PM Modi Gujarat Visit: PM મોદીએ સોમનાથ મંદિરમાં મહાદેવની પુજા-અર્ચના કરી, પરિસરમાં લોકોનું અભિવાદન ઝીલ્યું
Gujarat Election 2022: પીએમ નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે પીએમ મોદી હાલ સોમનાથ પહોંચી ચૂક્યા છે. જ્યાં લોકોએ હાથ ઉંચો કરીને અભિવાદન કર્યું
Trending Photos
PM Modi Gujarat Visit: પીએમ નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદી હાલ સોમનાથ પહોંચી ચૂક્યા છે. જ્યાં લોકોએ હાથ ઉંચો કરીને અભિવાદન કર્યું. પ્રધાનમંત્રી મોદી હેલિકોપ્ટર દ્વારા હવાઈ માર્ગે સોમનાથ પહોંચ્યા છે. PM મોદીએ સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી. પીએમ મોદી સોમનાથ પહોંચતા જ લોકોએ હાથ ઉંચો કરીને તેમનું અભિવાદન પાઠવ્યું.
વલસાડ સર્કિટ હાઉસથી પીએમ થયા રવાના
વલસાડ સર્કિટ હાઉસથી નરેન્દ્ર મોદીનો કાફલો રવાના થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડથી સોમનાથ પહોંચ્યા હતા. જ્યાં સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ તેઓ સદભાવના ગ્રાઉન્ડ ખાતે જનસભા ગજવશે.
Gujarat | Prime Minister Narendra Modi visits the Somnath temple pic.twitter.com/RqIklXmDPJ
— ANI (@ANI) November 20, 2022
મહત્વનું છે કે, ગુજરાતમાં કોઈ પણ પાર્ટીની સરકાર બને પણ સૌરાષ્ટ્રની 48 બેઠકોના પરિણામોની ભૂમિકા મહત્વની બની રહેશે.
સોમનાથનું રાજકીય મહત્વ શું છે?
એવું કહેવાય છે કે સૌરાષ્ટ્રની 53 સીટોમાંથી જે પાર્ટીને સૌથી વધુ બેઠકો મળે તે સરકાર બનાવશે. ગત ચૂંટણીઓની વાત કરીએ તો ભાજપને અહીંથી ચૂંટણીમાં જોરદાર લીડ મળી છે. આ જ કારણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં ચાર સભાઓ કરી રહ્યા છે.
મોદી વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરનું સંચાલન કરતા ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે. આ પદ સંભાળનાર તેઓ બીજા વડાપ્રધાન છે. પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ પછી નરેન્દ્ર મોદી આ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નિયુક્ત થનારા બીજા વડાપ્રધાન છે. ટ્રસ્ટના રેકોર્ડ મુજબ મોદી ટ્રસ્ટના આઠમા અધ્યક્ષ બન્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે