અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં પીએમ મોદીએ ખરીદ્યું ખાદીનું જેકેટ, કરી ડિજિટલ ચૂકવણી

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019માં ભાગ લેવા આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે, ગુરૂવારે પ્રથમ દિવસે તેમણે ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો, વાડીલાલ હોસ્પિટલના પ્રાંગણમાં બનેલી સરદાર વલ્લ્ભભાઈ પટેલ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલનું ઉદ્દઘાટન કર્યું હતું અને ત્યાર બાદ રિવરફ્રન્ટ ખાતે દુબઈની શૈલીમાં આયોજિત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો શુભારંભ કરાવ્યો હતો 

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં પીએમ મોદીએ ખરીદ્યું ખાદીનું જેકેટ, કરી ડિજિટલ ચૂકવણી

અમદાવાદઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019માં ભાગ લેવા આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે, ગુરૂવારે પ્રથમ દિવસે તેમણે ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો, વાડીલાલ હોસ્પિટલના પ્રાંગણમાં બનેલી સરદાર વલ્લ્ભભાઈ પટેલ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલનું ઉદ્દઘાટન કર્યું હતું અને ત્યાર બાદ રિવરફ્રન્ટ ખાતે દુબઈની શૈલીમાં આયોજિત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો શુભારંભ કરાવ્યો હતો.

'અમદાવાદ શોપિંગ ફેસ્ટિલવ'નો શુભારંભ કરાવ્યા બાદ વડા પ્રધાન મોદીએ અહીં ખરીદી પણ કરી હતી. તેમણે ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના સ્ટોલ પરથી એક જેકેટ ખરીદ્યું હતું. તેમણે આ ખરીદીનું પેમેન્ટ પણ જાતે જ કર્યું હતું. તેમણે રૂપે કાર્ડ દ્વારા ડિજિટલ ચૂકવણી કરી હતી. 

પીએમ મોદીએ કરી ખરીદી, જૂઓ વીડિયો...

— ANI (@ANI) January 17, 2019

શોપિંગ ફેસ્ટિવલનો શુભારંભ કરાવ્યા બાદ નરેન્દ્ર મોદીએ અહીંના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના સ્ટોલ પર રોકાઈ ગયા હતા. એ વાત તો સૌ જાણે છે કે વડા પ્રધાન મોદીને જેકેટનો શોખ છે અને તેમનું 'મોદી જેકેટ' દુનિયાભરમાં ફેમસ થઈ ચૂક્યું છે. તેમણે અહીં સ્ટોલ પર પહોંચીને સામાન્ય ગ્રાહકની જેમ ખરીદી કરી હતી. 

Amdavad Shopping Festival

સ્ટોલ પર રહેલા ભીખાભાઈ જોશીએ પીએમ મોદીને અનેક રંગના જેકેટ બતાવ્યા હતા. આ દરમિયાન પીએમ મોદી અત્યંત હળવા અંદાજમાં જોવા મળ્યા હતા. તેમણે સેલ્સમેન સાથે વાતચીત પણ કરી હતી. મોદીએ એક જેકેટ પસંદ કર્યા બાદ તેની કિંમત પુછી હતી. કિંમત જાણ્યા બાદ તેમણે પેમેન્ટ કરવાના પ્રકાર અંગે પણ સ્ટોલ પર રહેલા સેલ્સમેનને પુછ્યું હતું અને પોતાના ખિસ્સામાંથી રૂપે કાર્ડ કાઢીને પુછ્યું હતું કે શું અહીં ડિજિટલ પેમેન્ટની સુવિધા છે? 

Amdavad Shopping Festival

સેલ્સમેન ભીખાભાઈએ હા પાડી એટલે પીએમ મોદીએ તેમને પોતાનું કાર્ડ આપ્યું હતું અને ત્યાર બાદ જાતે જ પાસવર્ડ નોટ કર્યો હતો. પેમેન્ટ થઈ ગયા બાદ પીએમ મોદીએ બિલ પણ લીધું હતું. ભીખાભાઈએ જણાવ્યું કે, વડા પ્રધાન મોદીએ જે જેકેટ ખરીદ્યું તેની કિંમત રૂ.3,000 છે. આ જેકેટની ખરીદી પર 20 ટકા ડિસ્કાઉન્ટની પણ ઓફર હતી. આથી વડા પ્રધાન મોદી પાસેથી ડિસ્કાઉન્ટ કાપીને રૂ.2,400ની રકમ લેવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news