pradipsinh jadeja

આચારસંહિતાના ભંગ મામલે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને હાઇકોર્ટે આપી મોટી રાહત

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને હાઇકોર્ટે મોટી રાહત આપી છે. પ્રદિપસિંહ જાડેજા સામે 2007માં આચારસંહિતાના ભંગ બદલ નોંધાયેલી ફરિયાદ હાઈકોર્ટે રદ કરી છે

Oct 26, 2020, 01:51 PM IST

કેટલાક ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાની વાતો કરે છે, પણ એ શક્ય નથી : ગૃહરાજ્ય મંત્રી

છેલ્લાં કેટલાક સમયથી ગુજરાતમાથી દારૂબંધી હટાવવાની ચર્ચા ઉઠી છે. તો બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સોશિયલ મીડિયા પર દારૂબંધી (liquor ban) હટાવવા માટે અભિયાન પણ ચલાવી રહ્યાં છે. તેઓ દારૂબંધી હટાવવાની તરફેણમાં છે. આવામાં ગાંધી જયંતી નિમિત્તે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મોટું નિવેદન આપતા કહ્યું કે, કેટલાક લોકો ગુજરાતમાં દારૂબંધી હટાવવાની વાતો કરે છે, પરંતુ એ શક્ય નથી.

Oct 2, 2020, 12:47 PM IST

ગુંડાગીરી અને ભયના માહોલને રાજ્ય સરકાર ક્યારેય સાંખી લેશે નહીં: પ્રદિપસિંહ જાડેજા

ગુજરાતમાં શાંતિ, સલામતિ અને સુલેહ જાળવી નાગરિકોને સુરક્ષા પુરી પાડવી એ અમારી નૈતિક ફરજ છે. ત્યારે સમાજને છીન્નભીન્ન કરતા અને નિર્દોષ નાગરિકોને રંજાડતા ગુંડાઓ અને અસામાજીક તત્વોની પ્રવૃત્તિઓ ડામવા માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે એવું ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

Sep 23, 2020, 08:36 PM IST
Fatafat Khabar: Watch 22 September All Important News Of The State PT15M56S

ફટાફટ ખબર: એક જ ક્લિકમાં જુઓ રાજ્યભરના મહત્વના સમાચાર

Fatafat Khabar: Watch 22 September All Important News Of The State

Sep 22, 2020, 05:45 PM IST

ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો, બિલ લોકસભામાં પસાર કરાયું

ગુજરાતની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ને રાષ્ટ્રીય ફોરેન્સિક યુનિવર્સિટી નો કેન્દ્ર સરકાર દ્વારા દરજ્જો અપાયો છે. જેનું વડું મથક ગાંધીનગરમાં રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા સો ટકા ગ્રાન્ટ રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને ફાળવવામાં આવશે

Sep 21, 2020, 11:46 AM IST

રાજ્યની રક્ષા શક્તિ યુનિવર્સિટી હવે બનશે નેશનલ લેવલની રક્ષા શક્તિ યુનિવર્સિટી

રાજ્યની રક્ષા શક્તિ યુનિવર્સિટી હવે રાષ્ટ્રીય કક્ષાની રક્ષા શક્તિ યુનિવર્સિટી બનશે. લોકસભામાં આ અંગેનું ઐતિહાસિક બિલ પસાર થયુ હતું. દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે ટ્રેનિંગ- રિસર્ચ- એકસ્ટેન્શન- એજ્યુકેશન (Tree)'નું માળખું સુદ્રઢ કરવાની દિશામાં ગુજરાતે આગેકૂચ કરી છે

Sep 21, 2020, 11:12 AM IST

આ વિધાનસભા સત્ર ઐતિહાસીક બનશે, 20 જેટલા કાયદાઓ લવાશે: પ્રદીપસિંહ જાડેજા

ગુજરાત વિધાનસભાના 21મી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા સત્ર સંદર્ભમાં આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. વિધાનસભા 21 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર બેઠકોની કામગીરી સહલાકાર સમિતિમાં ચર્ચા કરવામાં આવી હતી. કોરોનાના સમયગાળામાં યોજાનારા બેઠક અને વિધાનસભા સત્રમાં સોશિયલ Distance સહિતના મુદ્દાઓ જળવાઈ રહે એ માટે પણ આજે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Sep 18, 2020, 02:00 PM IST

ગુજરાત વિધાનસભાના સત્ર સંદર્ભમાં આજે કામકાજ સલાહકાર સમિતિની યોજાશે બેઠક

ગુજરાત વિધાનસભાના 21મી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા સત્ર સંદર્ભમાં આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાશે. વિધાનસભા 21 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર બેઠકોની કામગીરી સહલાકાર સમિતિમાં ચર્ચા થશે. કોરોનાના સમયગાળામાં યોજાનારા બેઠક અને વિધાનસભા સત્રમાં સોશિયલ Distance સહિતના મુદ્દાઓ જળવાઈ રહે એ માટે પણ આજે ચર્ચા વિચારણા કરાશે.

Sep 18, 2020, 11:22 AM IST

દુર્લભ પટેલ આત્મહત્યા કેસમાં સુરત પો. કમિશનરના આકરા તેવર, 4 પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યાં

  • તમામ પોલીસ કર્મચારીઓએ દુર્લભ પટેલને કરોડો રૂપિયાની જમીન લખી આપવા માટે ખૂબ ત્રાસ આપ્યો હતો
  • આરોપીઓના ત્રાસથી આખરે દુર્લભ પટેલ આત્મહત્યા કરવા પ્રેરાયા હતા. આ સમગ્ર કેસમાં સુરતના કેટલાક પોલીસ કર્મચારીઓની શંકાસ્પદ ભૂમિકા મળી આવી હતી

Sep 14, 2020, 04:51 PM IST

ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની સુરક્ષામાં વધારો, Z કક્ષાની સુરક્ષા પ્રદાન કરાશે

રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા ને હવે ઝેડ સુરક્ષા આપવામાં આવશે. રાજ્યમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, અને હિન્દુવાદી નેતા પ્રવિણ તોગડીયાને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવે છે. ત્યારબાદ સૌથી મહત્વની કેટેગરી ગણાતી ઝેડ સુરક્ષા ગૃહ રાજ્યમંત્રી ને અપાશે. અત્યારે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ને y plus સુરક્ષા પુરી પાડવામાં આવે છે. 

Sep 12, 2020, 08:51 PM IST

પદાધિકારીઓ અને MLAના ખિસ્સા થશે ઢીલા, સરકાર આ રીતે બચાવશે 6 કરોડ 27 લાખ

વૈધાનિક રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે વિશ્વૈક મહામારી કોરોના સંદર્ભે રાજ્ય સરકારે ધારાસભ્યો, મંત્રીઓ, વિપક્ષના નેતા અને વિધાનસભાના અધ્યક્ષના પ્રવર્તમાન મૂળ પગારમાં તા. 01 એપ્રિલ 2020થી 31 માર્ચ 2021 સુધી એક વર્ષના સમયગાળા માટે 30 ટકા કાપ મુકવાનો અગાઉ નિર્ણય કર્યો હતો. જે અંગે એપ્રિલ, 2020માં વટ હુકમ બહાર પાડી તેનું અમલીકરણ કરવામાં આવ્યું છે. આ સંદર્ભે આગામી વિધાનસભા સત્રમાં આ અંગેનું વિધેયક લાવવામાં આવશે.

Sep 2, 2020, 06:05 PM IST

ગુંડાઓની ખેર નહીં: 'ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ બિલ'ને મંજૂરી

'ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ બિલ'ને મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટ બેઠકમાં બિલને મંજૂરી મળી છે. ગુંડાગીરી કરનાર સામે 10 વર્ષ સુધી સજાની જોગવાઈ અને 50 હજારનો દંડ થશે

Sep 2, 2020, 05:42 PM IST

આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે બેઠક પૂર્ણ, 2018ના પરિપત્રના આધારે નિમણૂક ન આપવા રજૂઆત

શિક્ષિત બેરોજગારોની અટકી પડેલી ભરતી પ્રક્રિયા સંદર્ભે આજે મહત્વની બેઠક ગાંધીનગરમાં યોજાઇ હતી. ત્યારે આ બેઠક પૂર્ણ થયા બાદ કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં સીધી રીતે કોઇ નર્ણય લેવાયો નથી. તમામ મુદ્દાઓ પર ચર્ચા કરાઇ છે. બેઠક હકારાત્મક રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે, શિક્ષિત બેરોજગાર યુવાન આંદોલન સમિતિના સંભ્યોની વાત સાંભળ્યા બાદ મુખ્યમંત્રી સમક્ષ વાતચીત કરવામાં આવશે. ફરી એકવાર બેઠક બોલવાવામાં આવી શકે છે.

Jul 10, 2020, 04:54 PM IST
Press Conference of Minister of State for Home Pradipsinh Jadeja PT10M14S

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની પત્રકાર પરિષદ

Press Conference of Minister of State for Home Pradipsinh Jadeja

Jun 24, 2020, 05:55 PM IST

રથયાત્રા પર વિવાદ થતા ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન, જાણો શું કહ્યું...

રથયાત્રાના આયોજનની નિષ્ફળતાને લઇ મંદિરના મહંત દ્વારા આપવામાં આવેલા નિવદેન પર ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, ગુજરાતમાં રથયાત્રાના આયોજન બાબતે સરકારે તમામ પ્રયાસો કર્યા હતા. સુપ્રીમ કોર્ટમાં ઓરિસ્સામાં યોજાનાર રથયાત્રાને સ્થગિત કરવામાં આવી હતી અને ગુજરાતમાં પણ કોરોના વાયરસની સ્થિતિને કારણે કેટલાક લોકો દ્વારા યાત્રા રોકવા અરજી થઈ હતી. જેને કોર્ટે મંજૂર રાખી યાત્રા રોકી હતી.

Jun 24, 2020, 05:32 PM IST

અમદાવાદમાં રથયાત્રા નીકળશે કે નહિ તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી : ગૃહરાજ્યમંત્રી

આ વર્ષે ભગવાન જગન્નાથ મંદિરની રથયાત્રા નીકળશે કે નહિ તે અંગે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, 20મી જૂનના રોજ નીકળનારી રથયાત્રા પરંપરાગત રીતે અમદાવાદ સહિત અનેક સ્થાનો ઉપર નીકળતી હોય છે. અમદાવાદ શહેર અને રથયાત્રાનો રૂટ ઉપર વધારે કોરોના પોઝિટિવ દર્દીઓ હતા, પણ રાજ્ય સરકારની સત્તાને કારણે તેમાં ઘટાડો કરવાની સફળતા મળી છે. જો રથયાત્રા કાઢવામાં આવે તો સોશિયલ જાળવવું અઘરું બને. તેમજ સૌથી વધારે અમદાવાદના કેસ છે. રથાયત્રાના રુટ પર કોરોનાના 1600 જેટલા કેસ હતા.  રથયાત્રાના માર્ગ ઉપર 25 જેટલા કન્ટેનમેન્ટ આવેલા છે. જો ધ્યાન રાખવામાં ન આવે તો ફરી પાછો કોરોના પોઝિટિવનો વધારો થવાની શક્યતા છે. રાજ્ય સરકારે સમગ્ર પરિસ્થિતિના અભ્યાસ કર્યા બાદ હાલના તબક્કે રથયાત્રાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને આ અંગે રાજ્ય સરકાર ટૂંક સમયમાં નિર્ણય કરશે.અમદાવાદ શહેરની અંદર કોરોના ઘટાડવાની અંદર જે સફળતા મળી છે, આપણે જીવ બચાવવા સફળ રહ્યા છે, તો હવે ફરી રોગનું સંક્રમણનો વ્યાપ ન થાય તે આધાર ઉપર જ નિર્ણય કરાશે. 

Jun 17, 2020, 02:03 PM IST