25 મિનિટ સુધી લિફ્ટમાં ફસાયેલી રહી ત્રણ નાની બાળકી, સોસાયટીમાં મચી ગયો હડકંપ જુઓ Video

ગાઝિયાબાદની એસોટેક ધ નેસ્ટ સોસાયટીની લિફ્ટમાં ત્રણ બાળકી ફસાવાના મામલામાં હવે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલો સોસાયટીના એઓએ અધ્યક્ષ ચિત્રા ચતુર્વેદી અને સચિન અભય ઝા વિરુદ્ધ દાખલ કરાવવામાં આવ્યો છે. 

25 મિનિટ સુધી લિફ્ટમાં ફસાયેલી રહી ત્રણ નાની બાળકી, સોસાયટીમાં મચી ગયો હડકંપ જુઓ Video

ગાઝિયાબાદઃ ગાઝિયાબાદની એસોટેક ધ નેસ્ટ સોસાયટીમાં ત્રણ બાળકીઓના લિફ્ટમાં ફસાવાનો મામલો વિવાદમાં આવી ગયો છે. લિફ્ટમાં ફસાવાની ઘટના 29 નવેમ્બરની છે. આ ઘટના બાદ સોસાયટીના લોકો ડરી ગયા છે. તો આ મામલામાં બુધવારે ક્રોસિંગ રિપબ્લિક પોલીસ સ્ટેશનમાં સોસાયટીના એઓએ અધ્યક્ષ ચિત્રા ચતુર્વેદી અને સચિન અભય ઝા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

બાળકીઓએ દરવાજો ખખડાવતા ખબર પડી
સોસાયટીના ડી ટાવરમાં રહેતા શિવમ ગેહલોતે જણાવ્યું કે ત્રીજા ધોરણમાં ભણતી તેની પુત્રી તેજસ્વિની 29 નવેમ્બરે પોતાની મિત્ર મિષિકા અને વૈદેહીની સાથે પાર્કમાં જવા માટે ફ્લેટમાંથી નિકળી હતી. ત્રણેયે 11માં માળેથી લિફ્ટમાં પ્રવેશ કર્યો. આરોપ છે કે દરવાજો બંધ થયો, પરંતુ લિફ્ટ ચાલી નહીં. બાળકીઓનો રાડો પાડવાનો અને લિફ્ટનો દરવાજો ખખડાવવાનો અવાજ સાંભળીને ફ્લોર પર રહેતા લોકોએ મેન્ટેનેન્સ ટીમને સૂચના આપી હતી. 

શિવમનું કહેવું છે કે ગાર્ડની સાથે લિફ્ટ ઓપરેટરોએ પણ ઘણો સમય બગાડી નાખ્યો. આશરે 25 મિનિટ બાદ દરવાજો ખુલ્યો અને બાળકીઓને બહાર કાઢવામાં આવી. એટલું સારૂ હતું કે લિફ્ટની લાઇટ ચાલું હતી. તેમ છતાં આ નાની બાળકીઓ ખુબ ડરી ગઈ હતી. શિવમ પ્રમાણે એઓએ સોસાયટીમાં લાંબા સમયથી મેન્ટેનન્સનું કામ જાઈ રહી હતી. પાછલા વર્ષે પણ લિફ્ટમાં દુર્ઘટના થઈ ચુકી છે. તેમ છતાં લિફ્ટમાં કોઈ કામ કરાવવામાં આવ્યું નથી. 

શું બોલી પોલીસ
ક્રોસિંગ રિપબ્લિક પોલીસ સ્ટેશનના પ્રભારી રહમાન સિદ્દીકીએ જણાવ્યું કે ફરિયાદના આધારે ચિત્રા ચતુર્વેદી અને અભય ઝા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ સંબંધમાં ચિત્રા ચતુર્વેદીને ફોન કર્યો તો તેનો નંબર બંધ હતો. તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

Trending news