કુમાર કાનાણીના જમાઈ વિરુદ્ધ ફરિયાદ, મહિલાઓની છેડતી અને વૃદ્ધના કપડા ફાડ્યા...જાણો શું છે મામલો?

સુરતની વરાછા બેઠક પરના ધારાસભ્ય કુમાર કાનાણીના જમાઈ જગદીશ કોલડીયા સામે મહિલાની છેડતી કરવાનો આક્ષેપ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

કુમાર કાનાણીના જમાઈ વિરુદ્ધ ફરિયાદ, મહિલાઓની છેડતી અને વૃદ્ધના કપડા ફાડ્યા...જાણો શું છે મામલો?

સુરત: ચૂંટણી વચ્ચે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુમાર કાનાણીના જમાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કુમાર કાનાણીના જમાઈ જગદીશ કોલડીયા સામે ગંભીર આરોપ સાથે ફરિયાદ નોંધવામાં આવી છે. 

ફરિયાદમાં મહિલાઓની છેડતી કરતો હોવાનો ઉલ્લેખ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. એટલું જ નહીં, એક વૃદ્ધને માર મારી કપડાં ફાડી નાખ્યાનો પણ ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે. કુમાર કાનાણીના જમાઈ છેલ્લા 6થી 7 વર્ષથી હેરાન કરતો હોવાની પણ ફરિયાદ કરાઈ છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતની વરાછા બેઠક પરના ધારાસભ્ય કુમાર કાનાણીના જમાઈ જગદીશ કોલડીયા સામે મહિલાની છેડતી કરવાનો આક્ષેપ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. એટલું જ નહીં, વિરોધ કરવા જતાં વૃદ્ધને પણ માર માર્યો અને કપડાં ફાડી નાંખ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં જગદીશ કોલડીયા વિરુદ્ધ મહિલાની છેડતી કરવાની ફરિયાદ નોંધાવામાં આવતા ટોપિક ઓફ ધ ટાઉન બન્યો છે. ફરિયાદીએ જગદીશ કોલડીયા પર 6-7 વર્ષથી હેરાન કરતો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. સાથે જ ફરિયાદીએ છેડતીનો વિરોધ કરતાં જગદીશ કોલડીયાએ માર માર્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news