આવી ગયા છે ગુજરાતના ક્રિકેટપ્રેમીઓને જબરદસ્ત જલસો પડી જાય એવા સમાચાર

આખી દુનિયામાં ટી-20 લીગની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે

આવી ગયા છે ગુજરાતના ક્રિકેટપ્રેમીઓને જબરદસ્ત જલસો પડી જાય એવા સમાચાર

નવી દિલ્હી : આખી દુનિયામાં ટી-20 લીગની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે આજે દુનિયામાં બિગ બેશ લીગ, પાકિસ્તાન સુપર લીગ અને કેરેબિયન લીગ જેવી ટુર્નામેન્ટ ચાલે છે. હાલમાં ભારતનું દરેક રાજ્ય પણ પોતાની અલગ ટી-20 લીગ લઈને સામે આવી રહ્યું છે. તામિલનાડુ પ્રીમિયર લીગ અને કર્ણાટક પ્રીમિયર લીગને મળેલી સારી સફળતા પછી હવે મુંબઈ ટી-20 લીગ શરૂ થઈ ગઈ છે. હવે ગુજરાત ક્રિકેટ અસોશિયેશન દ્વારા બહુ જલ્દી ગુજરાત પ્રીમિયર લીગ શરૂ કરવાનું પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાત પ્રીમિયર લીગ સુરત, અમદાવાદ તેમજ રાજકોટમાં 28 મેથી 10 જુન વચ્ચે ટુર્નામેન્ટ રમવામાં આવશે જેમાં છ ટીમ ભાગ લેશે. 

આ ટુર્નામેન્ટ શરૂ થતા પહેલાં ભવ્ય ઓપનિંગ સેરેમની થશે જેમાં બોલિવૂડના ટોચના સ્ટાર શામેલ થશે. આ સિવાય 6 પૂર્વ ભારતીય ખેલાડી, 18 ઇન્ટરનેશનલ ખેલાડી અને ઘરેલુ સ્ટાર ટુર્નામેન્ટમાં ભાગ લેશે. આ ટુર્નામેન્ટમાં કુલ 18 મેચ રમવામાં આવશે. મોહમ્મદ કૈફ, ઓવેસ શાહ, હર્ષલ ગિબ્સ, મખાયા નતિની, મુથૈયા મુરલીધરન, બ્રાયન લારા, એન્ડ્યુ સાયમંડ, એલિયસ્ટર કેમ્પબેલ, રિકાર્ડો પાવેલ, ટીનો બેસ્ટ, જસ્ટિન કેમ્પ, મૈથ્યુ હોગાર્ડ, ચાર્લ્સ કોન્વેન્ટી, ફરવીઝ મહરૂપ, ચમારા સિલ્વા, અજંથા મેન્ડિસ, પોલ એડમ્સ, જસ્ટિન કેમ્પ અને રમેશ પવાર જેવા ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં રમતા જોવા મળશે. 

આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને 51 લાખ અને રનર્સ અપને 21 લાખ રૂ. દેવામાં આવશે. ભાગ લેનારી ટીમને પ્રાઇઝ મની સાથે વધારાના બે લાખ રૂ. દેવામાં આવશે. આ ટુર્નામેન્ટ યુવા ખેલાડીઓ માટે મોટું પ્લેટફોર્મ હ શે કારણ કે એમાં અનેક સિનિયર ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news