28 ઓગસ્ટે કચ્છની મુલાકાત લેશે પીએમ મોદી, ભુજમાં સ્મૃતિવનનું કરશે લોકાર્પણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી 27 અને 28 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. પીએમ મોદી 27 ઓગસ્ટે અમદાવાદ અને 28 ઓગસ્ટે કચ્છની મુલાકાત લેવાના છે. 

28 ઓગસ્ટે કચ્છની મુલાકાત લેશે પીએમ મોદી, ભુજમાં સ્મૃતિવનનું કરશે લોકાર્પણ

ભુજઃ ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે તમામ પાર્ટીઓ ચૂંટણીની તૈયારીમાં લાગી છે. ગુજરાતમાં જેમ-જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યાં છે તેમ-તેમ ચૂંટણીનો માહોલ બની રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. જુલાઈ મહિનામાં ગુજરાતના પ્રવાસ બાદ હવે પીએમ મોદી 28 ઓગસ્ટે ફરી કચ્છના પ્રવાસે આવી રહ્યાં છે. 

28 ઓગસ્ટે કચ્છમાં પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 ઓગસ્ટે કચ્છની મુલાકાત લેવાના છે. પીએમ મોદી કચ્છમાં સ્મૃતિવનની મુલાકાત લેશે. તેઓ ભુજ પહોંચી સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. ત્યારબાદ અહીં એક જનસભાને સંબોધિત કરશે. આ સભામાં બે લાખ લોકો હાજર રહે તેવી શક્યતા છે. આ સિવાય પીએમ મોદી સભાસ્થળેથી અન્ય 11 કામોનો પ્રારંભ કરાવવાના છે. 

તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કચ્છ પ્રવાસ પહેલા 25 ઓગસ્ટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાત લેવાના છે. મુખ્યમંત્રી ભુજીયા સ્મૃતિ વનનું નિરીક્ષણ કરશે અને ત્યારબાદ નર્મદાના પાણી મોડકુબા સુધી વહેતા કરવાની આગોતરા તૈયારીઓની માહિતી મેળવશે. 

તમને જણાવી દઇએ કે, અગાઉ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં પીએમ મોદીનો આ કાર્યક્રમ યોજાવાનો હતો. પરંતુ અમુક કારણોસર આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે 27 અને 28 ઓગસ્ટના રોજ PM મોદી ગુજરાત આવશે. 

જાણો પીએમ મોદીનો શું છે અમદાવાદ અને કચ્છનો કાર્યક્રમ?
- 27-28 ઓગસ્ટે પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ
- 27 ઓગસ્ટે સાંજે અમદાવાદમાં પીએમ મોદીનો કાર્યક્રમ
- 28 ઓગસ્ટે પીએમ મોદીનો કચ્છ પ્રવાસ
- કચ્છમાં પીએમ મોદી જનસભાને સંબોધન કરશે
- 27 ઓગસ્ટે પીએમ મોદીનું અમદાવાદમાં નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે.
- અમદાવાદમાં એક જનસભાને પણ સંબોધન કરશે. 
- 28 ઓગસ્ટે કચ્છમાં પીએમ મોદી સ્મૃતિ વનનું લોકાર્પણ કરશે. 
- કચ્છમાં એક વિશાળ જનસભાને પણ સંબોધશે.

નોંધનીય છે કે, પીએમ મોદી ચૂંટણીના વર્ષમાં છેલ્લા ચાર મહિનાથી સતત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જો કે આ વખતની મુલાકાતનું તેમનું સીધુ ફોક્સ કચ્છ અને તેની આસપાસના વિસ્તારોનું માનવામાં આવી રહ્યુ છે. બીજી બાજુ વડાપ્રધાન મોદીની વારંવાર ગુજરાતની મુલાકાતને લઇને ભાજપના કાર્યકરોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news