PM Modi LIVE: પીએમ મોદીએ કહ્યું; 'ગુજરાતે ક્યારેય મને આશીર્વાદમાં ખોટ પડવા નથી દીધી'

Gujarat Election 2022: આજે અમદાવાદમાં પ્રધાનમંત્રીનો ભવ્ય રોડ શો યોજાશે. બપોરે 3:30થી સાંજે 6:25 કલાક સુધી રોડ શો અમદાવાદના રસ્તાઓ પર નીકળશે. જે અત્યાર સુધીનો સૌથી લાંબો 32 કિલોમીટર લાંબો રોડ શો હશે. આ રોડ શો અત્યાર સુધીનો ગુજરાતમાં પ્રધાનમંત્રીનો સૌથી લાંબો રોડ શો હશે.

PM Modi LIVE: પીએમ મોદીએ કહ્યું; 'ગુજરાતે ક્યારેય મને આશીર્વાદમાં ખોટ પડવા નથી દીધી'

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. બીજી બાજુ પીએમ નરેન્દ્ર મોદી બીજા તબક્કાના મતદાન માટે ઉત્તર ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે. આજથી પીએમ મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંચમહાલના કાલોલમાં સભા ગજવીને હાલ હિંમતનગર પહોંચ્યા છે. જ્યાં તેમણે સભાને સંબોધી હતી.

સાબરકાંઠાથી પીએમ મોદી Live:

- કોંગ્રેસના રાજમાં 4 કરોડ ફર્જી રાશન કાર્ડ હતા, આ બધું આપણે બંધ કરાવી દીધું.

- ડબલ એન્જિનની સરકાર હોય ને એટલે ડબલ બેનિફિટ થતા હોય છે, ડબલ મહેનત પણ થતી હોય છે, અને ડબલ પરિણામ પણ મળતા હોય છે.

- આ છે તમારા એક વોટની તાકાત, આદિવાસી સમાજનું થઈ રહ્યું છે કલ્યાણ અને મળી રહ્યાં છે સરકારની વિવિધ યોજનાઓના લાભ.

- કોંગ્રેસ સરકાર જ્યારે હતી ત્યારે આઠ વર્ષમાં 600 કરોડ રૂપિયાના દાળ-કઠોળ, તેલીબિયાં ખરીદ્યા હતા, આ તમારા દીકરાએ આઠ વર્ષમાં 60 હજાર કરોડ રૂપિયાના તેલીબિયાં, કઠોળ, દાળ ખેડૂતો પાસેથી ખરીદ્યા છે.

- પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી#गुजरात_बोले_भाजपा_फिरसे

— BJP Gujarat (@BJP4Gujarat) December 1, 2022

- પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી#गुजरात_बोले_भाजपा_फिरसे

— BJP Gujarat (@BJP4Gujarat) December 1, 2022

ઉલ્લેખનીય છે કે, આજે અમદાવાદમાં પ્રધાનમંત્રીનો ભવ્ય રોડ શો યોજાશે. બપોરે 3:30થી સાંજે 6:25 કલાક સુધી રોડ શો અમદાવાદના રસ્તાઓ પર નીકળશે. જે અત્યાર સુધીનો સૌથી લાંબો 32 કિલોમીટર લાંબો રોડ શો હશે. આ રોડ શો અત્યાર સુધીનો ગુજરાતમાં પ્રધાનમંત્રીનો સૌથી લાંબો રોડ શો હશે. અગાઉ સુરતમાં 30 કિલોમીટરનો પ્રધાનમંત્રીનો રોડ શો યોજાયો હતો. અમદાવાદમાં નરોડાથી શરૂ કરી ચાંદખેડા સુધીનું અંતર આ રેલીમાં કાપવામાં આવશે. પીએમ રોડ શોમાં અમદાવાદની તમામ 16 બેઠકોને આવરી લેશે. 

પ્રધાનમંત્રીના રોડના રૂટની વાત કરીએ તો...નરોડા પાટિયા સર્કલથી શરૂ થઈ કૃષ્ણનગર ચાર રસ્તા હીરાવાડી, સુહાના રેસ્ટોરન્ટ, શ્યામ શિખર ચાર રસ્તા, બાપુનગર ચાર રસ્તા, ખોડિયારનગર, BRTS રૂટ વિરાટનગર, સોનીની ચાલી, રાજેન્દ્ર ચાર રસ્તા, રબારી કોલોની, હાટકેશ્વર ચાર રસ્તા, ખોખરા સર્કલ,અનુપમ બ્રિજ, પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રતિમા, ભુલાભાઈ ચાર રસ્તા, શાહ આલમ ટોલનાકા, દાણીલીમડા ચાર રસ્તા, મંગલ વિકાસ ચાર રસ્તા, ચંદ્રનગર, ધરણીધર ચાર રસ્તા, જીવરાજપાર્ક ચાર રસ્તા, શિવરંજની ચાર રસ્તા,હેલ્મેટ ચાર રસ્તા, AEC ચાર રસ્તા, પલ્લવ ચાર રસ્તા, પ્રભાત ચોક , પાટીદાર ચોક ,અખબારનગર ચાર રસ્તા, વ્યાસવાડી, ડી માર્ટ , આર.ટી.ઓ સર્કલ, સાબરમતી પાવર હાઉસ, સાબરમતી પોલીસ સ્ટેશન, વિસત ચાર રસ્તા, જનતાનગર ચાર રસ્તા, IOC ચાર રસ્તા ચાંદખેડા સુધી રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news