PM મોદીની મોટી જાહેરાત! 6G સર્વિસ ભારતમાં થશે લોન્ચ, જાણો શું છે તેની ટાઇમલાઇન
ગુરૂવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશ આ દાયકાના અંત સુધી 6G સર્વિસીસ રજૂ કરવાની તૈયારીમાં છે. પીએમ મોદીએ આ જાહેરાત 'સ્માર્ટ ઇન્ડીયા હૈકથોન 2022' ગ્રાન્ડ ફિનાલે દરમિયાન કરી.
Trending Photos
6G Service Timeline: ભારતમાં 5G સર્વિસીસની જાહેરાત થઇ ગઇ છે અને મોટાભાગની કંપનીઓ તેની લોન્ચિંગ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તમને જણાવી દઇએ કે 5G સર્વિસીસ આવતાં પહેલાંથી જ ભારતમાં 6G સર્વિસની જાહેરાત કરી દીધી છે. જોકે ગુરૂવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશ આ દાયકાના અંત સુધી 6G સર્વિસીસ રજૂ કરવાની તૈયારીમાં છે. પીએમ મોદીએ આ જાહેરાત 'સ્માર્ટ ઇન્ડીયા હૈકથોન 2022' ગ્રાન્ડ ફિનાલે દરમિયાન કરી. 5G સેવાઓ તમામ મુખ્ય શહેરો અને મુખ્ય ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચી જશે. સરકારનો એ પણ દાવો છે કે 5G સેવાઓ સસ્તી અને સુલભ થશે.
5G સર્વિસ આ દિવસથી થઇ રહી છે લોન્ચ
ભારતમાં 5G સર્વિસીસ લોન્ચ ડેટ સામે આવી ગઇ છે. તમને જણાવી દઇએ કે કેન્દ્રીય આઇટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે ટૂંક સમયમાં 5G સર્વિસ શરૂ થવાના સંકેત આપ્યા છે. તેમણે ગુરૂવારે જણાવ્યું કે ભારતમાં 5G 12 ઓક્ટોબર સુધી લોન્ચ કરી દેવામાં આવશે. દરેક ભારતીય માટે મોટા સમાચાર છે કે 5G સર્વિસ શરૂ થયા બાદ ઘણા ફાયદા મળવાના છે. લોન્ચિંગ બાદ બીજા શહેરો અને ગામડાંઓમાં તેનો વિસ્તાર કરવામાં આવશે. જાણકારી અનુસાર બેથી ત્રણ વર્ષમાં દેશના દરેક ભાગમાંન આ સેવાઓ પહોંચી જશે.
આ છે 5G સ્માર્ટફોન્સની ખાસિયત
5G સ્માર્ટફોન્સ તમને હાઇસ્પીડમાં ડાઉનલોડ કરવાની સુવિધા આપે છે. આ 10Mb/s થી 50Mb/s થી વધુ ઝડપી છે જે સામાન્ય રીતે 4G નેટવર્ક દ્રારા રજૂ કરવામાં આવે છે.
એટલું જ નહી તમને ખબર હોવી જોઇએ કે 5G સ્માર્ટફોન તમને હાઇ ડેટા ટ્રાંસફર સ્પીડ આપે છે, ઇન્ટરનેટથી તમે તે તમામ કામ કરી શકશો જે સામાન્ય સ્માર્ટફોનથી કરી શકતા નથી.
તમે બફરિંગ વિના તમારા સ્માર્ટફોન, ટેબલેટ અથવા કોમ્યુટર પર 4K થી માંડીને 8K સુધી વીડિયો સ્ટ્રીમિંગ કરી શકે છે.
5G માં 4G ની તુલનામાં વધુ નેટવર્ક ક્ષમતા છે, એવામાં 4G નેટવર્કની તુલનામાં વધુ ડિવાઇસ અને લોકો 5G નેટવર્કનો ઉપયોગ કરીને કનેક્ટ કરી શકો છો.
ઓડિયો ક્વોલિટી જે 4G ફોન્સમાં કોલ કરતી વખતે ઘણીવાર ખરાબ થઇ જાય છે 5G ફોનમાં તમારી સાથે એવી કોઇપણ સમસ્યા આવશે નહી.
જો વાત કરીએ કિંમતની તો 4G ફોનની તુલનામાં 5G ફોન ખરીદવા માટે તમારે વધુ પૈસા ખર્ચ કરવા પડશે. જોકે તેની કિંમત પણ ખૂબ વ્યાજબી રાખવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે