ત થયો હતો.

 Ind vs SL T20: વિસ્ફોટક બેટર ઈશાન કિશનને મેચ દરમિયાન માથામાં લાગ્યો બોલ, તાત્કાલિક હોસ્પિટલમાં કર્યો દાખલ

નવી દિલ્હી: શ્રીલંકા વિરુદ્ધ બીજી ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાના ઓપનર ઈશાન કિશાન બેટથી કંઈ વધારે પ્રદર્શન કરી શક્યો નહોતો. પહેલી મેચનો હીરો ઈશાન બીજી મેચમાં માત્ર 16 રન બનાવીને આઉટ થયો હતો. ઈશાનને લાહિરૂ કુમારાએ કેપ્ટન દસુન શનાકાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

ઈશાનની નાનકડી ઈનિંગ દરમિયાન ઈશાન કિશનને અનેક મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે લાહિરૂ કુમારાનો બાઉન્સર બોલ ઈશાન કિશનના માથા પર લાગ્યો હતો. બોલ વાગ્યા બાદ ઈશાન હેલમેટ ઉતારીને જમીન પર બેસી ગયો હતો, ત્યારબાદ ભારતીય ફિઝિયો તાત્કાલીક દોડીને મેદાન પર આવ્યા હતા અને તેની તપાસ કરી હતી. ત્યારબાદ પણ ઈશાન કિશનને બેટિંગ ચાલું રાખી હતી, પરંતુ તે લાહિરૂ કુમારાનો શિકાર બન્યો હતો.

— Rishobpuant (@rishobpuant) February 26, 2022

સૂત્રોના મતે બેટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયા બાદ ઈશાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનો સીટી સ્કેન કરાવવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે, હાલ તો સારું છે, પર ટૂંક સમયમાં તેના પર એક એડવાઈઝરી જાહેર કરવામાં આવશે. હવે એક મોટો પ્રશ્ન સામે આવ્યો છે કે શું ઈશાન ફરીથી આજે રમાનાર ત્રીજી મેચમાં રમશે કે નહીં? જોકે હજું તે સ્પષ્ટ થઈ શક્યું નથી.

ચાંદીમલને પણ ઈજાગ્રસ્ત થયો
ઈશાન ઉપરાંત શ્રીલંકાના બેટ્સમેન દિનેશ ચાંદીમલને કાંગડાની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી T20 મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે ચાંદીમલ પણ ઈજાગ્રસ્ત થયો હતો.

જો ઈશાન ત્રીજી મેચ માટે અનફિટ થઈ જાય છે તો મયંક અગ્રવાલને તક મળી શકે છે. કોઈપણ રીતે, ત્રીજી ટી20માં ભારત પાસે પોતાની બેન્ચ સ્ટ્રેન્થ ચકાસવાની સુવર્ણ તક હશે. રવિ બિશ્નોઈ, આવેશ ખાન, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને મયંક અગ્રવાલ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે, જેઓને ટીમમાં મોકોની રાહ જોઈ રહ્યા છે. કેપ્ટન રોહિત શર્માએ પણ ત્રીજી મેચમાં બેન્ચ સ્ટ્રેન્થ અજમાવવાના સંકેત આપ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news