તેલંગાણા ઓનર કિલિંગમાં યુવતીનાં પિતાની ધરપકડ, બહાર આવ્યું ગુજરાત કનેક્શન
સમગ્ર દેશમાં ચકચાર મચાવનારા તેલંગાણા દલિત મર્ડર કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે અને તેણે તમામ આરોપીઓને ઝડપી લીધા છે. સોપારી આપનારા યુવતીનાં પિતાની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેલંગાણામાં એક સવર્ણ યુવતીએ દલિત યુવક સાથે લગ્ન કર્યા હતા. જેથી ગુસ્સે ભરાયેલા તેનાં પિતાએ દલિત યુવકને મારી નાખવાની સોપારી આપી હતી. જેમાં દલિત યુવાનની હત્યા થઇ ગઇ હતી. જેમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે યુવતી ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. જો કે નાલગોંડામાં 23 વર્ષનાં આ યુવકની હત્યાનાં મુદ્દે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી, આઇએસઆઇ લિંક, એક કરોડ રૂપિયાની સોપારી અને ગુજરાતના પુર્વ ગૃહમંત્રીની હત્યાનું કનેક્શન સામે આવ્યું છે. તેલંગાણા પોલીસનાં સીનિયર અધિકારીએ એક અગ્રણી સમાચાર પત્ર સાથે વાતચીતમાં જણાવ્યું કે, મોહમ્મદ અબ્દુલ બારી નામનાં યુવકની હત્યા મુદ્દે ધરપકડ કરવામાં આવી છે. બારીને ગુજરાતનાં પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાનાં મર્ડરના કેસમાં અગાઉ છોડી મુકવામાં આવ્યો હતો.
Trending Photos
હૈદરાબાદ : સમગ્ર દેશમાં ચકચાર મચાવનારા તેલંગાણા દલિત મર્ડર કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે અને તેણે તમામ આરોપીઓને ઝડપી લીધા છે. સોપારી આપનારા યુવતીનાં પિતાની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેલંગાણામાં એક સવર્ણ યુવતીએ દલિત યુવક સાથે લગ્ન કર્યા હતા. જેથી ગુસ્સે ભરાયેલા તેનાં પિતાએ દલિત યુવકને મારી નાખવાની સોપારી આપી હતી. જેમાં દલિત યુવાનની હત્યા થઇ ગઇ હતી. જેમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે યુવતી ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. જો કે નાલગોંડામાં 23 વર્ષનાં આ યુવકની હત્યાનાં મુદ્દે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી, આઇએસઆઇ લિંક, એક કરોડ રૂપિયાની સોપારી અને ગુજરાતના પુર્વ ગૃહમંત્રીની હત્યાનું કનેક્શન સામે આવ્યું છે. તેલંગાણા પોલીસનાં સીનિયર અધિકારીએ એક અગ્રણી સમાચાર પત્ર સાથે વાતચીતમાં જણાવ્યું કે, મોહમ્મદ અબ્દુલ બારી નામનાં યુવકની હત્યા મુદ્દે ધરપકડ કરવામાં આવી છે. બારીને ગુજરાતનાં પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાનાં મર્ડરના કેસમાં અગાઉ છોડી મુકવામાં આવ્યો હતો.
હરેન પંડ્યા મર્ડર કેસમાં થઇ હતી ધરપકડ
પોલીસે જણાવ્યું કે, બારી, નાલગોંડાનાં આઇએસઆઇના શંકાસ્પદ અસગર અલીની ગેંગનો સભ્ય છે. અસગર અને બારી બંન્નેની 2003માં પંડ્યાની હત્યા કરવાનાં કેસમાં સીબીઆઇએ ધરપકડ કરી હતી. મર્ડર કેસમાં બરીને છોડી મુકવામાં આવ્યો હતો. પરંતુ અસગરની વિરુદ્ધ હાલ ટ્રાયલ ચાલી રહ્યું છે. ગુપ્તચર એજન્સીઓનાં અનુસાર તેનાં તાર આઇએસઆઇ સાથે પણ જોડાયેલા છે.
એક કરોડની સોપારી બિહારથી આવ્યા હૂમલાખોર
પોલીસે જણાવ્યું કે, અમૃતા વાર્ષિણીનાં પિતા ટી.મૂર્તિ રાવે બારીને પોતાનાં જમાઇ પ્રણયની હત્યા માટે એક કરોડ રૂપિયાની સોપારી આપી હતી. બારીએ તેનાં માટે બિહારનાં હૂમલાખોરોને પૈસા આપ્યા હતા. આ કેસમાં સ્તાનીક કોંગ્રેસ નેતા મોહમ્મદ કરીમને પણ હિરાસતમાં લીધા છે. અધિકારીઓનાં અનુસાર મૂર્તી રાવે કરીમ દ્વારા જ બારી સાથે સંપર્કમાં કર્યું હતું અને એક કરોડ રૂપિયાની સોપારી આપી હતી. તે 50 લાખ રૂપિયાની રકમ પણ ચુકવી શક્યા હતા.
માં અને પત્ની સામે થઇ હતી ધોલા દિવસે હત્યા
ઉલ્લેખનીય છે કે, 23 વર્ષનાં પ્રણયની ધોળા દિવસે હથિયારથી ક્રૂરતા પુર્વક હત્યા કરી દેવામાં આવી હતી. તે પોતાની ગર્ભવતી પત્ની અને માંની સાથે હોસ્પિટલની બહાર નિકલી રહ્યો હતો. જ્યારે બધા લોકોની સામે એક હૂમલાખોરે પાછળથી તેમના પર હૂમલો કરીને મારી નાખ્યા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયા હતા. દલિત સમુદાયનાં આવવાથી પ્રણયે અમૃતાની સાથે આંતરજાતીય વિવાહ કર્યા હતા. અમૃતાએ આ મુદ્દે પોતાનાં ટી.મૂર્તિ રાવ અને ચાચા ટી.શ્રવણ પર જ પતિને મારવાનો આરોપ લગાવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે