Viral Video: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી મુંબઈમાં પત્ની સાથે સ્કૂટર પર ફરવા નીકળી પડ્યા, ઓળખ્યા તમે?

શનિવારે ટીમ ઈન્ડિયાના આ સ્ટાર ખેલાડી તેમના અભિનેત્રી પત્ની સાથે મડ આઈલેન્ડમાં એક પ્રોજેક્ટના શૂટિંગ બાદ સ્કૂટીની સવારી કરતા જોવા મળ્યા. આ સ્કૂટર રાઈડ દરમિયાન રોડ સુરક્ષાના નિયમોનું પણ બરાબર પાલન કર્યું અને બંને હેલમેટ પહેરેલા જોવા મળ્યા. 

Viral Video: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી મુંબઈમાં પત્ની સાથે સ્કૂટર પર ફરવા નીકળી પડ્યા, ઓળખ્યા તમે?

Virat Kohli Viral Video: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી હાલ ક્રિકેટમાંથી મળેલા બ્રેકનો બરાબર ફાયદો ઉઠાવી રહ્યા છે. શનિવારે વિરાટ કોહલી પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે મડ આઈલેન્ડમાં એક પ્રોજેક્ટના શૂટિંગ બાદ સ્કૂટીની સવારી કરતા જોવા મળ્યા. વિરુષ્કાએ પોતાની આ સ્કૂટર રાઈડ દરમિયાન રોડ સુરક્ષાના નિયમોનું પણ બરાબર પાલન કર્યું અને બંને હેલમેટ પહેરેલા જોવા મળ્યા. 

अनुष्का-विराट का अंदाज

વાયરલ થઈ રહેલી તસવીરો અને વીડિયોમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા કાળા રંગની હેલમેટમાં જોવા મળે છે. કોહલી સ્કૂટર રાઈડ કરી રહ્યા છે જ્યારે અનુષ્કા શર્મા પાછળ બેઠી છે. અનુષ્કા સંપૂર્ણ બ્લેક આઉટફીટમાં જોવા મળે છે. જ્યારે કિંગ કોહલીએ વ્હાઈટ સ્નીકર્સ સાથે લીલા રંગની શર્ટ અને કાળું જીન્સ પહેર્યા હતા. 

अनुष्का-विराट की ड्रेस

અત્રે જણાવવાનું કે વિરાટ કોહલી હાલ પોતાના કરિયરના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. સદી બનાવ્યે જાણે કેટલોય સમય વીતી ગયો. વિરાટ કોહલીની છેલ્લી આંતરરાષ્ટ્રીય સદી 23 નવેમ્બર 2019માં થઈ હતી. ત્યારે બાંગ્લાદેશ વિરુદ્ધ કોલકાતા ટેસ્ટ મેચના બીજા દિવસે 136 રન કર્યા હતા. આ ઈન્ટરનેશનલ લેવલે કોહલીની 70મી સદી હતી. 

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલના લગ્ન વર્ષ 2017માં થયા હતા. આ કપલ વર્ષ 2021માં એક પુત્રીના માતા પિતા પણ બન્યા. તેમની પુત્રીનું નામ વામિકા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news