આંશિક લોકડાઉન તરફ ગુજરાત : શનિ-રવિ કરફ્યૂની અફવાઓએ જોર પકડતા ખરીદી કરવા લોકોની ભીડ ઉમટી  

આંશિક લોકડાઉન તરફ ગુજરાત : શનિ-રવિ કરફ્યૂની અફવાઓએ જોર પકડતા ખરીદી કરવા લોકોની ભીડ ઉમટી  
  • ગુજરાતમાં અગાઉની જેમ બે દિવસના કરફ્યૂની અફવાઓ જોર પકડ્યું છે. આ ચર્ચાની અસર માર્કેટ પર દેખાઈ રહી છે. ગઈકાલે સાંજથી જ ગુજરાતના મોલ તથા માર્કેટમા જરૂરિયાતી વસ્તુઓ લેવા માટે લોકોની લાઈનો લાગી

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયાને એક વર્ષ પૂર્ણ થયું છે. વેક્સીન પણ આવી ગઈ, છતાં એક વર્ષ બાદ પણ સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. લેટેસ્ટ સ્થિતિ મુજબ, દર કલાકે ગુજરાતમાં 53 લોકોને કોરોનાનો ચેપ લાગી રહ્યો છે. આવામાં સરકારે પગલા લેવાની શરૂઆત કરી છે. ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે, ગુજરાતમાં લોકડાઉન નહિ આવે. તેમણે લોકડાઉન (lockdown) ની વાતો અને અફવા પર પૂર્ણવિરામ મૂક્યું હતું. પરંતું જે રીતે સરકાર પગલા લઈ રહી છે તે જોતા શનિવાર અને રવિવારના રોજ આખા દિવસના કરફ્યૂની કાનાફૂસી શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં અગાઉની જેમ બે દિવસના કરફ્યૂ (curfew) ની અફવાઓ જોર પકડ્યું છે. આ ચર્ચાની અસર માર્કેટ પર દેખાઈ રહી છે. ગઈકાલે સાંજથી જ ગુજરાતના મોલ તથા માર્કેટમા જરૂરિયાતી વસ્તુઓ લેવા માટે લોકોની લાઈનો લાગી હતી. ફરીથી લોકડાઉન આવશે એ બીકે લોકો ખરીદી કરવા નીકળી પડ્યા છે. આજે સવારથી પણ ગુજરાતના અનેક બજારોમાં ભીડ ઉમટી છે. જોકે, આ ભીડ વિનાશ નોતરી શકે છે. 

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાનું એક વર્ષ, 19 માર્ચે રાજકોટમાં આવ્યો હતો પહેલો કેસ

ગુજરાતમાં આશિંક લોકડાઉન 
અમદાવાદ અને સુરતમાં શનિવારે અને રવિવારે તમામ મોલ અને થિયેટર બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. કોરોના (gujarat corona update) એ ફરીથી ઉથલો મારતાં બંને શહેરના કોર્પોરેશને આ નિર્ણય લીધો છે. ત્યારે આ જાહેરાત સાથે જ લોકડાઉન અને કરફ્યૂની ચર્ચા ચારેકોર થઈ રહી છે. જેથી લોકો ખરીદી કરવા નીકળી પડ્યા છે. આ ઉપરાંત ગુજરાત આંશિક લોકડાઉન તરફ વળી ચૂક્યુ છે. જેમાં ગુજરાતના 4 મહાનગરોમાં કરફ્યૂ છે. તેમજ મોલ-મલ્ટીપ્લેક્સ, સ્પોર્ટસ ક્લબ, બાગ-બગીચા, સ્થાનિક બસો વગેરે બંધ કરી દેવામાં આવ્યું છે. તો અલગ અલગ શહેરોમાં કેસો મુજબ શું શું બંધ રહેશે તેની જાહેરાત કરાઈ છે. 

આ પણ વાંચો : કોરોનાનું 365 દિવસનું સરવૈયું, બદલાયું કંઈ નહિ, પણ બમણા જોરથી ફરી પાછો આવ્યો કોરોના 

જમાલપુર માર્કેટમાં ભીડ ઉમટી 
અમદાવાદમાં કોરોના બેકાબૂ બન્યો છે. ફરી એક વખત કોરોનાના કેસ 300ને પાર પહોંચી ગયા છે. પરંતુ લોકો હજુ પણ બેદરકારી દાખવી રહ્યા છે. રાત્રે કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. પરંતુ સવાર પડતાની સાથે નિયમોના ધજાગરા ઉડવાની શરૂઆત થઈ જાય છે. અમદાવાદનું સૌથી મોટું હોલસેલ અને રિટેઈલ જમાલપુર માર્કેટમાં નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા. વહેલી સવારથી કોરોનાને આમંત્રણ આપતી ભીડ જોવા મળી છે. વેપારી હોય કે ગ્રાહક કોઈના પણ મોઢે માસ્ક નથી જોવા મળતું. સાથે જ સોશિયલ ડિસ્ટન્સ (social distance) ના ધજાગરા પણ ઉડી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે કોરોનાએ ભયંકર રૂપ ધારણ કર્યું હોવા છતા લોકો કેમ બેદરકારી દાખવી રહ્યા છે. ક્યારે નિયમોનું કડક પાલન થશે. ક્યારે લોકો જાગૃત થશે. નિયમોના કડક અમલની માત્ર વાતો જ ક્યાં સુધી થશે.

અમદાવાદ-સુરતમાં 9 થી 6 કરફ્યૂ 
રાજ્યભરમાં કોરોનાથી અનેક લોકો સંક્રમિત થઈ રહ્યા છે જેને પગલે સરકારે રાત્રિ કરફ્યૂમાં પણ વધારો કર્યો છે. રાત્રિ દરમિયાન 9 થી સવારે 6 વાગ્યા સુધી અમદાવાદ-સુરત સહિત અનેક મહાનગરોમાં કરફ્યૂનું કડકપણે પાલન કરાઈ રહ્યું છે. ત્યારે હજી પણ લોકો સમજ્યા અને સુધર્યા નથી. કેટલાક ટી સ્ટોલ અને પાન મસાલા વેચતા દુકાનદારો જાણે કોરોના સાથે મિત્રતા કરી ચૂક્યા હોય તેમ બિન્દાસ રીતે ધંધો રોજગાર ચલાવી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news