ગુજરાતમાં આજે ફરી મોદી-શાહ મેજિક જોવા મળશે, સતત બીજા દિવસે પીએમનો રોડ શો નીકળશે

PM Narendra Modi Gujarat Visit : PM નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે આજે સતત બીજા દિવસે PM મોદીનો ભવ્ય રોડ શો નીકળશે. ગુજરાતના બે દિવસના પ્રવાસમાં આ તેમનો બીજો રોડ શો હશે, જ્યાં ફરી લાખોની જનમેદની ઉમટી પડશે. તો બીજી તરફ અમિત શાહ પણ ગુજરાતમાં છે. ત્યારે આ જોડી આગામી ચૂંટણીના પ્રચારમાં નવા પ્રાણ ફૂંકશે

ગુજરાતમાં આજે ફરી મોદી-શાહ મેજિક જોવા મળશે, સતત બીજા દિવસે પીએમનો રોડ શો નીકળશે
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ
  • ગાંધીનગરથી ચિલોડા સર્કલ અને દહેગામમાં કરાશે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 11માં ખેલ મહાકુંભની શરૂઆત કરાવશે
  • ખેલ મહાકુંભની શરૂઆત સાથે પીએમ મોદી સ્પોર્ટ્સ પોલિસી 2022ની કરશે જાહેરાત

ઝી મીડિયા/બ્યૂરો :PM નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે આજે સતત બીજા દિવસે PM મોદીનો ભવ્ય રોડ શો નીકળશે. રાજભવનથી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સુધી PM નો રોડ શો નીકળવાનો છે. ત્યારે આજે પણ PM નું અભિવાદન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. આજે પણ રોડ શો દરમિયાન અનેક સ્પોટ પર પીએમનુ સ્વાગત કરવામાં આવશે. તો બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ પણ આજે ગુજરાતમાં છે. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર મોદી-શાહ મેજિક જોવા મળવાનું છે. 

રક્ષા યુનિવર્સિટી દેશને સમર્પિત કરશે
રોડ શો દરમિયાન ગાંધીનગર સેક્ટર 30 સર્કલ પર PM મોદીનું સ્વાગત કરાશે. ગાંધીનગરથી ચીલોડા સર્કલ સુધી PM ના સ્વાગતનો કાર્યક્રમ રખાયો છે. દહેગામમાં પીએમ મોદીના સ્વાગત બાદ ભવ્ય રોડ શો થશે. આ રોડ શો બાદ પીએમ મોદી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી પહોંચશે. તેઓ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી કેમ્પસના ઉદ્ધાટનમાં ઉપસ્થિત રહેશે. પીએમ મોદી પ્રથમ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. જેમાં તેઓ સંબોધન પણ કરશે. પદવીદાન કાર્યક્રમ બાદ સાંજ સુધી તેઓ રાજભવનમાં રોકાશે અને સાંજે ખેલ મહાકુંભની શરૂઆત કરાવશે. ખેલ મહાકુંભની શરૂઆત સાથે પીએમ મોદી સ્પોર્ટ્સ પોલિસી 2022ની જાહેરાત પણ કરશે. 

આ પણ વાંચો : શરમમાં મૂકાયુ સુરત, 24 કલાકમાં છેડતીના બે બનાવ... BRTSના ડ્રાઈવરે યુવતીને કહ્યું-આજે તારો ચહેરો જોઈને જ રહીશ

અમિત શાહ પણ આજે ગુજરાતમાં
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે અમદાવાદના કોચરબ આશ્રમની મુલાકાત લેવા પહોંચી ચૂક્યા છે. જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાઈકલ રેલીને પ્રસ્થાન કરાવશે. જેના માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. 12 માર્ચે દાંડીકૂચની શરૂઆત થઈ હતી. જેથી ગૃહમંત્રી અમિત શાહ દાંડીકૂચના દિવસે કોચરબ આશ્રમની ખાસ મુલાકાતે છે. તો દાંડીકૂચના દિવસે આયોજીત સાઈકલ રેલીનું કોચરબ આશ્રમથી પ્રાસ્થાન થશે. ત્યારે બાદ અમિત શાહ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની મુલાકાત લેવાના છે. જેમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના લોકાર્પણ અને પદવીદાન સમારોહમાં હાજરી આપશે.

સરપંચ સંમેલનમાં પીએમએ શું કહ્યું...
તેમણે કહ્યુ હતું કે, કદાચ ડોઢ લાખથી વધારે ચૂંટાયેલા જનપ્રતિનિધિ ગુજરાતના ઉજ્વળ ભવિષ્યની ચર્યા કરે તેનાથી મોટો અવસર શું હોઇ શકે. નાના નાના કામ મારા મનમાં છે. એવા કામ કે આપણે ત્યાં ગામમાં શાળા હશે તે શાળા જ્યારે શરૂ થઇ હશે તેનું લખાણ હશે. કોઇ દિવસ એવું થાય કે દર વર્ષે શાળાનો જન્મ દિવસ આવે ત્યારે ગામ આખુ ભેગુ થઇને શાળાનો જન્મ દિવસ ઉજવીશું. આવું કરી શકીએ આપણે. શાળા આપણા ગામની પ્રાણ શક્તિ છે. તેનું ગાન ગામના દરેક નાગરિકે કરતું રહેવું જોઇએ. શાળાની સાફસફાઇ કરો, શું સારૂ થઇ શકે તેની ચર્ચા કરો. નવી પેઢીના બાળકોને પણ આ શાળા પોતાની લાગવા લાગશે. આઝાદીના 75 વર્ષ ઉજવી રહ્યા છીએ ત્યારે દરેક ગામડું 2023 ઓગષ્ટ સુધી આપણે આ અમૃત મહોત્સવ ઉજવવાના છીએ. 23 ઓગસ્ટ સુધી ઓછામાં ઓછા 75 વખત ગામમાં પ્રભાત ફેરી કરી શકીએ. આખા ગામની પ્રદક્ષીણા કરીએ ભારત માતા કી જય અને દેશનો ઝંડો હાથમાં હોય. જેમાં વડીલોથી માંડી ભુલકાઓ સાથે હોય અને આઝાદી સમયના મહાનપુરૂષોની એક નાનકડી વાત કરી શકીએ. અનેક મહાપુરૂષોએ આઝાદી માટે કરેલી તપસ્યા અને ત્યાગની વાત કરી શકીએ. ગામ આખુ ભેગુ થઇને નક્કી કરે કે આઝાદીના 75 વર્ષે આપણે એક ગામમાં જગ્યા શોધીએ અને ત્યાં 75 ઝાડ વાવીએ. નાનકડો બગીચો બનાવીએ. આ જવાબદારી આપણું ગામ લઇ શકે કે નહી. ઝાડ ઉગાડો તો ગામનું તો ભલુ થાય કે ન થાય. આપણે ઘણીવાર મોટા મોટા કામોનો વિચાર કરીએ છીએ પણ નાના વિચારો ભુલી જઇએ છીએ. 

Trending news