Gold Rate Today: આ શું...સોનું લેવું કે નહીં? આજે વળી પાછું સોનું ચડ્યું, ચાંદી પણ ઉછળી, ફટાફટ જાણો લેટેસ્ટ રેટ

Latest Gold Rate: સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. જો તમે પણ સોનાના દાગીના કે લગડી કે પછી ચાંદીની કોઈ વસ્તુ લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ચેક કરો. 

Gold Rate Today: આ શું...સોનું લેવું કે નહીં? આજે વળી પાછું સોનું ચડ્યું, ચાંદી પણ ઉછળી, ફટાફટ જાણો લેટેસ્ટ રેટ

સોના અને ચાંદીમાં આજે મિક્સ ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે. બુલિયન્સમાં આંતરરાષ્ટ્રીય બજારમાં થોડો સ્થિર કારોબાર જોવા મળી રહ્યો છે. કારણ કે અમેરિકી ફેડરલ રિઝર્વ બેંક ચીફ જેરોમ પોવેલના સંબોધન પર રોકાણકારોની નજર છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું હળવી તેજી સાથે જોવા મળી રહ્યું છે. જ્યારે રિટેલ ભાવમાં પણ સોનું તેજીમાં છે. વાયદા બજાર અને શરાફા બજારમાં લેટેસ્ટ ભાવ ખાસ જાણો. 

વાયદા બજારમાં ભાવ
વાયદા બજાર MCX પર સોનું સવારે 56 રૂપિયાની મામૂલી તેજી સાથે 76,022 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું હતું. જે કાલે 75,966 રૂપિયા પર ક્લોઝ થયું હતું. આ દરમિયાન ચાંદી 474 રૂપિયાની તેજી સાથે 90,219 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી જે કાલે 89,745 પર બંધ થઈ હતી. 

Add Zee News as a Preferred Source

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 96 રૂપિયાની હળવી તેજી સાથે 76,420 રૂપિયાની સપાટી પર જોવા મળ્યું જે કાલે 76,324 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 370 રૂપિયા વધીને 90,350 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી છે. જે કાલે 89,980 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ક્લોઝ થઈ હતી. 

For more details contact: Saurabh +91 9004120120 / 022- 49098950 / 022- 49098960

Follow us on Twitter : https://t.co/lXovVzctug

Follow us on Instagram : https://t.co/ZOr2uGknFc

— IBJA (@IBJA1919) December 4, 2024

રિટેલ ભાવ પર ફેરવો નજર

For more details contact: Saurabh +91 9004120120 / 022- 49098950 / 022- 49098960

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram :… pic.twitter.com/2Qk0YsmoPS

— IBJA (@IBJA1919) December 4, 2024

ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news