દિનુ મામા આકરા પાણીએ, ભાજપમાંથી રાજીનામુ આપ્યું

Gujarat Elections 2022 : વડોદરામાં ભાજપના નેતા દિનેશ પટેલે રાજીનામું આપ્યું... સી.આર.પાટીલના નિવેદન બાદ દિનુમામાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું... પાર્ટીમાંથી ટિકીટ ન મળતાં દિનુમામાએ નોંધાવી છે અપક્ષ ઉમેદવારી... 

દિનુ મામા આકરા પાણીએ, ભાજપમાંથી રાજીનામુ આપ્યું

રવિ અગ્રવાલ/વડોદરા :ટિકિટ ન મળતા પાદરાના નારાજ દિનેશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધવારી હતી, તેના બાદ આજે તેમણે ભાજપમાંથી રાજીનામુ આપ્યું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના નિવેદન બાદ ગુસ્સાયેલા દિનેશ પટેલે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. ત્યારે દિનેશ પટેલ (દિનુમામાં) ના રાજીનામાને લઈ રાજકારણ ગરમાયુ છે.

દિનેશ પટેલના રાજીનામા બાદ અનેક રાજીનામા પડ્યા
દિનેશ પટેલના રાજીનામા બાદ પાદરા વિધાનસભા બેઠક પર વધુ એક ભંગાણ થયું છે. ભાજપ શાસિત તાલુકા પંચાયતના ભાજપના સભ્યોએ પક્ષને રાજીનામા આપ્યા. દિનેશ પટેલના ભાજપમાંથી રાજીનામાં બાદ તાલુકા પંચાયત તૂટી છે. તાલુકા પંચાયતના 16 સભ્યોએ આપ્યા ભાજપમાંથી રાજીનામા આપ્યા છે. તમામ લોકોએ દિનેશ પટેલને સમર્થન કરીને રાજીનામું આપ્યું છે. 

પાટીલના પ્રયાસ છતા દિનુ મામા માન્યા ન નહિ
વડોદરા જિલ્લામાં ડેમેજ કંટ્રોલ કરવામાં ભાજપ મોવડીમંડળ નિષ્ફળ નીવડ્યુ હતું. એકસાથે બે દિગ્ગજ નેતાઓની ટિકિટ કપાતા વડોદરાનું રાજકારણ ગરમાયુ હતું. જેથી સીઆર પાટીલ વડોદરા દોડી આવ્યા હતા. તેઓએ નારાજ મધુ શ્રીવાસ્તવને વડોદરા એરપોર્ટ બોલાવ્યાં હતા. વડોદરા એરપોર્ટ પર મધુ શ્રીવાસ્તવ અને સીઆર પાટીલ વચ્ચે બેઠક થઈ હતી. સવા કલાક સુધી ચાલેલી બેઠક બાદ પણ મધુ શ્રીવાસ્તવ માન્યા ન હતા. ભાજપનાં નારાજ ત્રણ નેતાઓ પૈકી માત્ર સતીશ નિશાળિયા માન્યા હતા.પરંતું મધુ શ્રીવાસ્તવ અને દિનુમામાને મનાવવામાં ભાજપના નેતાઓ નિષ્ફળ ગયા હતા. જેના બાદ મધુ શ્રીવાસ્તવ અને દિનેશ પટેલ બંનેએ અપક્ષ તરીકે ફોર્મ ભર્યુ હતું. સીઆર પાટીલનાં પ્રયાસ છતાં મધુ અને મામા માન્યા ન હતા. 

શક્તિ પ્રદર્શન કરીને ફોર્મ ભર્યું 
પાદરા બેઠક પર દિનેશ પટેલ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. દિનેશ પટેલે શક્તિ પ્રદર્શન કરીને ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. દિનેશ પટેલે હજારોની ભીડ ભેગી કરી હતી. દિનેશ પટેલ ઘોડે સવાર થઈ નીકળ્યા હતી. 
શક્તિ પ્રદર્શન રેલીમાં પાલિકા-તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો પણ હાજર રહ્યા હતા. 

વડોદરા શહેર જિલ્લાની તમામ 10 બેઠકોનાં ઉમેદવાર 

રાવપુરા
ભાજપ - બાળુ શુક્લ
કોંગ્રેસ - સંજય પટેલ 

સયાજીગંજ
ભાજપ - કેયુર રોકડીયા
કોંગ્રેસ - અમીબેન રાવત 

અકોટા
ભાજપ - ચૈતન્ય દેસાઇ
કોંગ્રેસ - ઋત્વિજ જોશી 

શહેર વાડી
ભાજપ - મનીષાબેન વકીલ
કોંગ્રેસ - ગુણવંતરાય પરમાર 

માંજલપુર
ભાજપ - યોગેશ પટેલ 
કોંગ્રેસ - ડો.તશ્વીન સિંઘ 

કરજણ
ભાજપ - અક્ષય પટેલ
કોંગ્રેસ - પ્રિતેશ (પીન્ટુ) પટેલ 

પાદરા
ભાજપ - ચૈતન્યસિંહ ઝાલા
કોંગ્રેસ - જશપાલસિંહ પઢિયાર
અપક્ષ - દિનેશ પટેલ (દિનુમામા) 

સાવલી
ભાજપ - કેતન ઇનામદાર
કોંગ્રેસ - કુલદીપસિંહ રાઉલજી 

ડભોઇ
ભાજપ - શૈલેષ મહેતા
કોંગ્રેસ - બાલકૃષ્ણ પટેલ (ઢોલાર) 

વાઘોડિયા
ભાજપ - અશ્વિન પટેલ
કોંગ્રેસ - સત્યજીત ગાયકવાડ
અપક્ષ - ધર્મેન્દ્રસિંહ વાઘેલા
અપક્ષ - મધુ શ્રીવાસ્તવ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news